મોટા ન કરી શક્યા એવું કામ છઠ્ઠા ધોરણમાં ભણતી ભારતની આ દીકરીએ કર્યું, જાણીને ગર્વ થશે.

0
614

આ 10 વર્ષની છોકરીએ કરી કમાલ, ડુંગળી, લસણ, ટામેટામાંથી બનાવી એવી વસ્તુ કે તમે ચકિત થઈ જશો.

માન્યા હર્ષ (Manya Harsha) નામની છોકરીએ એક એવું કામ કરી દેખાડ્યું છે, જે મોટા મોટા લોકો પણ નથી વિચારી શકતા. 10 વર્ષની ઉંમરમાં માન્યાએ પર્યાવરણને બચાવવા માટે કરેલા પ્રયત્ન માટે સંયુક્ત રાષ્ટ્ર-જળ (UN-water) એ તેની ઘણી પ્રશંસા કરી છે. હવે એ જાણવું જરૂરી છે કે, છેવટે માન્યાએ પર્યાવરણ માટે એવું શું કર્યું કે બધા તેની પ્રશંસા કરી રહ્યા છે?

બાળકીએ બનાવ્યું ઇકો ફ્રેન્ડલી પેપર :

એક ન્યુઝ એજન્સીના સમાચાર મુજબ, માન્યાએ પોતાના અનોખા પ્રયત્નથી અમુક ઇકો ફ્રેન્ડલી પેપર બનાવ્યા છે. આ બાળકીએ નાની ઉંમરમાં કંઈક એવું કરી દેખાડ્યું છે જે લોકો વિચારી પણ નથી શકતા. તેણીએ લસણ, ડુંગળી અને ટામેટાના છોતરા માંથી પેપર બનાવ્યું છે. પ્રેરણાદાયક અને અનોખા કામ માટે માન્યાને ચારેય તરફથી પ્રશંસા મળી રહી છે.

છઠ્ઠા ધોરણમાં ભણે છે માન્યા :

બેંગલુરુમાં છઠ્ઠા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની માન્યા પ્રકૃતિ સંરક્ષણ માટે પ્રચાર કરતી રહે છે. પોતાની દાદીના ઘરની હરિયાળી વચ્ચે મોટી થયેલી માન્યાને હંમેશા પ્રકૃતિ સાથે પ્રેમ રહ્યો છે. માન્યાએ જયારે શહેરમાં કચરાની વધતી સમસ્યા જોઈ તો એવું લાગ્યું કે તેણીએ કંઈક કરવું પડશે. પછી લોકોને પર્યાવરણ સંરક્ષણ વિષે જાગૃત કરવા માટે એક બ્લોક બનાવ્યો. એટલું જ નહિ તેણીએ પ્રકૃતિના વિષય પર 5 પુસ્તક પણ લખ્યા.

વૃક્ષોને બચાવવા માટે એક અનોખી રીત :

હાલમાં જ, માન્યાએ સતત વધતી કચરાના પ્રદુષણની સમસ્યા ઉકેલવા માટે માર્કોનહલ્લી ડેમ અને વરકા સમુદ્ર કિનારે એક સફાઈ અભિયાનનું આયોજન કર્યું. તેણીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા 2020 માં જાગૃતિ ફેલાવવા માટે એનિમેટેડ શોર્ટ ફિલ્મો બનાવવાવાળી સૌથી નાની ઉંમરની છોકરી હોવાનું સન્માન આપવામાં આવ્યું છે. પોતાની ઉનાળાની રજા દરમિયાન માન્યા એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર વૃક્ષોને બચાવવા માટેની એક અનોખી રીત લઈને આવી. ફક્ત 10 ડુંગળીના છોતરાનો ઉપયોગ કરીને તેણીએ 2-3 A4 આકારના કાગળ બનાવ્યા છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.