જીઈએમની સાથે કરશો વેપાર તો ક્યારેય નહિ થાય નુકશાન, ઘરે બેઠા મળશે ખરીદદાર.

0
601

ધંધો વધારવામાં મદદ કરે છે સરકારી ઓનલાઈન પાર્ટલ, મફત હોય છે રજીસ્ટ્રેશન

કેન્દ્ર સરકાર નાના ધંધાને પ્રોત્સાહન આપવા માટે અને સરકારી કંપનીઓ માટે સ્ટાર્ટઅપ માટે ૨૫ ટકા વસ્તુ ફરજીયાત રીતે ખરીદવાના હેતુથી સરકારી ઈ-માર્કેટપ્લેટસ (જીઈએમ) પોર્ટલ શરુ કર્યું છે. તેનાથી નાના અને લઘુ ઉદ્યોગ વાળા વેપારીઓને મોટો ફાયદો થઇ રહ્યો છે. આ સરકારી પાર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યા પછી આ ધંધાવાળાઓને ઘરે બેઠા ખરીદવા વાળા મળી જાય છે. જો તમે પણ તમારો વેપાર કરી રહ્યા છો, તો આ પાર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવીને ઘરે બેઠા ખરીદવા વાળા મેળવી શકો છો.

શુ છે જીઈએમ :-

જીઈએમ એ એક સરકારી ઓનલાઈન પ્લેટફોર્મ છે. જે કોઈપણ પ્રકારની વસ્તુ અને સેવાઓ પૂરી પાડવા માટે એક માધ્યમની ભૂમિકા ભજવે છે. ૨૦૧૬-૧૭માં સ્થાપના પછીથી આ પ્લેટફોર્મ ઉપર વેચવા વાળા અને ખરીદવા વાળાની સંખ્યા સતત વધી રહી છે. આજે આ પ્લેટફોર્મ ઉપર ૩૭ હજારથી વધુ ખરીદવા વાળા અને ૨.૫ લાખથી વધુ વેચવા વાળા અને સર્વિસ પૂરી પાડવા વાળા રજીસ્ટ્રર્ડ છે.

આ પ્લેટફોર્મ ઉપર ૧૦ લાખથી વધુ વસ્તુ અને ૧૩ હજારથી વધુ સેવાઓ મળી રહે છે. પહેલા વર્ષે આ પ્લેટફોર્મ ઉપર ૪૨૦ કરોડ રૂપિયાના ઓર્ડર આપવામાં આવ્યા. જે બીજા વર્ષે વધીને ૬ હજાર કરોડ રૂપિયા ઉપર પહોચી ગયું. ત્રીજા વર્ષે ૨૦૧૮-૧૯માં જીઈએમ ઉપર કુલ ઓર્ડર ૩૨ હજાર કરોડ રૂપિયાને પાર થઇ ગયો. જીઈએમે આ વર્ષે પોતાના ઓર્ડર ૧ લાખ કરોડ નજીક પહોચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

એમએસઈને થઇ રહ્યો છે ફાયદો :-

સરકારના આ પાર્ટલથી એમએસઈ સાથે જોડાયેલા વેપારીઓને મોટો ફાયદો થઇ રહ્યો છે. આ વખતે જીઈએમ ઉપર ૪૨ હજારથી વધુ એમએસઈ જોડાયેલા છે. જીઈએમ ઉપર આપવામાં આવેલા કુલ ઓર્ડરોમાં એમએસઈની ભાગીદારી ૪૫ ટકા જેટલી છે. આ પાર્ટલ દ્વારા એમએસઈને ઘરે બેઠા ખરીદવા વાળા મળી રહ્યા છે. તેનું કારણ એ છે કે કેન્દ્ર રાજ્ય સરકારોના મંત્રાલય અને સાવર્જનિક ક્ષેત્રની કંપનીઓ માટે એમએસઈ પાસેથી ૨૫ ટકા ખરીદવા વાળા ફરજીયાત કરવામાં આવ્યા છે. આ મંત્રાલય અને સરકારી કંપનીઓ જીઈએમ ઉપર રજીસ્ટ્રર્ડ એમએસઈ પાસે ખરીદી કરે છે.

આવી રીતે કરાવો રજીસ્ટ્રેશન

જીઈએમ ઉપર રજીસ્ટ્રેશન કરાવવા માટે https://mkp.gem.gov. in/registration/signup#!/seller ઉપર જઈ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવો.

યુઝર આઈડી બનાવ્યા પછી તમારો આધાર કાર્ડ, પાનકાર્ડ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડશે.

યુઝર આઈડી બનાવ્યા પછી જીઈએમ ઉપર લોગીંગ કરો.

અહિયાં તમારી પ્રોફાઈલ ઉપર ઓફિસનું સરનામું, બેંક ખાતા નંબર, અનુભવ વગેરે વિવરણ નોંધ કરો.

તમારા ડેશબોર્ડના કેટલોગ વિકલ્પમાં વસ્તુ કે સેવા પસંદ કરો, જે વસ્તુ અને સેવાઓને તમે વેચવા માગો છો.

જીઈએમ ઉપર તમે પોતે રજીસ્ટ્રેશન કરી શકો છો અને તે સંપૂર્ણ રીતે મફત છે. તેના માટે તમે કોઈને પણ પૈસા ન આપો.

રજીસ્ટ્રેશન કરવા માટે તમે બીજી શરતો અને માહિતી સત્તાવાર વેબસાઈટ https://gem.gov. in ઉપર જઈને લઇ શકો છો.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.