કોઈ પણ પ્રકારનો ઘૂંટણનો દુ:ખાવો હોય, કે ઘૂંટણમાં ચીકણાપણું પૂરું થઇ ગયું હોય, દરેક માટે અદભુત ઘરેલુ ઉપાય

0
11021

જે લોકોને ઘુંટણમાં દુઃખાવો થતો હોય છે એ લોકો સારી રીતે જાણે છે કે તે કેટલો બધો કષ્ટદાયક હોય છે, અને તે વ્યક્તિને ચાલવા-ફરવામાં પણ અસમર્થ કરી દે છે. મિત્રો જણાવી દઈએ કે, જો તમારું વજન વધારે હોય કે પછી તમે વૃદ્ધાવસ્થામાં હોવ તો ઘુંટણનો દુઃખાવો વધારે તકલીફ આપે છે. એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે થોડા સરળ ઘરેલુ ઉપાયની મદદથી ઘુંટણના દુ:ખાવાની તકલીફ માંથી રાહત મેળવી શકાય છે. જી હાં, જો તમે નીચે જણાવેલા કારણોને લીધે ઘુંટણના દુઃખાવાથી પીડિત છો, તો તમે ઘરેલું ઉપાય વડે એનાથી છુટકારો મેળવી શકો છો.

જણાવી દઈએ કે, ઘુંટણ આપણાં શરીરનો સૌથી મોટો અને સૌથી જટિલ સાંધો હોય છે. અને એવું જોવા મળ્યું છે કે, વધતી ઉંમરની સાથે લોકો ઘુંટણના દુઃખાવાથી પીડાય છે. કયારેક ઘુંટણના દુઃખાવાની સાથે સાથે સોજો પણ રહે છે. જયારે આ દુ:ખાવો વધી જાય છે, ત્યારે નાના-મોટા રોજિંદા કામ પણ મુશ્કેલ થઈ જાય છે, જેમકે હલકું વજન ઉંચકવું, દાદરા ચઢવા, થોડું દૂર સુધી ચાલવું. થઈ શકે છે કે પહેલા તમને એક જ પગમાં દુ:ખાવો હોય, પરંતુ થોડા સમય પછી બંને પગના ઘુટણમાં દુઃખાવો શરુ થઈ જાય.

મિત્રો આપણા ઘુંટણમાં ઘણા બધા કારણોને લીધે દુઃખાવો ઉત્પન્ન થઇ શકે છે. એટલે જો તમે યોગ્ય સમય પર એની તપાસ કરાવો તો સંભવ છે કે, ઉચિત ઉપચારથી તમે દુઃખાવાથી છુટકારો મેળવી શકો છો. નહીંતો ઓછામાં ઓછું તમે રોગને આગળ વધતો તો અટકાવી જ શકો છો. આ પ્રકારની તપાસ કોઈ હાડકાના ડોક્ટર જ સારી રીતે કરી શકે છે. જો તમે કોઈપણ પ્રકારના દુ:ખાવાથી અઠવાડિયાથી કે વધારે સમયથી હેરાન છો, તો વધારે સમય બગાડયા સિવાય કોઈ સારા ડોક્ટર પાસે તપાસ જરૂર કરવો.

આટલુ જરૂર ત્યાગો :

તમને આ પ્રકારની સમસ્યા હોય તો પશુજન્ય ચરબી અને પ્રોટીન, બટાકા, શિમલા મરચું, રીંગણ, લાલ અને લીલું મરચું વગેરે ખાવું નહિ. તમારાં ભોજનમાં ઉપસ્થિત સોડિયમ અને મીઠુ સોજાની પાણી સંગ્રહ કરવાંની માત્રાને વધારી દે છે, જેનાથી ઘુંટણ પર દબાણ વધે છે અને દુઃખાવો થાય છે. માટે આ વાતનું ધ્યાન રાખવું.

યોગ અને વ્યાયામ કરો :

જણાવી દઈએ કે, વ્યાયામ તમારા સાંધાને જકડાવાથી દૂર રાખે છે, અને ગતિને સરળ કરી દુઃખાવો ઓછો કરવાં આવશ્યક સહયોગ પ્રદાન કરે છે. એ વ્યાયામ જે ઘુંટણના ક્ષેત્રને રાહત આપે છે અને મજબૂતાઈ આપે છે, એને કરવાનું શરુ કરો.

હેમસ્ટ્રિંગ સ્ટ્રેચેસની ટુ ચેસ્ટ એકસરસાઇઝ ક્વાડ્રીસેપ્સ સ્ટ્રેચેસ. ફોરવર્ડ બેંડ ચેયર સ્ક્વેતકાફ રેઝ યોગ વગેરે.

તમારા ઘુંટણના દુઃખાવાને ઓછો કરવાં માટે આ યોગાસન કરો : યોદ્ધાસન, તાડાસન, મકરાસન, વીરાસન.

ઘુંટણના દુઃખાવાનું કારણ :

1) પહેલું કારણ તો એ છે કે, ઘુંટણની માંસપેશિઓમાં લોહીનું વહન બરાબર ના હોવાને લીધે આ સમસ્યા થાય છે.

2) ઘુંટણની માંસપેશિઓમાં ખેંચાણ કે તણાવ હોય તો પણ આ સમસ્યા થાય છે.

3) જો તમારી માસપેશિઓમાં કોઈ પણ પ્રકારની ઈજાનો પ્રભાવ હોય તો પણ તમને દુઃખાવો થાય છે.

4) વૃદ્ધાવસ્થા.

ઘુંટણનો દુઃખાવો હોય કે પછી એમાં ચિકાસ ઓછી થઈ ગઈ હોય તો આ ઉપાય કરો.

ગઠિયા :

મિત્રો જેને ગઠિયાની સમસ્યા હોય તે પારિજાતના પાંચ પાંદડાને પથ્થરમાં પીસીને એની ચટણી બનાવો, પછી એને એક ગ્લાસ પાણીમાં નાખીને એટલું ગરમ કરો કે પાણી અડધું થઈ જાય. પછી એને ઠંડુ કરી પીવાનું શરુ કરો. એનાથી 20-20 વર્ષ જુના ગઠિયાના દુ:ખાવામાં રાહત મળે છે.

ઘુંટણમાં ચિકાસ :

જો કોઈ વ્યક્તિના ઘુંટણમાં ચિકાસ ઓછી થઈ ગઈ હોય, અને સાંધાના દુઃખાવામાં કોઈ પણ પ્રકારની દવાથી આરામ ન મળતો હોય, તો એવા લોકો પારિજાતના ૧૦-૧૨ પાંદડાને પથ્થરથી પીસી એક ગ્લાસ પાણીમાં ઉકાળો, જયારે પાણી ચોથા ભાગ જેટલું બચે ત્યારે ગાળ્યા વગર જ ઠંડુ કરી પી લો. આ રીતે ૯૦ દિવસમાં ચિકાસ સંપૂર્ણ રીતે પાછી આવી જશે. જો થોડી અછત રહી જાય તો ફરી એક મહિનાના અંતરાળ પછી ૯૦ દિવસ સુધી આ ઉપાય કરો, લાભ નિશ્ચિત થશે.

નીચે જણાવેલી સામગ્રીને મિક્ષ કરી હળદળનો એક લેપ બનાવો.

ઘુંટણનો દુ:ખાવો દુર કરવાંના અન્ય ઉપાય :

ઉપાય-૧ :

જરૂરી સામગ્રી :

હળદળનો પાઉડર -૧ નાનો ચમચો

દળેલી ખાંડ કે બુરું કે મધ : ૧ નાનો ચમચો

ચૂનો (પાનમાં લગાવીને ખવાય તે) : ૧ ચપટી

પાણી : જરૂરિયાત મુજબ

પ્રયોગની વિધિ :

ઉપર જણાવેલી બધી વસ્તુઓને સારી રીતે મિક્ષ કરો એટલે એક લાલ રંગનો લેપ બનશે. સુતા પહેલા આ લેપ ઘુંટણ પર લગાવો. એને આખી રાત લગાવી રાખવો. સવારે સાદા પાણીથી ધોઈ નાખો. થોડા દિવસો સુધી રોજ આનો વપરાશ કરવાથી સોજો, ખેચાણ, ઈજા વગેરેને કારણે થતો ઘુંટણનો દુઃખાવો સંપૂર્ણ રીતે દુર થઇ જાય છે.

ઉપાય-૨ :

બીજો ઉપાય અપનાવવા માટે ૧ નાનો ચમચો સુંઠનો પાઉડર લો અને એમાં થોડું સરસવનું તેલ મિક્ષ કરો. પછી એને સારી રીતે મિક્ષ કરી એનો લેપ બનાવી લો. અને એને તમારા ઘુંટણ પર લગાવો. એને તમે દિવસે અથવા રાતે ગમે ત્યારે ઉપયોગમાં લઇ શકો છો. થોડા કલાક પછી એને ધોઈ નાખો. આ પ્રયોગ કરવાથી ઘુંટણના દુ:ખાવામાં રાહત મળશે.

ઉપાય-૩ :

બદામ : ૪-૫

આખા કાળા મરચા : ૫-૬

સુકી દ્રાક્ષ : ૧૦

અખરોટ : ૬-૭

પ્રયોગની વિધિ :

તમે આ બધી વસ્તુઓ એક સાથે ખાઓ અને સાથે જ ગરમ દૂધ પીવો. થોડા દિવસ સુધી આ પ્રયોગ રોજ કરવાથી તમારા ઘુંટણના દુ:ખાવામાં આરામ મળશે.

ઉપાય-૪ :

ઘૂંટણના દુઃખાવાની સમસ્યા થવા પર ખજુર તમારી મદદ કરી શકે છે. કારણ કે તે વિટામીન એ, બી, સી, આયર્ન અને ફોસ્ફરસનો એક સારો સ્ત્રોત છે. એટલા માટે ખજુર ઘુંટણના દુ:ખાવા સહિત બધા પ્રકારના સાંધાના દુઃખાવા માટે ઘણા અસરકારક છે.

પ્રયોગ :

એનો ઉપયોગ કરવાં માટે એક કપ પાણીમાં ૭-૮ ખજુર આખી રાત પલાળી રાખો. સવારે ખાલી પેટ આ ખજુર ખાવ અને તે પાણી પણ પી લો. એવું કરવાથી ઘુંટણની માંસપેશિઓ મજબુત થશે, અને ઘુંટણના દુઃખાવામાં લાભ થશે.

ઉપાય-૫ :

નારિયેળ પણ ઘુંટણના દુ:ખાવા માટે ઘણી સારી ઔષધી છે. રોજ સુકું નારિયેળ ખાવ, તેમજ નારિયેળનું દૂધ પીવો. અને ઘુંટણ પર દિવસમાં બે વાર નારિયેળના તેલથી માલીશ કરો. એનાથી ઘુંટણના દુ:ખાવામાં અદભુત લાભ થશે.