આ છે ઘરના બેડ સાફ કરવાની સાચી રીત, જાણો બેડ પર ખાવાનો સોડા છાંટવાથી શું ફાયદો થાય છે.

0
3108

આપણે આપણા ઘરમાં દરેક રીતે સ્વચ્છતા રાખતા હોઈએ છીએ. એના માટે આપણે ઘરના ખૂણે ખૂણા માંથી કચરો કાઢીને ત્યાં પોતું પણ મારતા હોઈએ છીએ. પણ જયારે બેડ સાફ કરવાની વાત આવે ત્યારે લોકો એના પર વધારે ધ્યાન નથી આપતા. તમે માનો કે ન માનો પણ આ સાચી વાત છે. લોકો વિચારે છે કે, બેડ પર પાથરેલી ચાદર બદલી નાખશું એટલે કામ થઇ ગયું. પણ એવું નથી.

મિત્રો, જયારે તમને એ વાતનો અનુભવ થશે કે, તમારા બેડમાં કેટલી ગંદગી છે? તો તમે જરા પણ રાહ નહિ જોઈ શકશો, અને જલ્દી થી જલ્દી એ ગંદકીથી છુટકારો મેળવવા માંગશો.

ઘણા લોકો એ વાત નથી જાણતા કે, તમારા બેડના ગાદલામાં કેટલાય જંતુઓ (germs) અને બેક્ટિરિયા રહેતા હોય છે, જે તમને બીમાર કરી શકે છે. લોકો ગાદલાની સફાઈ પર ખુબ ઓછું ધ્યાન આપે છે. પણ એની સારી રીતે સફાઈ થવી ખુબ જરૂરી છે. એટલા માટે આજે અમે તમને જણાવીશું કે, ગાદલાંને સાફ કેવી રીતે કરવામાં આવે?

એના માટે તમે સૌથી પહેલા ગાદલાંને વેક્યુમ ક્લીનરથી સારી રીતે સાફ કરી લો. પછી એના પર થોડો થોડો કરીને ખાવાનો સોડા છાંટી દો. જણાવી દઈએ કે વેક્યુમ ક્લીનરથી ગંદકી સાફ થઇ જશે, અને ખાવાના સોડાથી બેક્ટિરિયા ખત્મ થઇ જશે જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. આ પછી તમે ઈચ્છો તો એના પર કોઈ સુગંધિત પરફ્યુમ વગેરે પણ છાંટી શકો છો. બીમારીઓથી બચવાની આ ખુબ સરળ રીત છે.

મેટ્રેસ પરના દાગ ધબ્બા દુર કરવાં માટે ખાવાનો સોડા અને પાણીને મિક્ષ કરીને એક સોલ્યુશન તૈયાર કરો. પછી એને મેટ્રેસના દાગ ધબ્બા પર લગાવો. એને અડધા કલાક સુધી રહેવા દો અને પછી તેને બ્રશથી ઘસી લો, તે સાફ થઇ જશે.

મેટ્રેસ પરની ગંદકી દુર કરવાં માટે એના પર ખાવાનો સોડા ફેલાવીને એને આખી રાત એમજ રહેવા દો. પછી બીજી સવારે તેને ઝાટકી લો અને વેક્યુમથી સારી રીતે સાફ કરી દો. આમ કરવાથી એની દુર્ગંધની સાથે સાથે બધી ગંદકી પણ સાફ થઇ જશે. આ રીતે તમે ખાવાના સોડાથી બીજા પણ કામ કરી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.