આ ઘોડાના છે નવાબી ઠાઠ, નથી મળતી ચા તો કામ પરથી લઈએ લે છે રજા

0
453

ચા ની લત કેવી હોય છે એના વિષે તો તમને બધાને ખબર જ હશે. જે લોકોને ચા ની લત લાગી જાય છે એમનો દિવસ ચા વગર શરુ નથી થઈ શકતો. પણ જરા તમે વિચારો કે ઘોડાને જો આ લત લાગી જાય તો? જી હા, એવું જ કાંઈક થયું છે ઈંગ્લેન્ડના મર્સીસાઈડમાં. અહીં પોલીસ પાસે એવો જ એક ઘોડો છે.

આ ઘોડો ચા નો એટલો દીવાનો છે, કે સવારની ચા વગર તે પોતાનું કામ શરુ નથી કરતો. એની ચા પીવાની આદત વિષે મર્સીસાઈડ પોલીસના માઉંટ સેક્શનમાં કાર્યરત બધા કર્મચારીને ખબર છે, એટલા માટે તેઓ ક્યારેય પણ એને સવારની ચા આપવાનું નથી ભૂલતા.

મીડિયામાં આવેલા સમાચારોનું માનીએ તો આ ઘોડાનું નામ જેક છે, અને તેની ઉંમર 20 વર્ષ છે. જેકની આદત જેટલી અજીબ છે એટલા અજીબ તેના નખરા પણ છે. જેક માટે ચા ઘણી સ્પેશિયલ હોય છે, કારણ કે તેને મલાઈ વગરના દૂધની ચા જ પસંદ હોય છે. એટલું જ અહીં આ જનાબને વધારે ગરમ ચા પસંદ નથી.

જેકને ચા પીવાની આ લત 15 વર્ષ પહેલા લાગી ગઈ હતી. મીડિયામાં આવેલા સમાચારોનું માનીએ તો, જેકના એક પોલીસ ઘોડેસવારે ચા પીધા પછી કપને જેક પાસે જ મૂકી દીધો હતો. એમાં થોડી ચા બચેલી હતી. એ ચા ને જેકે ચાખી લીધી, એ પછી તેને ચા ની લત લાગી ગઈ.

જેકનો ચા પીવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો પસંદ પણ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જેક આવતા વર્ષે સેવાનિવૃત્ત થઈ જશે. જેક 20 વર્ષનો થઈ ચુક્યો છે. તે આવતા વર્ષે રિટાયર થઈ શકે છે. એવામાં UK પોલીસ ડિપાર્ટમેન્ટ રિટાયરમેન્ટ પછી પણ તેની આ આદતનું ધ્યાન રાખશે. જણાવી દઈએ કે, જેક તે વિસ્તારમાં રમાતી ફૂટબોલ મેચનું નિરીક્ષણ કરવામાં પોલીસની મદદ કરે છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.