આ છે સ્વાદિષ્ટ ઘઉંનો ચેવડો બનાવવાની રેસિપી, એકવાર ચાખ્યા પછી વારંવાર ખાવાની ઈચ્છા થશે જાણી લો રીત

0
4802

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા રસોઈ વિશેષ લેખમાં સ્વાગત છે. અમે તમારા માટે નવી નવી વાનગીઓ બનાવવાની રેસિપી લઈને આવતા રહીએ છીએ. અને આજે અમે એક નવી રેસિપી લઈને આવ્યા છીએ. આજે અમે લઈને આવ્યા છીએ ઘઉંના ચેવડાની રેસિપી. તમે ઘઉંની રોટલી તો અમુક દિવસ બાદ કરતા રોજ જ ખાતા હશો. પણ ઘઉંનો ચેવડો ઘણા ઓછા લોકોએ ખાધો હશે. અને આજે અમે તમને ઘઉંનો ચેવડો બનાવતા શીખવશું જેથી તમે પણ એના સ્વાદનો આનંદ લઇ શકો.

ઘઉંના ચેવડા માટે જરૂરી સામગ્રી :

ઘઉં : 2 કપ,

દાડિયા : 3 ચમચી,

પાપડ ખારો : 1/4 ચમચી,

પાણી : 2 થી 4 કપ,

સૂકું કોપરું : 1 ચમચી,

બેકિંગ સોડા : 1/2 ચમચી,

તેલ : 2 મોટી ચમચી,

સીંગદાણા : 1 ચમચી,

લાલ મરચું : 1/2 ચમચી,

લીમડી : 3/4 નંગ,

હળદર : 1/2 ચમચી,

મીઠુ : સ્વાદ અનુસાર.

ઘઉંનો ચેવડો બનાવવાની રીત :

ઘઉંનો ચેવડો બનાવવા માટે પહેલા તો ઘઉંને પાણીમાં પલાળી રાખવા પડે છે. એટલે તમે 2 દિવસ માટે ઘઉંને પાણીમાં પલાળી રાખો. તમારે 2 દિવસમાં 4 થી 5 વખત એ પાણી બદલતા રહેવું પડશે. ત્યારબાદ ઘઉં પલળી જાય એટલે એને કૂકરમાં નાખી એને 2 સિટી વગાડી બાફી લો. ત્યારબાદ કુકર ખોલીને એમાં બેકિંગ સોડા અને પાપડ ખારો નાખીને ફરી એક સિટી વગાડી દો.

હવે ઘઉં બફાય જાય એટલે એમાંથી બધું પાણી કાઢી નાખો. ત્યારબાદ ઘઉંને એક કાપડમાં કાઢીને એને 2 દિવસ સુધી સુકાવા માટે મૂકી દો. તમારા ઘઉં સારી રીતે કોરા થઈ જાય પછી એનો ચેવડો બનાવવાનો છે. એના માટે એક પેનમાં તેલ ગરમ કરી એમાં ઘઉંને સેકી લો. 6 થી 7 મિનિટ શેકવાથી તે બરોબર ફૂટીને ગોળ થઈ જશે. પછી એને બહાર કાઢી લો. બીજા પેનમાં તેલ ગરમ કરી એમાં સીંગદાણા એડ કરી, ત્યારબાદ તેમાં લીમડી, સૂકું કોપરું, હળદર અને મરચું એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લો.

હવે એમાં સેકેલા ઘઉં એડ કરીને એને સારી રીતે મિક્સ કરી લો. તો તૈયાર છે તમારો ઘઉંનો ચેવડો. આ રીત તમારો સમય માંગશે. પણ એક વાર ચેવડો ખાધા પછી એનો સ્વાદ ભૂલી નઈ શકો. તમે ઘઉંને કોરા કર્યા પછી એને વાસણમાં સ્ટોર કરી શકો છો. અને જયારે ચેવડો બનાવવો હોય ત્યારે એને વાપરી શકો છો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.