ઘરમાં જો કોઈ કોરોના પોઝિટિવ માણસ હોય, તો પોતાની સુરક્ષા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન.

0
162

આ વાતોનું ધ્યાન રાખીને ઘરમાં કોરોના પોઝીટીવ માણસ હોવા છતાં પોતાને રાખી શકો છો સુરક્ષિત

જો તમારા ઘરમાં કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિ છે, તો આખા ઘરને ચેપનો ડર રહે છે. આવી સ્થિતિમાં, દર્દીને હોમ આઈસોલેશન દરમિયાન અન્ય લોકોએ સાવચેત રહેવું જોઈએ.

કોરોના વાયરસ એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે હવે હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા રહી નથી. સારા સમાચાર એ છે કે પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યા પછી, સરકારે તેવા લોકો માટે હોમ આઈસોલેશનની મંજૂરી આપી દીધી છે, જે કોરોના પોઝેટીવ છે અને તેને હોસ્પિટલમાં સારવારની વધુ જરૂર નથી. તે રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો (સીડીસી) અનુસાર પણ કોરોનાના મોટાભાગના દર્દીઓ, જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી અને જેને કોઈ જૂની બિમારી નથી, તેઓ તબીબી સહાયતા વગર પણ ઠીક થઇ શકે છે.

પરંતુ હોમ આઈસોલેશનની એક મોટી સમસ્યા એ છે, કે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે ઘરમાં રહેતા લોકોમાં પણ ફેલાઈ શકે છે. આ ભય ત્યારે વધુ તીવ્ર બને છે. જ્યારે ઘરમાં ઘણા લોકો રહેતા હોય. ત્યારે ઘરના બીજા લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે શું કરવું જોઈએ? તો ચાલો આજે અમે તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

ઘરમાં કોરોના પોઝિટિવ વ્યક્તિ હોય, તો તમારી પોતાની સલામતી માટે આવી રીતે સંભાળ રાખો

કોરોના પોઝીટીવ વ્યક્તિને તરત જ અલગ કરી દો

જેવી તમને ખબર પડે કે વ્યક્તિમાં COVID-19 નાં ચિહ્નો જોવા મળી રહ્યા છે, પછી ભલે તે હળવા હોય કે ન હોય, પહેલું કામ જે તમારે કરવાની જરૂર છે, તે વ્યક્તિને અલગ કરીને તેને ઘરના એક ઓરડામાં જ રહેવાનું કહો. તમે વ્યક્તિને ડરાવશો નહીં, પરંતુ તેને સમજાવો કે આ શા માટે જરૂરી છે. પછી તમે વિડીયો કોલનો ઉપયોગ કરીને ઓનલાઇન રમતો રમાડીને ટેકનીકલી માધ્યમ દ્વારા દર્દી સાથે જોડાયેલા રહી શકો છો, જેથી તમે તેમને ભાવનાત્મક રીતે તેને સમર્થન આપી શકો.

કોરોના પોઝીટીવ વ્યક્તિ માટે બસ એક સમર્પિત સંભાળ રાખવા વાળા હોય

કોરોના સકારાત્મક વ્યક્તિને અલગ કર્યા પછી, તમારે એવી વ્યક્તિ પસંદ કરવાની જરૂર છે, જે દર્દીની સંભાળ રાખી શકે અને તેની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય. તે વ્યક્તિ દર્દી સાથે સંપર્કમાં રહેવા માટે એકમાત્ર વ્યક્તિ હશે. હકીકતમાં, સંભાળ રાખનારને પણ બાકીના પરિવારથી અલગ રહેવું જોઈએ કારણ કે તે દર્દી સાથે નજીકના સંપર્કમાં હોય છે.

દર્દી માટે ડીસ્પોઝેબલ વાસણો વાપરો

જો તમે તમારા આખા કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વાસણોનો એક જ રસોડામાં ઉપયોગ કરો છો, તો તમને ચેપ લાગવાની સંભાવના વધુ રહે છે. આવી સ્થિતિમાં, સૂચન એ છે કે તમારે ડીસ્પોઝેબલ વાસણોનો ઉપયોગ કરવો જોઈએ જેથી દર્દી માટે તેનો ઉપયોગ કરી શકાય અને દર્દીના વાસણોનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય. બીજુ ઘરના કચરા સાથે પણ તેને ભેળવીને ન રાખો.

દર્દી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓના નિકાલ માટે માસ્ક અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરો
આ ખાસ કરીને તે લોકો માટે છે, જે દર્દીની સંભાળ રાખી રહ્યા છે. જો તમે કોઈ પણ વસ્તુનો નિકાલ કરી રહ્યા છો અથવા દર્દીના ઓરડામાં કોઈ પણ વસ્તુને સ્પર્શ કરી રહ્યા છો, તો તમારે માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવું જોઈએ અને તેને જંતુરહિત કરવા જોઈએ.

દર્દી સાથે બાથરૂમનો ઉપયોગ ન કરો

બાથરૂમ એ ઘરની સૌથી ખતરનાક જગ્યા છે જ્યાંથી COVID-19 ચેપ ખૂબ જ સરળતાથી ફેલાઈ શકે છે. આવી સ્થિતિમાં, દર્દી માટે અને બાકીના પરિવાર માટે અલગ બાથરૂમ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી પરિવારના બીજા સભ્યો પણ ચેપથી બચી શકે છે.

કુટુંબના દરેક સભ્ય પોતાનું તાપમાન ચેક કરતા રહે

જો તમારા કુટુંબમાં કોઈને કોરોના છે, તો તમારા પરિવારમાં દરેક સભ્યોએ દિવસમાં બેથી ત્રણ વખત પોતાનું તાપમાન અને ઓક્સિજનના સ્તરની તપાસ કરવી જોઈએ. જો કોઈનું પણ તાપમાન વધે કે કોઈ અન્ય લક્ષણનો અનુભવ થાય, તો પહેલા તે વ્યક્તિને અલગ કરો અને પછી પરીક્ષણ વગેરે કરાવો.

વૃદ્ધો અને બાળકો પ્રત્યે વધુ સાવચેત રહેવું

આપણે બધા જાણીએ છીએ કે વૃદ્ધો અને બાળકો SARS-CoV-2 માટે સૌથી નબળો ભોગ છે. તેથી જો શક્ય હોય તો તમારે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારના સંપર્કથી બચવા માટે તમારા માતાપિતા અને બાળકોને તમારા સંબંધીઓ પાસે મોકલી દેવા જોઈએ. તે સિવાય એ પણ ખાતરી કરી લો કે તમારા માતાપિતા અને બાળકોને જ્યાં રહેવા માટે મોકલી રહ્યા છો, તે પણ કોરોનો વાયરસ મુક્ત સ્થળ હોય, અને ત્યાં દરેકના COVID-19 માટે નેગીટીવ પરીક્ષણ કરવામાં આવ્યા હોય.

રૂમ અને આસપાસના વિસ્તારને રોજ જંતુમુક્ત કરો

સોડિયમ હાઈપોક્લોરાઇટને પાતળુ કરો અને દર્દીના રૂમ અને આસપાસના વિસ્તારમાં છાંટો. તમે તેનો વોશરૂમમાં પણ જંતુનાશક તરીકે તેનો ઉપયોગ કરી શકો છો. કૃપા કરીને ખાતરી કરો કે તમે સોલ્યુશનનો છંટકાવ કરતી વખતે યોગ્ય ગ્લોવ્સ પહેરો કારણ કે તેનાથી તમને ચેપ લાગી શકે છે. આ સિવાય હાઈડ્રેટેડ રહેવા જેવી સરળ વસ્તુ લીંબુ અને જુસ જેવા કુદરતી સ્વરૂપોમાં વિટામિન સીનું સેવન કરવું અને યોગ્ય ઊંઘ લેવી. પરિવારના બધા સભ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેનું શરીર મજબૂત રહી શકે.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.