આ ઘરેલુ નુસખા છાતીની બળતરાને પુરે પુરી શાંત કરી નાખે છે, એક વાર જરૂર ટ્રાય કરો

0
858

ઘણા લોકોને છાતીમાં બળતરા થવાની સમસ્યા રહેતી હશે. અને એક એવી સમાસ્યા છે જેને લગભગ દરેક વ્યક્તિએ  જીવનમાં ક્યારેય ને ક્યારેય જરૂર અનુભવી હશે. જ્યારે પણ આપણને કોઈ કારણ સર છાતીમાં બળતરા થાય છે, તો આપણું પણ કોઈ કામમાં લાગતું નથી. અને આપણે શક્ય એટલું જલ્દી છાતીની બળતરાથી છુટકારો મેળવવા માંગીએ છીએ.

પણ ઘણા લોકો છાતીમાં થતી બળતરાને હલકામાં લઇ લે છે, અને ઘણા દિવસો સુધી આનો ઈલાજ કરાવતા નથી. તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, છાતીમાં થતી બળતરાને અવગણવું તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. જો તમને છાતીમાં વારંવાર બળતરા થતી રહે છે, અને તમે આનો ઈલાજ કરતા નથી. તો આ આગળ જઈને ગેસ્ટ્રોઇસોફૈગલ રીફ્લક્સ ડીસીજ (જીઈઆરડી)નું રૂપ લઇ શકે છે.

જણાવી દઈએ કે આ બીમારી થવા પર માણસને ખાવાનું ખાવામાં ઘણી પરેશાની થાય છે. સાથે જ જયારે તે ઊંઘે છે તો તેના ગળા કે મોં માં બળતરા થવાની સાથે તરલ પદાર્થ પણ આવવા લાગે છે. એટલા માટે છાતીમાં બળતરા થવા પર તેનો તરત ઈલાજ કરવો જરૂરી હોય છે.

મિત્રો તમને વારંવાર છાતીમાં બળતરા થઇ રહી હોય, તો તમારે ડોક્ટરની પાસે જરૂર જવું જોઈએ. જો ડોક્ટરની પાસે જવામાં તમને થોડો સમય લાગે છે કે, તમારા છાતીમાં ક્યારેક જ બળતરા થાય છે, તો તમે એવામાં અમારા જણાવેલ ઘરેલુ નુશખા અજમાવી શકો છો. આ નુસખાથી તમારી છાતીમાં થઇ રહેલી બળતરાથી તમને રાહત જરૂર મળશે.

છાતીમાં બળતરા થવાની પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોઈ શકે છે. એટલા માટે એની પાછળનું કારણ જાણવું પણ ઘણું જરૂરી હોય છે. તો એના ઘરેલુ નુસખા જાણવા પહેલા તમને છાતીમાં બળતરા થવાના કેટલાક કારણો વિષે જણાવી દઈએ.

આ કારણે થાય છે છાતીમાં બળતરા :

જણાવી દઈએ કે છાતીમાં બળતરા થવાનું સૌથી મોટું કારણ તો એસીડીટી હોય છે. આના સિવાય જો તમે યોગ્ય સમય પર જમવાનું નથી જમતા તો પણ છાતીમાં બળતરા થઇ શકે છે. એટલે કે રાત્રે ઊંઘવાના ઓછામાં ઓછા 3 કલાક પહેલા તમારે જમી લેવું જોઈએ. જો તમે જમ્યા પછી તરત ઊંઘી જાવ છો તો તમને આગળ જતા છાતીમાં બળતરા થવાની સંભાવના થઇ શકે છે.

તેમજ વધારે મોટાપો અને મસાલેદાર વસ્તુઓ ખાવી પણ છાતીમાં બળતરાનું કારણ થઇ શકે છે. એ સિવાય ખાટ્ટા ફળ ખાવા, વધારે ટેંશન લેવું અને દવાઓનું વધારે સેવન કરવાથી પણ છાતીમાં બળતરાની સમસ્યા થઇ શકે છે. કારણ તો જાણી લીધા, તો ચાલો હવે તમને કેટલાક એવા નુસખા જણાવીએ જે તમારા છાતીના બળતરાને જલ્દી જ શાંત કરવામાં મદદ કરે છે.

છાતીમાં થતી બળતરાથી છુટકારો મેળવવાનો ઘરેલુ ઉપાય :

સફરજનનું વિનેગર :

જાણકારી માટે જણાવી દઈએ કે, અડધા ગ્લાસ પાણીમાં 1 ચમચી સફરજનનું વિનેગર અને 1 ચમચી મધ મિક્ષ કરીને પીવાથી, છાતીમાં થઇ રહેલા બળતરા શાંત થઇ જાય છે.

દૂધ :

દૂધ પણ તમારી આ સમસ્યામાં મદદ કરી શકે છે. એના માટે દરરોજ રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ શાકર વિનાનું દૂધ પી જાવ. આનાથી તમને ક્યારેય પણ છાતીમાં બળતરા નહિ થાય.

પીળી સરસવ :

જો તમને પણ આ સમસ્યા હોય, તો એક ગ્લાસ લસ્સીમાં એક ચપટી સરસવ પાઉડર મિક્ષ કરીને પીવાથી બળતરાથી છુટકારો મેળવી શકાય છે.

એલોવેરા જ્યુસ :

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે જ્યારે પણ ખાવાનું ખાવ છો, તો તેના અડધા કલાક પહેલા એલોવેરા જ્યૂસનું સેવન કરો. તમને ઘણો ફાયદો થશે.

સફરજન :

તમજ દરરોજ એક સફરજન ખાવાથી છાતીમાં થતી બળતરાથી રાહત મળે છે, અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.