આ ટેકનીકથી ફક્ત 10 રૂપીયામાં ઘરે જ બનાવો 200 ગ્રામ જેટલુ પનીર

0
1338

આ રેસિપીથી ફક્ત 10 રૂપીયામાં જ ઘરે બનાવો 200 ગ્રામ જેટલુ પનીર.

પનીર એક એવો ખાદ્ય પદાર્થ છે. જે મોટે ભાગે દરેક વ્યક્તિને ખુબ ખુબ પસંદ હોય જ છે. પણ આપણે જ્યારે ગામમા કે શહેરની કોઈ દુકાને જ્યારે પનીરનુ પેકેટ લેવા જઈએ ત્યારે તેનો ભાવ સાંભળતા જ લેવાનું મન જ થતુ નથી. કારણ કે જે પનીર આપણે દુકાનેથી લઈને આવીએ છીએ તે ખુબ જ મોંઘુ પડે છે.

પણ હવે આપણે દરેક સોયાબીનના દુધ માથી પણ સરળતાથી પનીર બનાવી શકીએ છીએ. ખર્ચ ફક્ત રૂપીયા 10 નો જ કરવાનો થાય છે અને બદલામા આશરે 200 ગ્રામ જેટલુ પનીર સહેલાઇથી પ્રાપ્ત થાય છે. તો તે કઈ રીતે બનાવી શકાય? અને કઈ વસ્તુની જરૂર પડે? તે જાણીએ.

બનાવવા માટેની વસ્તુઓ :

આ પનીરને તૈયાર કરવા માટે માત્ર 3 વસ્તુની જ આવશ્યકતા છે.

એક, તો છે સોયાબીનનુ દુધ ૧ લિટર.

બીજુ, બે મધ્યમ કદના લીંબુનો રસ અને

ત્રીજુ, ઈલાયચી.

પનીર તૈયાર કરવા માટેની વિધી :

પનીર બનાવવા માટે સૌથી પહેલા 1 લિટર સોયાબીનમા થોડીક ઇલાયચીનો ભૂક્કો નાખવો. ઇલાયચીનો ભૂક્કો નાખવાથી સયાબીનની ગંધ દુર થઇ જાય છે. પછી એમા ધીમે ધીમે કરતા લીંબુનો રસ ઉમેરો. જેને કારણે આ સોયબીનનુ દુધ ફાટવા માંડશે. જો લીંબુનો વપરાશ ના કરવો હોય, તો તમે સિરકાનો પણ ઉઅપયોગ કરી શકો છો.

ત્યાર બાદ આ દુધને ફુલ ગેસ પર ઊકળવા માટે મૂકી દો. આમ કરવાથી પનીર વાસણમાં તળીયાના ભાગમાં ભેગું થવા લાગશે. આ દુધને હલાવતા જવાનું છે. બધુ જ પનીર જ્યારે તળીયાના ભાગમાં ભેગું થશે, ત્યારે પાણી અને પનીર જુદા જુદા પડી જશે.

પછી આ તૈયાર થયેલ મીશ્રણ માંથી પાણીને ગાળી લેવાનું છે. હવે તેને એક સ્વચ્છ કપડામા કાઢી લો. ત્યાર બાદ આ તૈયાર થયેલ પનીરમા રહેલ ખટાશને દુર કરવા માટે તેને સાદા અને પીવાના પાણીની મદદથી ધોઈ નાખવું. આમ કરતા તેમા પાછા જમા થયેલ પાણીને કપડાના ટુકડામાં લઈને બરાબર દબાવીને દુર કરો. આ રીતે તમારુ સસ્તું, સ્વાદિષ્ટ પનીર તૈયાર છે. ઓછા ખર્ચેમાં વધુ પનીર.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.