ઘણા ઓછા ખર્ચમાં આ રીતે ઘરે જ બનાવો વોટર હીટર, મિનિટોમાં આવવા લાગશે ગરમ પાણી

0
1652

ઠંડીની સીઝન શરુ થઈ ચુકી છે અને ઠંડીમાં આપણને ગરમ પાણી કરવા માટે ઘરમાં ગીઝર અને હીટરની જરૂર પડે છે. પણ તે ઘણા મોંઘા હોય છે અને એનાથી વીજળી પણ ઘણી વપરાય છે. પણ અમે તમને આજે એક એવી ટ્રીક વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઘરે જ વોટર હીટર બનાવી શકો છો. અને તમે બનાવેલા આ હીટરથી ફક્ત 2 મિનિટમાં ગરમ પાણી આવવા લાગશે.

આ વોટર હીટરને બનાવવા માટે તમારે બજારથી અમુક વસ્તુઓ ખરીદીને લાવવી પડશે અને એને જોડવી પડશે. જેમ કે તમારે 90 mm ના બે PVC પાઇપ હૈડકેપ લાવવાના છે, અને સાથે જ એ પહોળાઈનો એક પાઈપનો ટુકડો લાવવાનો છે. સાથે જ એક PVC સીલ ગ્લુ લાવવાનું છે.

તેમજ તમારે 3 KV નું વોટર હીટર લાવવાનું છે, જે તમને ફક્ત 270 રૂપિયામાં મળી જશે. આ બધી વસ્તુઓથી તમે ઘણી સરળતાથી ઘરે જ વોટર હીટર બનાવી શકો છો. ખાસ વાત એ છે કે આ વોટર હીટરને ચાલુ કરતા જ ફક્ત 2 મિનિટની અંદર એમાંથી ગરમ પાણી આવવા લાગશે. તો આને બનાવવાની સંપૂર્ણ રીત જાણવા માટે વિડીયો જુઓ.

જુઓ વિડીયો :

આ માહિતી ઉન્નત ખેતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.