ઘરમાં તોડફોડ વગર પણ સુધારી શકાય છે ઘરનું વાસ્તુ, ફક્ત અહીં બનાવી લો ૐ, સ્વસ્તિક અને ત્રિશુળ

0
1931

જયારે કોઈ ઘર બનાવવા કે ખરીદવામાં આવે છે, તો તેના વાસ્તુ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. એવું કહેવા આવે છે કે ઘરમાં જો તમામ વસ્તુ વાસ્તુને અનુરૂપ હોય છે. તો બધું જ સારું થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. તેનાથી વિરુદ્ધ જો ઘર વાસ્તુના હિસાબે જ નથી બન્યું. તો વાસ્તુ દોષ ઉભા થાય છે જે ઘરમાં ગરીબી, આરોગ્ય બગડવું અને દુર્ભાગ્યપણું લાવે છે. હવે સમસ્યા એ છે કે ઘણી વખત પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે આપણે ઘરના વાસ્તુ ઉપર ધ્યાન નથી આપી શકતા. તે વખતે તેને સુધારવા જઈએ તો ઘરમાં ઘણી તોડ ફોડ કરવી પડી શકે છે.

આ તોડ ફોડ તમારા ખિસ્સા ઉપર પણ ભારે પડી જશે. તેવા સમયે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે ઘરમાં કોઈપણ પ્રકારની તોડ ફોડ કર્યા વગર વાસ્તુને સુધારી શકો છો.

મુખ્ય દ્વાર માટે :- તમારા ઘરનું મુખ્ય દ્વાર જો ઉત્તર-પશ્ચિમ દિશામાં બનેલું છે, તો તમે દરવાજાની બંને તરફ ઓમ, સાથીયો અને ત્રિશુલ લગાવી દો. તેની સાથે જ દરવાજાની બહાર પીરામીડ લગાવી દો. એમ કરવાથી ખોટી દિશામાં મુખ્ય દ્વાર હોવાથી ઉત્પન થતા વાસ્તુ દોષ દુર થઇ જશે. રસોડા માટે :- ઘરનું રસોડું જો ઉત્તર પૂર્વ દિશામાં બનેલું છે, તો રસોડાની બહાર કે ઉપર ૧૮ બાય ૧૮નો એક અરીસો લગાવી દો. તમે ધારો તો ઉત્તર પૂર્વ દિશામાં પીરામીડ પણ મૂકી શકો છો. તેનાથી રસોડાના વાસ્તુ દોષ દુર થઇ જશે. સંડાસ અને બાથરૂમ માટે :- ઉત્તર પૂર્વ દિશા ભગવાનનું સ્થાન હોવાને કારણે આ દિશામાં સંડાસ ક્યારે પણ ન હોવું જોઈએ. પરંતુ જો તમારા ઘરમાં એવું છે, તો તેની અંદર એક વાટકીમાં દરિયાઈ મીઠું નાખી દો. તેને તમે દર ૨૦ દિવસે બદલતા રહો. સાથે જ સંડાસની મોટી દીવાલ ઉપર એક અરીસો લગાવી દો. પ્રવેશ દ્વાર માટે :-તમારું પ્રવેશ દ્વાર જો દક્ષીણ પશ્ચિમ કે દક્ષીણ પૂર્વ દિશામાં છે, તો તેની બંને તરફ ઓમ, પીરામીડ અને સાથીયો લગાવો. એમ ન કરવું હોય તો પાંચ સાત લાકડી વાળું વિંડ ચાઈમ પણ ટીંગાડી શકો છો.

ઝાડ માટે :-

ઘરની આસપાસ નૈઋત્ય દિશા કે આગ્નેય દિશામાં કોઈ ઝાડ ન હોવું જોઈએ. આ સ્થિતિમાં તમારે રોજ સાંજે તેની પાસે લોટનો દીવડો કે અગરબત્તી પ્રગટાવવી જોઈએ.

તૂટેલી ફૂટેલી જગ્યા માટે :-

ઘરના ઉત્તર પૂર્વ ભાગમાં દરવાજા, દીવાલ કે કોઈ પણ વસ્તુ તૂટેલી ન હોવી જોઈએ. જો તેવું છે, તો ત્યાં એક મોટો એવો અરીસો લગાવી દો.

પાણીના સ્ત્રોત માટે :-

આગ્નેય દિશામાં જો કોઈ પાણીનો સ્ત્રોત જેવા કે કુવા કે બોર વગેરે છે, તો તેમાંથી ઉત્પન વાસ્તુ દોષથી તમારા ઘરની મહિલા કે બાળકોને શારીરિક તકલીફ થઇ શકે છે. તેને અટકાવવા માટે તે પાણીના સ્ત્રોત પાસે ફટકડીનો એક ટુકડો મુકો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.