ઘરમાં લગાવી દો બસ આ એક છોડ, શનિ દેવની મળશે કૃપા, જીવનની ઘણી સમસ્યાઓથી મળશે છુટકારો

0
1129

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની અશુભ અસર ચાલી રહી છે. તો તે સ્થિતિમાં ઘણા બધા ઝાડ છોડ એવા છે કે આ ખરાબ અસરને દુર કરવામાં સક્ષમ માનવામાં આવે છે, નવ ગ્રહોમાં જો વાત કરવામાં આવે શનિ ગ્રહને માણસના કર્મો મુજબ ફળ આપવા વાળા ન્યાયના દેવતા માનવામાં આવે છે. એ કારણે જ મોટાભાગના લોકો શનિદેવના નામથી જ ડરી જાય છે, બધા લોકો એવું ઈચ્છે છે કે તેમનાથી શની મહારાજ ક્યારે પણ નારાજ ન થાય, જેના માટે તે કેટલાય પ્રકારના ઉપાય અપનાવતા રહે છે.

જો માણસની કુંડળીમાં ગ્રહો દ્વારા દોષ ઉભા થઇ રહ્યા છે, તો તે અંગે ઉપાય કરીને ગ્રહોની અશુભ અસરને દુર કરવામાં આવી શકે છે. આજે અમે તમને આ પોસ્ટમાં શની ગ્રહ સાથે જોડાયેલા એક એવા છોડ વિષે જાણકારી આપવાના છીએ. જે માત્ર શનીના દોષોમાંથી જ છુટકારો નથી અપાવતા પરંતુ આ છોડ પોતાના ઘરમાં ઉગાડવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે, આ છોડ ઘરમાં ઉગાડવાથી ઘણા પ્રકારની સમસ્યાઓનું નિવારણ થાય છે.

અમે જે છોડ વિષે વાત કરી રહ્યા છીએ તે શમીનો છોડ છે, જો તમે આ છોડને તમારા ઘરમાં ઉગાડો છો, તો તેનાથી શનિદેવની સાડાસાતી અને તેની ખરાબ અસરને દુર કરી શકાય છે, તેનાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે, શમીનો છોડ ઘરમાં ઉગાડવાથી શની દેવતા સાથે સાથે તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

આવો જાણીએ શમીનો છોડ ઘરમાં ઉગાડવાથી તમને કઈ સમસ્યાઓ માંથી મળશે છુટકારો

જો કોઈ વ્યક્તિને શનિ ગ્રહથી ખરાબ અસર પડી રહી છે કે પછી શનીની સાડાસાતી કે શની ગ્રહ સાથે જોડાયેલી કોઈ સમસ્યા ઉભી થઇ રહી છે, તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે શમીના છોડ સામે નિયમિત રીતે સરસીયાના તેલનો દીવડો પ્રગટાવો, જો તમે માટીના દીવડાનો ઉપયોગ કરશો તો એ ઘણું સારું માનવમાં આવે છે, આ ઉપાય કરવાથી શનિદેવ તમારી ઉપર પ્રસન્ન થશે.

જો કોઈ વ્યક્તિ શમીનો છોડ પોતાના ઘરમાં મુખ્ય દરવાજાની બંને તરફ ઉગાડે છે, તો તેનાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી થઇ શકતો, એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં ઉગાડવાથી ધનની ખામી રહેતી નથી.

શનિદેવનો પ્રકોપ શાંત થાય છે અને વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમસ સમસ્યાઓ અને ખરાબ સમય પણ દુર થાય છે.

જો તમે કોઈ જરૂરી કામ માટે ઘરમાંથી બહાર નીકળી રહ્યા છો, તો તમે ઘરમાંથી નીકળતી વખતે શનીના છોડને પ્રણામ કરો, તેનાથી કામકાજમાં આવનારી અડચણો દુર થઇ જાય છે અને તમને તમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.

જો તમે શમીનો છોડ તમારા ઘરમાં ઉગાડો છો, તો તેનાથી શનિદેવ સાથે સાથે ભગવાન ગણેશજી પણ પ્રસન્ન થાય છે. તમે ગણેશજીની પૂજામાં લીલી દુર્વા ઉપરાંત શમીના પાંદડાનો પણ ઉપયોગ કરી શકો છો.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.