ઘરમાં એક જ ટોયલેટ હોવાથી પરેશાન હતી મહિલા, ફ્રેશ થવા માટે કાઢ્યો અજીબોગરીબ આઈડિયા.

0
1984

સવાર સવારમાં ફ્રેશ થવા માટે અમુકને વધુ સમય લાગે છે. પરંતુ જયારે આ સમસ્યા કુટુંબના બીજા લોકો માટે તકલીફ બની જાય છે તો સ્થિતિ વધુ ખરાબ થઇ જાય છે. કેમ કે કુટુંબના બીજા લોકોને પણ સંડાસનો ઉપયોગ કરવા માટે ઘણી રાહ જોવી પડે છે અને તે દુઃખી થતા રહે છે.

સ્થિતિ તો ત્યારે વધુ ખરાબ થઇ જાય છે જયારે ઘરમાં એક જ સંડાસ હોય. એક મહિલા પણ કાંઈક આવા પ્રકારની તકલીફમાંથી પસાર થઇ રહી હતી. તે પોતાના પતિ અને બાળકોને સંડાસમાં લાગતા સમયથી ઘણી દુઃખી થઇ ગઈ. આમ તો મહિલાએ તેનાથી બચવા માટે એક વિચિત્ર એવો આઈડિયા શોધી કાઢ્યો અને તેને સોશિયલ મીડિયા ઉપર શેર કરી દીધો. તેના આ આઈડિયાને વાચ્યા પછી લોકોને ઘણો આનંદ આવી રહ્યો છે.

ખાસ કરીને આ સમાચાર એક એવી મહિલાના છે. જેના ઘરમાં એટેચ સંડાસ બાથરૂમ છે. તે મહિલા પોતાના પતિ અને બાળકોને સંડાસમાં લાગતા સમયથી ઘણી જ દુઃખી થઇ ગઈ છે. સોશિયલ મીડિયા ઉપર પોતાની તકલીફ શેર કરતા મહિલાએ લખ્યું કે જયારે હું સવારે બાથરૂમ જવાનું વિચારું છું, તો મને હંમેશા રોકાયેલું જ મળે છે.

પહેલા માળ ઉપર બનેલા સંડાસમાં સવારના સમયે હંમેશા યા તો તેના પતિ કે પછી તેના બાળકમાંથી કોઈ એક ત્યાં બેઠેલા જોવા મળે છે. મહિલાના જણાવ્યા મુજબ, તે લોકોને ફ્રેશ થવામાં ઘણો સમય લાગે છે. જો કે આ લોકોની સરખામણીમાં હું જલ્દી ફ્રેશ થઈને બહાર આવી જાઉં છું.

જરૂરના સમયે સંડાસ માટે રાહ જોઈ જોઇને જયારે મહિલા દુઃખી થઇ ગઈ, તો તેણે આ તકલીફને પહોચી વળવા માટે ઘણો જ મજાનો વિચિત્ર આઈડિયા શોધી કાઢ્યો.

મહિલાનું કહેવું છે કે હવે તે પોતાના ઘરમાં ટાઈમ સ્લોટ અને પંચ કાર્ડ સીસ્ટમ લગાવવા વિષે વિચારી રહી છે. જેથી ઘરના દરેક સભ્યને સંડાસ ઉપયોગ કરવા માટે પાંચ મીનીટનો સમય મળશે.

મહિલાએ બીજા ઓપ્શન તરીકે તેણે સંડાસને ઈલેક્ટ્રીફાઈડ કરવાની વાત કરી છે. જોમાં એવી સીસ્ટમ રહેશે કે જો કોઈ પાંચ મિનિટથી વધુ બેસશે તો તેને કરંટનો ઝટકો લાગશે. સોશિયલ મીડિયા સાઈટ Mumsnet ઉપર આ સ્ટોરી શેર કરતા મહિલાએ લખ્યું કે અમારા ઘરમાં માત્ર એક સંડાસ છે, તે પણ પહેલા માળ ઉપર બાથરૂમ સાથે એટેચ છે.

જયારે પણ હું બાથરૂમનો ઉપયોગ કરવા માટે જાઉં છું, તો ત્યાં કોઈને કોઈ અંદર હોય છે. જેને કારણે જ મને ઘણી તકલીફ થતી હતી.

આમ તો મહિલાની આ પોસ્ટ ઉપર યુઝર્સે તેના આઈડીયાઝને ઘણા શેર કરી રહ્યા છે અને આનંદ ઉઠાવી રહ્યા છે. ઘણા યુઝર્સે મહિલાના વખાણ કરતા સલાહ આપી છે કે આ બધું કરવાને બદલે ઘરમાં એક બીજું બાથરૂમ કેમ નથી બનાવરાવી લેતા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.