ઘરના આ ખૂણામાં અગરબત્તી સળગાવો, ગરીબી મોઢું પણ નહીં દેખાડે

0
7352

વાસ્તુ શાસ્ત્ર જગતને ભારતે આપેલી એક દેન છે. અને તમે જાણતા હશો કે હિંદુ ધર્મમાં વાસ્તુનું ખુબ મહત્વ હોય છે. અને તમારા માંથી ઘણા બધા લોકો વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરતા જ હશો. એવું કહેવામાં આવે છે કે જે ઘરનું વાસ્તુ સારું હોય છે, ત્યાં ક્યારેય કોઈ તકલીફ નથી આવતી. તેનાથી વિપરીત જે ઘરમાં વાસ્તુનું ધ્યાન નથી રાખવામાં આવતું, ત્યાં તકલીફો પૂરી થવાનું નામ જ નથી લેતી.

એ વાત સામાન્ય છે કે ઘર બનાવતી વખતે દરેક લોકો વાસ્તુના નિયમોનું ધ્યાન રાખે છે. પરંતુ જયારે વાત ઘરમાં રહેલી બીજી વસ્તુઓની આવે તો એના માટે ખુબ ઓછા લોકો વાસ્તુનું ધ્યાન રાખે છે. આ વાતને જ ધ્યાનમાં રાખતા આજે અમે તમને બધાને વાસ્તુ શાસ્ત્ર મુજબ અગરબત્તી સળગાવવાની સાચી દિશા જણાવીએ.

હિંદુ ધર્મમાં અગરબત્તીનું પણ ખાસ મહત્વ છે. એને એક પવિત્ર અને શુભ સામગ્રી મનાય છે. હિંદુ ધર્મની માન્યતાઓ મુજબ જ્યાં પણ ભગવાનનું મંદિર અથવા મૂર્તિ હોય છે, ત્યાં દરરોજ સવાર સાંજ અગરબત્તી સળગાવવી શુભ માનવામાં આવે છે. ભગવાન સામે અગરબત્તી સળગાવીને આપણે આપણી આસપાસનું વાતાવરણ પોઝીટીવ બનાવીએ છીએ.

અગરબત્તી વિષે એવું કહેવામાં આવે છે કે અગરબત્તીમાંથી નીકળેલો ધુમાડો સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે. અગરબત્તીને ઘરમાં મુકવાથી વાતાવરણ સુખી અને સકારાત્મક રહે છે. ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેવાથી ભગવાન તમારા ઘરમાં વધુ સમય સુધી રહે છે જેનાથી તમને તેમના આશીર્વાદ મળે છે.

મિત્રો તમારામાંથી પણ ઘણા બધા લોકો પોતાના ઘરમાં સવાર સાંજ ભગવાનને અગરબત્તી જરૂર કરતા હશે. પરંતુ શું તમે જાણો છો? કે જો તમે આ અગરબત્તીને ભગવાન સામે ફેરવ્યા પછી એક ખાસ જગ્યા પર રાખો તો તમારા ઘરે હંમેશા લક્ષ્મીની કૃપા રહેશે. અને માત્ર એટલું જ નહી પણ આ ઉપાયથી તમારા ઘરમાં ક્યારેય ઝગડા પણ નહી થાય અને ઘટનું વાતાવરણ પોઝીટીવ રહશે.

ઘરની આ દિશામાં મુકો અગરબત્તી :

જો વાસ્તુ શાસ્ત્રનું માનીએ તો ઘરની દક્ષીણ દિશામાં અગરબત્તી મુકવી શુભ હોય છે. દક્ષીણ દિશામાં ઘરની સૌથી વધુ નેગેટીવ ઉર્જા રહે છે. એવામાં જયારે તમે આ દિશામાં અગરબત્તી લગાવો છો તો તેમાંથી નીકળતી સકારાત્મક ઉર્જા તે ખૂણાની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી દે છે. આ રીતે તમારા ઘરમાં જરાય નકારાત્મક ઉર્જા રહેતી નથી અને તમારું ઘર પોઝીટીવ ઉર્જાથી ભરાય જાય છે.

શાસ્ત્રોનું માનીએ તો લક્ષ્મીજી માત્ર તે જ ઘરમાં આવવાનું પસંદ કરે છે, જ્યાંનું વાતાવરણ હંમેશા પોઝીટીવ રહેતું હોય. એવામાં આ અગરબત્તી તમારા ઘરના ખૂણાને સકારાત્મક ઉર્જાથી ભરવામાં મદદ કરે છે. ખાસ કરીને કે જ્યારે દક્ષીણ દિશાની નકારાત્મક ઉર્જા નષ્ટ થઇ જાય છે તો ઘરમાં 100 ટકા સકારાત્મક ઉર્જા જ બચે છે. તેથી અહી લક્ષ્મીમાં માત્ર આવતી જ નથી પરંતુ લાંબા સમય સુધી રહે છે.

એ વાત તો તમે જાણો છો કે લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવે છે. એવામાં જો તે તમારા ઘરે હંમેશા આવતી રહેશે તો સામાન્ય એવી વાત છે કે તમારા ઘરમાં પૈસાની ક્યારેય કમી નહી થાય. આ ઉપાયથી માત્ર તમારા ઘરે પૈસા ખર્ચ થતા બંધ જ નહિ થાય પરંતુ પૈસાની આવકના નવા સાધન પણ ખુલી જશે.