આ ઉપાયથી તમારા ઘરમાં માખી, મચ્છર કે વંદો નહિ પણ સફાઈ દેખાશે. અને બાળકો પણ રહેશે સુરક્ષિત.

0
1900

ઘણા બધા ઘરોમાં માખી, મચ્છર અને વંદનો ત્રાસ રહેતો હોય છે. આ જીવો ઘરમાં ગંદકી અને બીમારીઓ ફેલાવે છે. માટે એમને ઘરમાંથી ભગાડવા ખુબ જરૂરી છે.

અને જો તમારા ઘરમાં પણ ગંદકી અને બીમારીઓ ફેલાવવા વાળા કીડા-મકોડા કે બીજા જીવોએ જોવા મળે છે, અને તમે એમનાથી છુટકારો મેળવવાનો કારગર ઉપાય શોધી રહ્યા છો, તો આજનો આ લેખ એમાં તમારી મદદ કરી શકે છે.

મિત્રો, જો તેમને આવા જીવ જંતુઓને ઘર માંથી ભગાડવાની કોઈ યોગ્ય રીત ખબર નથી, તો તમે નીચે જણાવેલો ઘરેલુ ઉપાય અજમાવો. આ ઉપાયથી તમને તમારી સમસ્યા માંથી છુટકારો મળશે. અને એની એક સારી વાત એ પણ છે કે, આનાથી કોઈ ઇન્ફેક્શન થવાનો ખતરો રહેતો નથી. અને આનાથી બાળકો પણ સંપૂર્ણ રીતે સુરિક્ષત રહે છે.

ઉનાળાની ઋતુમાં માખીનો ત્રાસ વધી જાય છે. અને માખીને ખુબ ખતરનાક જીવ માનવામાં આવે છે, કારણ કે તે કચરો અને ગંદી જગ્યાઓ પર બેસે છે, અને પછી ખાવાની વસ્તુઓ પર બેસીને એને દુષિત કરે છે. ભલે માખી તમને કરડતી નથી, પરંતુ તે ક્યારે કોઈના શરીરની આસપાસ કે કાનની પાસે ફરતી રહે છે, તો તમને ખુબ ખરાબ લાગે છે. અને તમને તેનાથી એલર્જી પણ થવા લાગે છે.

અને આમ પણ આ ઘરેલુ માખીઓ ગંદી વસ્તુઓ પર બેસે છે, તો ત્યાં રહેલા બેક્ટિરિયા એના પગ પર ચોંટી જાય છે. અને પછી એ માખી તમારા ખાવાની વસ્તુઓ પર બેસીને તેને દુષિત કરી નાખે છે. અને જયારે તમે તે દુષિત ખાવાનું ખાઓ છો તો તેમે બીમાર પડી જાઓ છો.

તો આ વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, કેવી રીતે તમે ઘર માંથી આવા વગરકામના મહેમાનોને ભગાડી શકો છો. તો આવો જાણીએ આ ઘરેલુ નુસખા વિષે.

જરૂરી સામગ્રી :

વિનેગર : 1/2 કપ

ઓલિવ ઓઇલ : 1/2 કપ

શેમ્પુ : 1/2 પાઉચ

વિધિ :

ઉપર જણાવેલ બધી સામગ્રીને એક સાથે મિક્ષ કરો, અને એને કોઈ સ્પ્રે વાળી બોટલમાં ભરીને સ્ટોર કરો.

મિત્રો, આ મિશ્રણને તમે ઘર પર કોઈ પણ જગ્યા પર સ્પ્રે કરી શકો છો, અને માખી, મચ્છર તેમજ વંદાથી છુટકારો મેળવી શકો છો. આ વસ્તુ બિલકુલ સેફ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.