જો ઘરમાં દેખાઈ આવે ગરોળી, તો એને જોતા જ તરત કરી દો આ કામ, ક્યારે પણ નહિ રહે ઘનની તંગી

0
5304

જયારે પણ ઘરમાં ગરોળી દેખાય ત્યારે તેને જોતા જ કરી દો આ કામ, ઘનની તંગી થશે દૂર

સામાન્ય રીતે આપણા બધાના ઘરમાં ક્યારેક ને કયારેક તો ગરોળી જોવા મળી જ જાય છે. હા પણ એ વાત અલગ છે કે ગરોળી કોઈને ગમતી નથી હોતી. અને ઘણા માણસો તો ગરોળીથી ડરે પણ છે, એમાં મહિલાઓનું પ્રમાણ વઘારે હોય છે.

જો કોઈવાર અચાનક જ તમારી ઉપર ગરોળી પડી જાય, તો તમે તેનાથી ખુબ જ ડરી જાવ છો. આપણે આ ઘટનાને  સામાન્ય ગણતા હોઈએ છીએ. આમ તો આખી દુનિયા તમને એવા ઘણા જીવ જોવા મળશે, જે તમારી સાથે તમારા ઘરમાં જ રહેતા હોય છે. પરંતુ ગરોળીને લઈને ઘણા પ્રકારની વાતો શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવી છે. અને તે જાણવી ઘણી જ જરૂરી છે.

સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં તો તમને ગરોળી એક કે બે જ જોવા મળશે. પરંતુ જો તેને ભગાડવામાં ન આવે તો તમને ઘરમાં તેનું આખું કુટુંબ જોવા મળી શકે છે. તે તમને બારે મહિના ઘરમાં જોવા મળે છે, પરંતુ ગરમીમાં જીવ જંતુના વધારાને લઈને થોડી વધુ જ જોવા મળે છે.

હવે જયારે આપણે બધા ઘરમાં ગરોળી જોઈએ છીએ, તો વધારે રીએક્ટ નથી કરતા અને એક સામાન્ય ઘટના સમજીને તેને અવગણી દઈએ છીએ. પણ જણાવી દઈએ કે તે સામાન્ય નથી, પરંતુ ઘણી જ મહત્વની ઘટના છે. અને તેને ઘણા જ ઓછા લોકો જાણે છે. ગરોળી ઝેરીલી હોય છે અને જો કોઈ ખાવાની વસ્તુમાં પડી જાય તો ઝેર ફેલાવી દે છે. પરંતુ ઘણા ઓછા લોકો નથી જાણતા કે તે ગરોળીઓ કરડે પણ છે.

જણાવી દઈએ કે તેનું ઝેર ઘણું ખતરનાક હોય છે, અને જો યોગ્ય સમયે તેનો ઈલાજ ન કરાવવામાં આવે, તો જીવ પણ જઈ શકે છે. પરંતુ બીજી રીતે તમને એ પણ ખબર નહિ હોય કે ગરોળી ઘરમાં હોવાથી ઘણા બધા ફાયદા પણ છે. ખાસ કરીને જો આપણે વાત કરીએ શાસ્ત્રોની તો જણાવવામાં આવ્યું છે કે, માણસના જીવનમાં કુદરતનો વિશેષ ભાગ વ્યક્તિ સાથે જંતુનો પણ માનવામાં આવે છે. અને તેવામાં જીવ જંતુઓ સાથે ઘણી જ શુભ અશુભ વાતો જોડાયેલી છે. જે ગરોળી સાથે પણ જોડાયેલી છે. અને આજે અમે તમને એ જણાવીશું.

૧. તો મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે, જો ગરોળી દિવાળીની રાત્રે ઘરમાં જોવા મળે છે, તો સમજી જાવ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરવાના છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે, તે રાત્રે ઘરમાં ગરોળી દેખાવી શુભ માનવામાં આવે છે. એવું જે ઘરમાં થાય છે ત્યાંથી આર્થિક તંગી દુર રહે છે, એટલું જ નહિ તેની સાથે ઘરમાં ધન લાભ આખું વર્ષ જળવાઈ રહે છે.

૨. તેમજ આપણા શાસ્ત્રો મુજબ એવું પણ માનવામાં આવે છે કે, જો તમને તે દિવસે ગરોળી દેખાય તો મંદિરમાં રાખેલા સિંદુર અને ચોખા લઈને ગરોળી ઉપર છાંટી દો. અને આમ કરતા દરમિયાન મનમાં તમારી મનોકામના બોલો. તેનાથી તમારી ઈચ્છા પૂરી થઇ જશે.

૩. ગરોળી વિશેની અન્ય વાત જે શાસ્ત્રમાં છે તે છે કે, દિવસમાં ભોજન કરતી વખતે જો તમને ગરોળીનું બોલવાનું સંભળાય, તો તમને જલ્દી જ કોઈ શુભ સમાચાર મળે છે. કે પછી કોઈ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આમ તો આ ઘટના ઘણી ઓછી બને છે, કેમ કે ગરોળી મોટાભાગે રાતના સમયે જ બોલે છે.