જો તમે ઘરમાં ઉગેલા છે આ છોડ, તો તમારે ત્યાં પુષ્કળ પૈસા વરસશે, મળશે સુખ-સમૃદ્ધી.

0
3073

પ્રકૃતિએ આપણને દરેક વસ્તુ મફતમાં આપી છે. અને તે આપણી પાસે કયારેય તેનો હિસાબ નથી માંગતી. અને પ્રકૃતિ તરફથી મળેલી કિંમતી વસ્તુઓ માંથી એક છે વૃક્ષ અને છોડ. એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે, જો વૃક્ષ અને છોડ આ ધરતી ઉપર ન હોય તો આપણું જીવન શક્ય જ ન હોત. કારણ કે વૃક્ષ આપણને ઓક્સીજન આપે છે જે જીવવા માટે ઘણું જ જરૂરી છે. તેવા ઘણા બધા વૃક્ષ અને છોડ પ્રકૃતિએ આપણને આપ્યા છે જે આપણા માટે ઘણા ઉપયોગી સાબિત થાય છે.

ઘણા વૃક્ષ, છોડ અને વેલા આપણને ખાવા માટે શાકભાજી અને ફળ આપે છે. અને ઘણા વૃક્ષ અને છોડ ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેનાથી અસાધ્ય રોગો માંથી છુટકારો મેળવી શકાય છે. તો અમુક એવા વૃક્ષ અને છોડ પણ છે, જે આપણા ઘરમાં ઉગાડવામાં આવે તો એ ઘણું શુભ માનવામાં આવે છે. જો તમે આ છોડને તમારા ઘરમાં ઉગાડો છો તો તેનાથી તમને આર્થિક તંગીથી છુટકારો મળશે અને ધન મેળવવાના રસ્તા ખુલે છે. આજે અમે તમને એવા વૃક્ષ અને છોડ વિષે માહિતી આપવાના છીએ જે તમે ઘરમાં ઉગાડીને તમે તમારું નસીબ બદલી શકો છો.

આવો જાણીએ ક્યા એવા ઝાડ છોડ જે બદલી શકે છે નસીબ :

મની પ્લાન્ટ :

મની પ્લાન્ટનો છોડ મોટાભાગના લોકોના ઘરે તમે ઘરના સુશોભન માટે લગાવેલો જોયો હશે. અને આ છોડના નામ પરથી જ એવું પ્રતીત થાય છે કે તેનો સંબંધ ધન સાથે છે. લોકોનું એવું માનવું છે કે તેની વેલ ઘરમાં ઉગાડવાથી સુખ-સમૃદ્ધી વધે છે. જો તમારે મની પ્લાન્ટનો છોડ ગરમા લગાવવો છે, તો તમારે એને અગ્ની દિશામાં લગાડવો જોઈએ. તે ઘણું જ શુભ માનવામાં આવે છે. કેમ કે આ દિશામાં દેવતા ગણેશજી છે, અને તેના પ્રતિનિધિ શુક્ર છે. જો તમે તેને ઘરમાં ઉગાડો છો તો ધન સંબંધિત તમામ તકલીફો દુર થાય છે.

કેળાનું ઝાડ :

આ યાદીમાં આગળ આવે છે કેળાનું ઝાડ. હિંદુ ધર્મમાં માનવા વાળા લોકો સમૃદ્ધી મેળવવા માટે કેળાના ઝાડની પૂજા કરે છે. અને ઘરની ચાર દીવાલમાં કેળાનું ઝાડ ઉગાડવું ઘણું જ શુભ માનવામાં આવે છે. તે બ્રૂહસ્પતી ગ્રહનું કારક હોવાને કારણે તેને ઈશાન ખૂણામાં ઉગાડવું શુભ રહે છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પણ કેળાનો ભોગ ચડાવવામાં આવે છે. ઘરની અંદર તો તમે એને નથી ઉગાડી શકતા, પણ જો તમે તેને તમારા આંગણામાં ઉગાડો છો તો તેનાથી સુખ સમૃદ્ધી મળે છે.

તુલસીનો છોડ :

એ વાત તો તમે બધા જાણો જ છો કે, હિંદુ ધર્મમાં તુલસીના છોડને ઘણો જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. અને લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય જ છે. હિંદુ ધર્મમાં તુલસીને માતા લક્ષ્મીજીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ રાખવો હોય તો એને પૂર્વ દિશા કે ઈશાન ખૂણામાં ઉગાડવો જોઈએ. જો તુલસીનો છોડ તમારા ઘરમાં ઉગાડવામાં આવે છે, તો તેનાથી તમામ પ્રકારના જીવાણુંઓનો ઘરમાં આવતા પહેલા જ નાશ થઈ જાય છે.

નિયમિત રીતે સવાર સાંજ તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ. તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધીનો વિકાસ કરે છે. જો તમે એના પાનનું નિયમિત રીતે સેવન કરો છો, તો તેનાથી ગંભીર માં ગંભીર બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.

રજનીગંધા :

આ યાદીમાં આગળ આવે છે રજનીગંધા. રજનીગંધાની ત્રણ પ્રકારની જાત હોય છે. અને એમાંથી સુગંધિત તેલ અને અત્તર પણ બનાવાય છે. તેમજ એમાં ઘણા ઔષધીય ગુણ પણ રહેલા હોય છે. જેથી તમે ગંભીર બીમારીઓ માંથી મુક્તી મેળવી શકો છો. આ છોડને પણ ઘરમાં લગાવવો શુભ કહેવાય છે.

અશ્વગંધા :

અશ્વગંધાના છોડની વાત કરીએ તો આપણા પ્રાચીન વાસ્તુ શાસ્ત્ર અનુસાર અશ્વગંધાનું ઝાડ ઉગાડવાથી સુખ અને સમૃદ્ધીની પ્રાપ્તિ થાય છે. અશ્વગંધાના ઝાડમાં ઘણા બધા આયુર્વેદિક ઔષધીય ગુણ આવે છે. જેનાથી આપણને ઘણા બધા લાભ પણ મળે છે. માટે શક્ય હોય તો આ છોડ પણ ઘરમાં લગાવવો જોઈએ.

નારીયેળનું ઝાડ :

આપને ત્યાં નારીયેળના ઝાડને લઈને એવી માન્યતા છે કે, નારીયેળનું ઝાડ સકારાત્મક ઉર્જાથી ભરપુર હોય છે. આથી તે મંગળકારી ઝાડ ઘરના આંગણામાં હોય, તો ઘરમાં ધન અને સમૃદ્ધી જળવાયેલી રહે છે. અને તમારા ઘરમાં નારીયેળનું ઝાડ ઉગાડેલું છે તો તેનાથી રાહુ અને કેતુ દ્વારા ઉભી થતી તકલીફો થતી નથી. જો તમારા ઘરનું આંગણું મોટું હોય તો તમે આ ઝાડ અવશ્ય લગાવો.