ઘરમાં આ જગ્યાએ સ્વસ્તિક બનાવવો ઘણો શુભ, હંમેશા રહે છે સુખ શાંતિ અને દુર થાય છે ગરીબી

0
681

ઘરની આ જગ્યા પર સ્વસ્તિક બનાવવો માનવામાં આવે છે ઘણો શુભ, હંમેશા સુખ શાંતિ રહે છે અને ગરીબી દૂર થાય છે

એક માણસને જીવનમાં માત્ર બે જ વસ્તુની જરૂર રહે છે. પહેલું સુખ અને બીજું પૈસા. આજના સમયમાં આ બંને જ વસ્તુ જેની પાસે છે તે દુનિયાના સૌથી નસીબદાર માણસ છે. હંમેશા એવું બને છે કે જો કોઈ માણસ પાસે પૈસા ઘણા છે પણ તે સુખ નથી, તે જો કોઈ કુટુંબીક દ્રષ્ટીએ સુખી છે તો પૈસાની તકલીફ ભોગવી રહ્યા છે. તેવામાં પ્રશ્ન એ ઉઠે છે કે ખરેખર એવું શું કરવામાં આવે જેનાથી આપણા જીવનમાં સુખ અને પૈસા બંને જ આવી જાય. બસ આજે અમે તમને એવી વસ્તુ સાથે જોડાયેલો એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

આ ઉપાય હેઠળ તમારે તમારા ઘરની થોડી વિશેષ જગ્યા ઉપર સ્વસ્તિકનું નિશાન બનાવવાનું છે. સ્વસ્તિકને હિંદુ ધર્મમાં ઘણો પવિત્ર માનવામાં આવે છે. તે એક શુભ સંકેત જેવું હોય છે. તેમાં પોઝેટીવ એનર્જી પણ પુષ્કળ હોય છે. સાથે જ તે એક ભાગ્યની નિશાની તરીકે પણ જોઈ શકાય છે. તે કારણ છે કે તેને પોતાના નિવાસ સ્થાન એટલે કે ઘરમાં લગાવવાના ઘણા બધા ફાયદા થાય છે. તો આવો તે જગ્યાઓ વિષે જાણી લઈએ.

પૂજા ઘરની પાસે :

તમારા ઘરમાં જે પણ પૂજા સ્થળ છે ત્યાં સ્વસ્તિકનું નિશાન બનાવવું શુભ માનવામાં આવે છે. તમે તેને મંદિરની નીચે કે સામે બનાવી શકો છો. આ સ્થળે સ્વસ્તિક બનાવવાથી સકારાત્મક ઉર્જાનું સ્તર પૂજા ઘરમાં ઘણું વધી જાય છે. તે પોઝીટીવ એનર્જી પૂજા કરવા વાળાના મગજને શાંત અને સકારાત્મક કરે છે. સાથે જ તેનાથી ભગવાન પણ આકર્ષિત થાય છે અને તમારી મનોકામના જલ્દી સાંભળે છે.

મુખ્ય દરવાજા ઉપર :

ઘરના મુખ્ય દરવાજા ઉપર સ્વસ્તિક બનાવવાથી ઘણા બધા લાભ છે. તેનાથી તમારા ઘરે કોઈ પણ નેગેટીવ શક્તિઓ નથી આવતી. સાથે જ લોકોની ખરાબ દ્રષ્ટિ પણ નથી લાગતી. સ્વસ્તિક વાળા દરવાજેથી માતા લક્ષ્મીજી પણ પ્રવેશ કરવાનું પસંદ કરે છે. એટલે કે તે તમને પૈસા કમાવાની તક અને ઘરનું રક્ષણ બંને જ આપે છે. સ્વસ્તિક સાથે તમે શુભ અને લાભનો ઉપયોગ પણ દરવાજા ઉપર કરી શકો છો. તેના માટે આસપાસ શુભ લાભ અને વચ્ચે સ્વસ્તિક લગાવો.

તિજોરી ઉપર :

તમે ઘરમાં જે તિજોરી કે કબાટની અંદર પૈસા રાખો છો, તેની ઉપર સ્વસ્તિકનું નિશાન જરૂર બનાવો. તેનાથી તમારા પૈસાની બરકત તો હંમેશા જળવાયેલી રહેશે, પણ સાથે જ તેમાં દિવસને દિવસે વૃદ્ધી પણ થતી જશે. આ સ્વસ્તિક પોતાની પોઝેટીવ એનર્જીથી માં લક્ષ્મીજી અને ધનના દેવતા કુબેરને આકર્ષિત કરશે. એટલા માટે તિજોરી ઉપર સ્વસ્તિક બનાવવું ઘણા લાભ પુરા પાડે છે. તે તમારી ધનની સમસ્યા પણ દુર કરી શકે છે.

બેડરૂમમાં :

જો પતિ પત્ની વચ્ચે ઘણા ઝગડા થાય છે અને તેને એક બીજા સાથે સારું બનતું નથી તો સ્વસ્તિક તમને બચાવી શકે છે. તમે તમારા બેડરૂમમાં એવી જગ્યાએ સ્વસ્તિક લગાવો જ્યાં તે તમને રોજ આવતા જતા દેખાય. તે જોવાથી જ પતિ પત્નીના વિચાર સકારાત્મક રહેશે અને એક બીજા સાથે લડાઈ ઝગડા નહિ થાય. તમે ધારો તો સ્વસ્તિકની ફોટો ફ્રેમ પણ દીવાલ ઉપર લગાવી શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.