ઘરે બેઠા મેળવો તમારા PFના પૈસા, ઓફીસના ધક્કાની માથાકૂટ થઈ દૂર.

0
3201

આજના ડીઝીટલ યુગમાં દરેક કામ એકદમ સરળ બની ગયું છે. અને ખાસ કરીને નાણાકીય તો દરેક કામ સરળ બની ગયા છે. પહેલાના સમયે બેંકમાં પૈસા ઉપાડવા માટે લાંબી લાંબી લાઈનોમાં કલાકો ઉભા રહેવાની જરૂર પડતી હતી.

લોકો હંમેશા પોતાના પ્રોવીડેંટ ફંડના પૈસા મેળવવા માટે દુઃખી રહે છે. આમ તો પ્રોવીડેંટ ફંડ લાંબા સમય માટે કરવામાં આવેલું રોકાણ હોય છે. પરંતુ ઘણી વખત લોકો તેને સમય પહેલા લેવા માંગે છે. પણ જાણકારીના અભાવને લીધે તેના માટે ઘણું ભટકવું પડતું હોય છે. હવે પીએફના પૈસા લેવા માટે તમારે ઓફીસના ધક્કા નહિ કરવા પડે, પરંતુ ઘરે બેઠા જ તમે પૈસા કાઢી શકશો. આવો જાણીએ કે તમે કેવી રીતે ઓનલાઈન પીએફના બધા પૈસા લઇ શકો છો.

જો તમે ઓનલાઈન પીએફના પૈસા લેવા છે, તો પાંચથી ૧૦ દિવસમાં જ તમારા પૈસા બેંક ખાતામાં આવી જશે. તેના માટે તમારે ઇપીએફઓ (EPFO) ની વેબસાઈટ ઉપર જવું પડશે અને ત્યાંથી તમને તમારા પૈસા લેવા માટે અરજી કરવાની રહેશે. બીજી સ્લાઈડમાં જાણીએ વેબસાઈટ દ્વારા તમે કેવી રીતે તમારા પૈસા માટે અરજી કરી શકો છો.

સૌથી પહેલા ઇપીએફઓની વેબસાઈટ ઉપર જઈને તમારે તમારો યુએએન નંબર, પાસવર્ડ અને કેપ્ચા નાખવાના રહેશે. આ માહિતી નાખીને લોગ ઇન કર્યા પછી તમારી સામે મેનેજનો એક વિકલ્પ આવશે. ત્યાં ક્લિક કર્યા પછી તમે તમારી કેવાઈસીની માહિતીની તપાસ કરી લો. તમારી જાણકારીની તપાસ કર્યા પછી તમારે ઓનલાઈન સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ અરજી ફોર્મને સબમિટ કરવા માટે તમારે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમના વિકલ્પની પસંદગી કરવાની રહેશે.

પીએફની માહિતી તમને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એસએમએસ દ્વારા મળી જશે. આમ તો ઓનલાઈન પૈસા કાઢવા માટે તમારું પીએફ ખાતું આધાર સાથે લીંક થવું જરૂરી છે. જો તમારું આધાર ઇપીએફ ખાતા દ્વારા લીંક નહિ થાય, તો તમે ઓનલાઈન તમારું પીએફ ક્લેમ નહિ કરી શકો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.