આ રીતે તમે માત્ર 5 રૂપિયામાં ઘરે બેઠા જ દાંતની બધી જીવાત કાઢી શકો છો, જાણવા ક્લિક કરો.

0
2666

મિત્રો તમે બધા સારી રીતે જાણો છો કે, દાંતનું સ્વસ્થ હોવું આપણા માટે કેટલું જરૂરી છે. જો દાંતમાં કોઈ પણ સમસ્યા હોય તો તે આપણી ઊંઘ તો ખરાબ કરે જ છે, અને સાથે સાથે આપણને ખાવામાં પણ ઘણી તકલીફ થાય છે. એટલા માટે જ જયારે આપણે નાના હોઈએ છીએ, ત્યારથી જ એ વાત આપણને શિખવવામાં આવે છે કે, આપણે રોજ સવારે ઉઠીને આપણા દાંત સાફ કરવા જોઈએ. જો આપણે રોજ સવારે બ્રશ ન કરીએ તો આપણા દાંતમાં જીવાત પડી જાય છે, અને તે જીવાતને લીધે આપણા દાંતમાં ખુબ દુઃખાવો થાય છે.

અને દાંતનો દુઃખાવો સહન કરવો ઘણો જ મુશ્કેલ હોય છે. તેમજ ઘણી વાર દાંતોના દુઃખાવાને કારણે માથામાં પણ દુઃખાવો થવા લાગે છે. જે આપણી મુશ્કેલી વધારો કરે છે. તેમજ ઘણા લોકોને દાંતમાં કેલ્શિયમના કારણે પણ તકલીફ થતી હોય છે. એવામાં ઘણા લોકો દાંતના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે દાંત જ કઢાવી નાખે છે. પણ જાણકારી માટે જણાવી દઈએ કે, દાંતનો દુ:ખાવો કોઈપણ ઉંમરમાં થઇ શકે છે. અને દાંતના દુઃખાવાના લીધે આપણે કોઈ પણ વસ્તુને બરોબર ખાઈ કે પી પણ નથી શકતા.

મિત્રો દાંતમાં જીવાત પડવાની વાત કરીએ તો તે ઘણા કારણોથી થઇ શકે છે. જેમ કે વધારે પ્રમાણમાં ગળ્યું ખાવાને કારણે દાંતમાં જીવાત પડી શકે છે, તેમજ જો તમે તમારા દાંતની સાફ સફાઈમાં બરોબર ધ્યાન ન આપતા હો, તો પણ તમારા દાંતમાં જીવાત લાગી શકે છે. નાના બાળકોમાં દાંતમાં જીવાત ટોફી કે ચોકલેટ ખાવાથી થઇ શકે છે.

તો આ વાતોને ધ્યાનમાં રાખીને આજે અમે તમને એવી ઘરેલું ટીપ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ઘરે બેઠા 2 મીનીટમાં દાંતમાં પડેલી જીવાતથી મુક્તિ મેળવી શકો છો. અને તમને આ સમસ્યા માંથી છુટકારો આપવામાં જે વસ્તુ મદદ કરશે એ છે ફટકડી.

જણાવી દઈએ કે, પહેલાના સમયમાં ફટકડીનો ઉપયોગ પાણી સાફ કરવા માટે થતો હતો. પણ શું તમે જાણો છો? કે 5 રૂપિયાની આ વસ્તુની મદદથી આપણે 2 મીનીટમાં દાંતમાં પડેલી જીવાતને કાઢીને બહાર ફેકી શકીએ છીએ. એના માટે તમારે ફટકડી અને સરસિયાના તેલને મિક્સ કરીને જીવાત લાગેલા દાંત પર લગાવવાનું છે. તેનાથી બધી જીવાત બહાર નીકળી જશે. અને તમને તમારી સમસ્યા માંથી છુટકારો મળી જશે.

આ ઉપાય સિવાય નીચે જણાવેલા ઘરગથ્થું ઉપચાર પણ દાંતના દુ:ખાવા માટે અસરદાર છે.

લવિંગનો ઉપાય :

લવિંગમાં એવા ઔષધીય ગુણ રહેલા છે, જે બેક્ટેરિયા અને બીજા જીવાણુંઓનો નાશ કરે છે. અને દાંતના દુ:ખાવાનું મૂળ કારણ બેક્ટેરિયા અને બીજા જીવાણુંનું ફેલાવું જ હોય છે, તેથી લવિંગના ઉપયોગથી બેક્ટેરિયા અને બીજા જીવાણુંનો નાશ થાય છે. જેથી દાંતનો દુ:ખાવો દુર થવા લાગે છે. ઘરગથ્થું ઉપચારમાં લવિંગને તે દાંતની બાજુમાં મુકવામાં આવે છે, જે દાંતમાં દુ:ખાવો થાય છે. પણ દુખાવો ઓછો થવાની પ્રક્રિયા થોડી ધીમી થાય છે. તેથી તેમાં ધીરજની જરૂર રહે છે.

હિંગ :

જણાવી દઈએ કે, જયારે પણ દાંતના દુ:ખાવા માટે ઘરગથ્થું સારવારની વાત કરવામાં આવે છે, તો હિંગનું નામ સૌથી પહેલા આવે છે. એવું એટલા માટે થાય છે, કારણ કે તે દાંતના દુ:ખાવા માંથી ખુબ ઝડપથી મુક્તિ અપાવે છે. અને તેનો ઉપયોગ કરવો સૌથી સહેલો છે. એના માટે તમે ચપટીભર હિંગને મોસંબીના રસમાં ભેળવીને, તેને રૂ માં લઈને પોતાના દુ:ખાવા વાળા દાંતની બાજુમાં મૂકી દો. કેમ કે હિંગ લગભગ દરેક ઘરમાં મળી આવે છે તેથી દાંતના દુ:ખાવા માટે આ ઉપચાર ખુબ અનુકુળ, સરળ અને અસરકારક માનવામાં આવે છે.