ઘણી સુંદર અને બોલ્ડ છે ટીવીની ‘માયા’ બિપાશા બસુના પતિ સાથે કર્યા હતા પહેલા લગ્ન.

0
1745

બોલીવુડમાં આજકાલના સમયમાં ક્લાકારોના ઘણી ઝડપથી લગ્ન થઇ જાય છે, અને છૂટાછેડા પણ થઇ જાય છે, તેવી જ રીતે નાના પડદા ઉપર પણ એવા ઘણા કલાકારો છે, જેમના લગ્ન ઝડપથી થઇ જાય છે અને છૂટાછેડા પણ ઝડપથી થઇ જાય છે, એવા જ એક કલાકાર વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ટીવી શો ‘બેપનાહ’ માં જોયાનુ પાત્ર ભજવવા વાળી ટીવી હિરોઈન જેનીફર વિંગેટનો ૩૦મે ના રોજ જન્મદિવસ છે. જેનીફર વિંગેટ સૌથી પહેલા ‘દિલ મિલ ગયે’ થી ચર્ચામાં આવી હતી. ત્યાર પછી જેનીફરનો માસુમ ચહેરો દરેકના મનમાં વસી ગયો. જેનીફરના જન્મદિવસે આવો તમને જણાવીએ છીએ તેની સાથે જોડાયેલી થોડી રસપ્રદ વાતો.

જેનીફર વિંગેટની સુંદરતા કોઈપણ બોલીવુડ હિરોઈન ઉપર ભારે પડે છે. જેનીફર વિંગેટની સુંદરતાના તેમના પ્રશંસકો ઘાયલ છે. સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના પ્રશંસકો સાથે જોડાયેલી રહે છે અને પોતાના ફોટા પોસ્ટ કરતી રહે છે.

જેનીફરને ’૫૦ સૌથી વધુ સેક્સી એશીયાઇ મહિલાઓની યાદીમાં ઉમેરવામાં આવી ચુક્યા છે. જેનીફરના ‘દિલ મિલ ગયે’, ‘સરસ્વતી ચન્દ્ર’, ‘બેહદ’, ‘બેપનાહ’ જેવા ટીવી શો દ્વારા ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી.

જેનીફરની માં પંજાબી અને પિતા મરાઠી ક્રિશ્ચિયન છે. જેનીફરે ૧૨ વર્ષની ઉંમરમાં જ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી દીધો હતો. પહેલી વખત તેણે સુપરસ્ટાર આમીર ખાનની ફિલ્મ ‘અકેલે હમ અકેલે તુમ’ માં જોવા મળી હતી.

જેનિફરે વર્ષ ૨૦૦૦માં ‘શાકા લાકા બુમ બુમ’ થી બાળ કલાકાર તરીકે નાના પડદા ઉપર પ્રવેશ કર્યો હતો. પોતાના અભિનયથી બધાને દીવાના બનાવનારી જેનીફર હિરોઈન નહિ એર હોસ્ટેસ બનવા માગતી હતી.

વર્ક ફ્રંટની વાત કરીએ તો લાંબા બ્રેક પછી જેનીફર વિંગેટ ફરીથી કામ ઉપર પાછી ફરી ચુકી છે. જેનીફરે ALTBalaji ની વેબ સીરીઝ ‘લોડ એમ’ નું શુટિંગ શરુ કરી દીધું છે. જેનીફર વિંગેટ છેલ્લી વખત ટીવી શો ‘બેપનાહ’ માં જોવા મળી હતી.

ટીવી હિરોઈન જેનીફર વિંગેટ અને કરણ સિંહ ગ્રોવરે ૨૦૧૪માં છૂટાછેડા લઇ લીધા હતા. છૂટાછેડા પછી કરણે બિપાશા સાથે લગ્ન કરી લીધા, અને જેનીફર આજે પણ સિંગલ છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.