ઘણી સૌભાગ્યશાળી હોય છે એ મહિલાઓ, જેમના આ 5 અંગ હોય છે મોટા, એમના ઘરમાં આવે છે, સુખ, સુખ ને સુખ.

0
2264

આપણા ભારત દેશમાં શરૂઆતના સમયથી સ્ત્રીને દેવી સમાન ગણવામાં આવે છે. અને હિંદુ ઘર્મના લોકો નારીને દેવીનું રૂપ માને છે. અને જો દુનિયામાં સ્ત્રી જ ના હોય, તો આ દુનિયા માંથી માણસોનું અસ્તિત્વ જ મટી જાય. પરંતુ આજના આ કાળીયુગમાં મહિલાઓની સ્થિતિ ખુબ ખરાબ છે. આજે પણ ઘણા લોકો ઘરે દીકરી જન્મવા પર અભિશાપથી ઓછું સમજતા નથી.

આપણે બધા એ વાત જાણીએ છીએ કે, એક મહિલા સંસારની મૂળ સુત્રધારક હોય છે. અને આ વાત જાણતા હોવા છતાં પણ લોકો એમની ઈજ્જત કરતા નથી. પરંતુ એ કહેવું પણ ખોટું નહિ હોય કે, કેટલીક હદ સુધી લોકોએ મહિલાઓ વિષેની પોતાની અવધારણા જરૂર બદલી છે. પરંતુ હમણાં પણ ઘણા લોકો એવા છે, જે દીકરી પૈદા થતા જ માતમ મનાવતા હોય છે. પરંતુ તે લોકોને ખબર નથી કે આજના યુગમાં મહિલાઓ પરુષોથી કોઈ પણ બાબતમાં પાછળ નથી, તે પુરૂષોની સાથે ખભાથી ખભો મેળવીને ચાલે છે.

એવા લોકોને એ વાતની ખબર નથી હોતી કે, દીકરો તેમને ઠુકરાવી શકે છે, અને એવી પરિસ્થિતિમાં દીકરીઓ જ હોય છે, જે તેમને પોતાની સાથે રાખે છે. આ વાત બિલકુલ સાચી છે કે, દીકરીઓ લગ્ન પછી પણ દીકરી જ રહે છે. પણ એક દીકરો લગ્ન પછી પતિ બની જાય છે. આજના આ લેખમાં અમે તમને મહિલાઓના 5 અંગ વિષે જણાવીશું જે મોટા હોય તો એ મહિલાઓ ઘણી સૌભાગ્યશાળી કહેવાય છે. અને એવી મહિલાઓ એમના પતિના નસીબને પણ ચમકાવી શકે છે.

લાંબુ નાક :

તેમજ જે મહિલાઓનું નાક લાંબુ હોય છે, તેમનામાં કોઈપણ મુશ્કેલીને શાંતિથી ઉકેલવાની ક્ષમતા હોય છે. આ મહિલાઓને ખર્ચ કરવાનો શાખ હોય છે, પરંતુ તેમના દ્વારા ખર્ચ કરવામાં આવેલ પૈસા ક્યારે પણ ફોગટ જતા નથી. આથી તે ઘરની આર્થિક સ્થિતિને સારી રીતે સંભાળી શકે છે.

લાંબી આંગળીઓ :

જણાવી દઈએ કે, જે મહિલાઓની આંગળીઓ લાંબી હોય છે તે ખુબ બુદ્ધિમાન હોય છે અને તેમને વાંચવા લખવાનું ખુબ પસંદ હોય છે. આવી મહિલાઓ વગરકામના ખર્ચાઓ કરતી નથી પણ તેમને પૈસા આપવામાં આવે તો તેને બે ગણું કરવામાં ધ્યાન આપે છે. એમનો પરિવાર અને પતિ હંમેશા એમનાથી ખુશ રહે છે.

લાંબુ ગળું :

જણાવી દઈએ કે, લાંબા ગળા વાળી મહિલાઓને ઘણી નસીબદાર માનવામાં આવે છે. એમના વિષે એવું કહેવામાં આવે છે કે, જે સ્ત્રીનું ગળું લાંબુ હોય છે તે ઘરમાં સુખનો ભંડાર લઇને આવે છે.

લાંબા વાળ :

તેમજ એ પણ જણાવી દઈએ કે, જે સ્ત્રીના વાળ લાંબા હોય છે, તેમને પરિવાર માટે ખુબ ભાગ્યશાળી સમજવામાં આવે છે. તમે જોયું હશે કે દરેક ફોટોમાં માતા લક્ષ્મીના વાળ લાંબા હોય છે અને લાંબા વાળ વાળી મહિલા જોડે લગ્ન કરવાથી વ્યક્તિને ક્યારેય ઘનની અછત થતી નથી.

મોટી આંખો :

મોટી આંખો વાળી મહિલાઓ દેખાવમાં તો સુંદર હોય જ છે, પણ જે સ્ત્રીની આંખો મોટી હોય છે તે પોતાના પતિને ખુબ પ્રેમ કરે છે. તેમને પોતાના પતિ અને પરિવાર પર પૂરો ભરોસો હોય છે. અને આવી મહિલાઓ લગ્ન કરીને જે ઘરમાં જાય છે, ત્યાં ધનનો વરસાદ થાય છે. આવી મહિલાઓ પોતાના પતિને દગો આપતી નથી.