ઘણી જ પ્રેરણાદાયક છે આ ૩ વૈજ્ઞાનિકોની સ્ટોરી, એક જણે તો અનશન કરીને લીધો હતો કોલેજમાં પ્રવેશ.

0
792

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) દુનિયાની જાણીતી અંતરીક્ષ એજન્સીઓ માંથી એક છે. ઈસરોએ થોડા વર્ષોમાં જ ઘણા મોટા પ્રોજેક્ટ સફળ બનાવ્યા છે અને ભારતની ઓળખાણ દુનિયાભરમાં વધુ મજબુત કરી છે. ચંદ્રયાન-૨ ઈસરોનો મહાત્વાકાંક્ષિ પ્રોજેક્ટ છે અને આ મિશનમાં 99 ટકા સફળતા ઈસરોએ મેળવી છે.

અને આ મિશન પાછળ ત્રણ લોકોની મહત્વની ભૂમિકા રહેલી છે, જે ઈસરોના વડા સિવન, મિશન ડાયરેક્ટર ઋતુ કારીધાલ અને પ્રોજેક્ટ ડેપ્યુટી ડાયરેક્ટર, રેડિયો ફીક્વેન્સી ચંદ્રકાન્ત છે. આજે અમે તમને આ ત્રણેના જીવનની સંઘર્ષની કહાની જણાવવા જઈ રહ્યા છીએ.

(1) કે. સિવને કર્યો હતો સરકારી સ્કુલમાં અભ્યાસ

ઈસરોના મુખ્ય કે. સિવન એક ગરીબ કુટુંબ સાથે સંબંધ ધરાવતા હતા અને વૈજ્ઞાનિક બનવા માટે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે. કે. સિવનનો જન્મ તમીલનાડુના કન્યાકુમારી જીલ્લાના નાગરકોઈલમાં થયો હતો અને તેમણે એક સરકારી સ્કુલમાં અભ્યાસ કર્યો છે. તેમના પિતા એક ખેડૂત હતા અને તે પોતાના ગામમાં ખેતી પણ કરતા હતા. કે. સિવન ઘણા જ ગરીબ હતા અને તે ઉઘાડા પગે સ્કુલ જતા હતા. કે. સિવન ગણિતમાં ઘણા જ હોંશિયાર હતા અને તેમણે ૧૨માં ધોરણમાં ૧૦૦% માર્ક્સ મેળવ્યા હતા.

કે. સિવન એન્જીનીયર બનવા માંગતા હતા અને દેશની સૌથી મોટી એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ લેવા માંગતા હતા. પરંતુ કે. સિવનના પિતાને તેને નજીકની કોલેજમાં પ્રવેશ લેવાનું કહ્યું, જેથી તે અભ્યાસ સાથે સાથે ખેતરમાં કામ પણ કરી શકે. પરંતુ સિવને પોતાના પિતાની વાત સ્વીકારી નહિ અને ઉપવાસ ઉપર બેસી ગયો.

પોતાના દીકરાને ઉપવાસ ઉપર બેઠેલા દીકરાને જોઈ પિતા સમજી ગયા કે સિવન પોતાના જીવનમાં કાંઈક મોટું કરવાનું સપનું જુવે છે અને તેના પિતાએ એને એન્જીનીયરીંગ કરવા માટે ચેન્નઈ મોકલી દીધો. કહેવામાં આવે છે કે કે. સિવને ૭ દિવસ સુધી ઉપવાસ કર્યા હતા. ત્યાર પછી તેના પિતાએ તેને મદ્રાસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ લેવાની મંજુરી આપી દીધી હતી.

(2) ઋતુ કારીધાલ

ઋતુ કારીધાલ લખનઉની રહેવાસી છે અને તે પણ એક સામાન્ય કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. ચંદ્રયાન-૨ મિશનની ડાયરેક્ટર ઋતુ કારીધાલે પોતાના સ્કુલ સમયના ફીજીક્સના શિક્ષકથી પ્રભાવિત થઈને ફીજીક્સમાં ગ્રેજયુએશન કર્યું હતું. ગ્રેજયુએશન કર્યા પછી તેમણે એયરોસ્પેસ એન્જીનીયરીંગ ઉપર અગલ અભ્યાસ કર્યો. ઋતુ કારીધાલે ચંદ્રયાન-૨ માટે ઓટોનોમી સોફ્ટવેર તૈયાર કર્યો અને તે મંગળ સાથે જોડાયેલી હતી.

(3) ચંદ્રકાન્ત

ચંદ્રકાન્તનો જન્મ પશ્ચિમ બંગાળના હુબલી જીલ્લામાં થયો હતો અને તે એક ખેડૂત કુટુંબ માંથી આવે છે. જન્મના સમયે તેનું નામ સૂર્યકાંત રાખવામાં આવ્યું હતું. પરંતુ જયારે તે સ્કુલમાં દાખલ થયો તો તેના શિક્ષકે તેને ચંદ્રકાંત નામ આપી દીધું. ચંદ્રયાન-૨ સાથે સંપર્ક કરવા વાળા ગ્રાઉન્ડ સ્ટેશનના એંટીના સીસ્ટમ તૈયાર કરી છે. ચંદ્રકાન્ત દ્વારા તૈયાર કરવામાં આવેલી સિગ્નલ સીસ્ટમને કારણે જ પૃથ્વીની સપાટીથી ૩ લાખ 84 હજાર કી.મી. દુર ઓર્બીટર માંથી સિગ્નલ ઈસરોને મળી રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.