ઘણા લોકો ઈન્ટરનેટ ઉપર પોતાને થતી બીમારીના લક્ષણો ઉપરથી સમજી લેતા હોય છે રોગ

0
729

દિલ્હીના રહેવાસી અમિત બીમારીના એકપણ લક્ષણ હોય તો તરત ઈન્ટરનેટનો સહારો લઇ લેતો હતો. ઈન્ટરનેટ ઉપર આપવામાં આવેલા લક્ષણોના હિસાબથી જ પોતાની બીમારીનો અંદાઝ લગાવે છે.

હાલમાં જ અમિતને થોડા દિવસો પહેલા માથાનો દુઃખાવો અને ભારેપણું હતું. જે સામાન્ય દવાઓથી ઠીક ન થયું તો તેણે ઈન્ટરનેટ ઉપર સર્ચ કરવાનું શરુ કરી દીધું.

ઈન્ટરનેટ ઉપર તેને માથાના દુઃખાવા માટે માઈગ્રેન અને બ્રેન ટ્યુમર જેવી બીમારીઓ સુધી મળી. તેનાથી દુઃખી થઈને તે રામ મનોહર લોહિયા હોસ્પિટલ ગયા અને ડોક્ટર પાસે જિદ્દ કરીને સીટી સ્કેન લખાવી લીધું.

ટેસ્ટ કરાવવાથી પરિણામ એકદમ સામાન્ય આવ્યા અને થોડા દિવસોમાં જ માથાનો દુઃખાવો પણ દુર થઇ ગયો.

પરંતુ થોડા દિવસોમાં અમિત માથાના દુઃખાવાથી વધુ તકલીફ વાળી બીમારીમાં સપડાયા.

આવી રીતે ઈન્ટરનેટ ઉપર બીમારી, દવાઓ કે ટેસ્ટ રીપોર્ટ સમજવાનો પ્રયાસ કરવા વાળાની સંખ્યા ઓછી નથી. ઘણા લોકો બીમારીઓના લક્ષણ અને ઈલાજ શોધવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે.

તે બીમારી વિષે ઈન્ટરનેટ ઉપર વાંચે છે અને તેની ઉપર પોતાના નિષ્કર્ષ કાઢવા લાગે છે. આ રીસર્ચના આધારે જ તે ડોક્ટરને પણ ઈલાજ કરવા માટે કહે છે.

ડોક્ટરને અવાર નવાર આવા પ્રકારના દર્દીઓ આવતા રહે છે અને તેને સમજાવવા ડોક્ટર માટે પડકાર બની જાય છે.

ડોક્ટર અને દર્દી બન્ને દુઃખી :-

તેના વિષે મેક્સ હોસ્પીટલમાં મેડીકલ એડવાઈઝર અને ડાયરેક્ટર ડો.રાજીવ ડેન્ગ કહે છે, દર બીજો દર્દી નેટ અને ગુગલમાંથી કાંઈક વાંચીને આવે છે. તે મુજબ વિચાર રજુ કરે છે અને પછી નકામાં પ્રશ્ન કરે છે. દર્દી પોતાના ઈન્ટરનેટ રીસર્ચ મુજબ જિદ્દ કરીને ટેસ્ટ પણ કરાવે છે અને નાની મોટી દવાઓ લઈ લે છે.

ઘણા લોકો સીધા આવીને કહે છે કે મને કેન્સર થઇ ગયું છે, ડોક્ટર પોતે કેન્સર શબ્દનો ઉપયોગ ત્યાં સુધી નથી કરતા જ્યાં સુધી સંપૂર્ણ રીતે નક્કી નથી થઇ જતું કે આ કેન્સર છે કેમ કે તેનાથી દર્દીને ગભરામણ થઇ શકે છે.

લોકોમાં દવાઓના ઉપયોગની જાણકારીથી લઈને પણ ઘણી ઉત્સુકતા હોય છે. તે ઉપયોગથી લઈને તેની આડ અસર સુધી ઈન્ટરનેટ ઉપર શોધવા લાગે છે.

ડો.રાજીવ કહે છે કે વ્યક્તિ ભલે કોઈપણ ધંધામાં કેમ ન હોય પરંતુ તે પોતાને દવાઓમાં નિષ્ણાંત માનવા લાગે છે.

તેમણે એક ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું, એક વખત એક દર્દીના સંબંધીએ ફોન કરીને મને ગુસ્સામાં પૂછ્યું કે તમે આ દવા કેમ લખી. તે સંબંધી વર્ડ બેંકમાં કામ કરતો હતો. તેણે કહ્યું કે ઈન્ટરનેટ ઉપર તો લખ્યું છે કે આ એન્ટી ડીપ્રેશન દવા છે અને દર્દીને ડીપ્રેશન જ નથી. ત્યારે મેં સમજાવ્યું કે આ દવા માત્ર એન્ટી ડીપ્રેશનની નથી. તેના બીજા પણ કામ છે, પરંતુ ઈન્ટરનેટ ઉપર વાંચેલું હોવાથી તેને ન સમજાવી શકાયો.

જો તમે ઈન્ટરનેટ ઉપર ‘સીસ્ટમ્પસ ઓફ બ્રેન ટ્યુમર’ સર્ચ કરો તો તે માથાનો દુઃખાવો, ઉલટી, બેભાન અને ઊંઘની તકલીફ જેવા લક્ષણો બતાવે છે. તેમાંથી થોડા લક્ષણ બીજી બીમારી સાથે પણ મળતા આવે છે. એવી રીતે માથાનો દુઃખાવો સર્ચ કરવાથી ઢગલાબંધ આર્ટીકલ તેની ઉપર મળી જાય છે કે માથાના દુઃખાવા સાથે જોડાયેલી કઈ કઈ બીમારીઓ હોય છે. તેથી દર્દી મુશ્કેલીમાં પડી જાય છે.

મનોચિકિત્સક ડો. સંદીપ વોહરા જણાવે છે, એવા લોકોને જેવા પોતાનામાં કોઈ લક્ષણ જોવા મળે છે, તો તે ઈન્ટરનેટ ઉપર તેને બીજી બીમારીઓ સાથે સરખાવવા કરવા લાગે છે. ઈન્ટરનેટ ઉપર નાનીથી લઈને મોટી બીમારી આપવામાં આવી હોય છે. દર્દી મોટી બીમારી વિષે વાચીને ડરી જાય છે.

તે કહે છે કે તેનાથી મુશ્કેલી એ પડે છે કે દર્દી નકારાત્મક વિચારોથી ભરાઈ જાય છે. તેના ઇલાજમાં મોડું થાય છે કેમ કે ઘણી વખત દર્દી દવાઓની આડ અસર વિષે વાંચીને દવાઓ લેવાનું જ છોડી દે છે. ખોટી રીતે ટેસ્ટ ઉપર ખર્ચા કરે છે અને પોતાનો સમય બગાડે છે. કેટલું પણ સમજાવો લોકો સમજવાનો પ્રયાસ જ નથી કરતા.

વિડીયોથી સર્જરી :-

તે માત્ર બીમારીની જાણકારી લેવા સુધી મર્યાદિત નથી પરંતુ લોકો વિડીયો જોઇને સર્જરી અને ડીલીવરી કરવા સુધી સીખી રહ્યા છે. કોઈ ફિલ્મી ગીત અને કુકિંગ રેસીપી વિડીયોની જેમ તમને સર્જરીના વિડીયો પણ સરળતાથી મળી જાય છે.

એવો જ એક વિડીયો જોઇને જુલાઈમાં એક પતિ પત્નીએ ઘરે જ ડીલીવરી કરવાનો નિર્ણય કર્યો. આ ડીલીવરીમાં બાળક તો થઇ ગયું પરંતુ કોમ્પલીકેશનને કારણે માતાનો જીવ જતો રહ્યો. પોલીસે મહિલાના પતિની ધરપકડ કરી લીધી છે.

કાર્ટીસ લા ફેમમાં ઓબ્સટેટ્રીક્સ એંડ ગાયનેકોલોજિસ્ટ ડો.મધુ ગોયલ જણાવે છે, તેમની પાસે આવનારા ઘણા કપલ્સ સામાન્ય ડીલીવરીને બદલે સર્જરી કરાવવા માંગે છે. તે કહે છે કે તે સામાન્ય ડીલીવરીનું દર્દ જોઇને ડરી ગયા છે. તે લોકો કોમ્પ્લીકેશન વાંચીને આવે છે અને વધુ ડરી જાય છે.

ડો. મધુ ગોયલ કહે છે કે જ્યારથી ૩ ઈડિયટ્સ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ ઉપર જોઇને ડીલીવરી થઇ શકે છે, ત્યારથી ઘણા બધા દર્દીઓ તેને ઘણું સરળ સમજવા લાગ્યા છે. પરંતુ જયારે કોઈ મુશ્કેલી ઉભી થાય છે. તો માં અને બાળક બન્નેના જીવ જોખમમાં મુકાઈ શકે છે.

ડો. રાજીવ ડેન્ગ કહે છે, વિડીયો જોઇને સર્જરી કરવી ઘણું જ મુશ્કેલી ભરેલું છે. હું ઘણી વખત સર્જરીમાં જોડાયો છું પરંતુ મારી તેમાં નિપુણતા નથી એટલા માટે હું પણ ક્યારેય પોતે સર્જરી કરવા વિષે વિચારી પણ નથી શકતો. તમે પહેલી વખત તો ચા પણ સારી રીતે નથી બનાવી શકતા તો સર્જરી કેવી રીતે કરશો. તેવું કરવા વાળનું મગજ સામાન્ય નથી હોઈ શકતું.

તે કહે છે કે લોકો વચ્ચે બીમારીમાં સલાહ આપવાનું ચલણ પહેલાથી છે જ પરંતુ ઈન્ટરનેટ આવવાથી તેમાં વધારો થઇ ગયો છે. તેમાં જાણકારી પણ ઘણી બધી મળી જાય છે. લોકો જલ્દી જાણકારી ઈચ્છે છે. ડોક્ટર પાસે જવા માટે તેને રાહ જોવી પડશે અને બહાર જવું પડશે. જયારે ઈન્ટરનેટ તરત તે સમયે હાજર હોય છે.

તે એક પ્રશ્ન એ પણ છે કે ઈન્ટરનેટ ઉપર આપવામાં આવેલી દરેક જાણકારી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો કેટલો યોગ્ય છે. ઈન્ટરનેટ ઉપર ઘણા ખોટા દાવા કરવામાં આવે છે કે કોઈ લોબી દ્વારા ખોટી જાણકારી ફેલાવે છે અને તેની ઉપર કોઈ રોકટોક નથી.

ઈન્ટરનેટ ઉપરથી જાણકારી લેવાની એ વાતને ઇન્ડિયન એસોસીએશનના અધ્યક્ષ ડો.રવી વાનખેડકર ઘણું ખતરનાક માને છે.

તે કહે છે કે પોતાની બીમારી વિષે બધું જ જાણવું દર્દીનો અધિકાર છે. પરંતુ તકલીફ એ થાય છે કે નેટ ઉપર આપવામાં આવેલી દરેક માહિતી સાચી નથી હોતી. ઘણા પ્રકારની વિચિત્ર વાતો નેટ ઉપર નાખવામાં આવે છે. જેવી કે ચાર મહિનાના શીશુંને બચાવવામાં આવ્યો પરંતુ પ્રેક્ટીસમાં એવું નથી થતું. છતાં લોકો અમારી પાસેથી પણ એવી જ આશા રાખવા લાગ્યા છે અને ચર્ચા કરે છે. તેને કારણે ડોક્ટર અને દર્દીના સંબંધમાં ઘણી બધી તકલીફો આવી રહી છે.

ખાસ કરીને દવાઓના ડોકયુમેન્ટસમાં તમામ રીએક્શન લખવામાં આવે છે. પરંતુ એ બધા રીએક્શન દરેક વ્યક્તિ ઉપર લાગુ નથી હોતા, કોઈ રીએક્શન દસ હજારમાંથી કોઈ એક ને પણ થઇ શકે છે. પણ લોકો ડરને કારણે દવાઓ લેવાનું જ બંધ કરી દે છે.

શું છે ઉકેલ :-

બીમારી વિષે ઈન્ટરનેટ ઉપર સર્ચ કરવું કેટલું યોગ્ય છે. શું એવું બિલકુલ ન કરવું જોઈએ?

ડોક્ટર રાજીવ ડેન્ગનું માનવું છે, અમે દર્દીને બીમારી વિષે વિચાર કરવા માટે મનાઈ નથી કરતા પરંતુ ઈન્ટરનેટ ઉપર મળેલી જાણકારીને તમારી સમજ પ્રમાણે અર્થ ન કાઢો. તેનાથી તેને અને ડોક્ટર બન્નેને તકલીફ થાય છે. તેનાથી ન ઉકેલી શકાય તેવા પ્રશ્ન ઉભા થાય છે. ડોક્ટર ઘણા વર્ષોનો અભ્યાસ કરે છે, તો તમે થોડી કલાક એક બીમારીને વાંચીને કેવી રીતે બધું સમજી શકો છો.

ત્યાં સુધી કે ડોક્ટર એવા દર્દીને નેટ પેશન્ટ કે ગુગલ ડોક્ટર કહેવા લાગ્યા છે. તમે વિશ્વાસ સાથે આવો. જયારે તમે ડોક્ટર ઉપર વિશ્વાસ દેખાડશે ત્યારે ઈલાજ થઇ શકશે. ભલે તમે બીજા ડોક્ટરની સલાહ લઇ લો, પરંતુ ઈન્ટરનેટના આધારે નિર્ણય ન લો.

તે આઈએમએએ ઈન્ટરનેટ ઉપર રહેલી સામગ્રી અને ઓનલાઈન કંસલ્ટેંસીને લઈને એક રીપોર્ટસ તૈયાર કરીને સરકારને આપ્યો છે. ડો. રવી કહે છે કે આપણા દેશમાં ટેલી મેડીસન, ટેલી કંસલ્ટેંશન, ઈન્ટરનેટ કંસલ્ટેંશન કોઈ નિયમ નથી બન્યા. આ નિયમમાં સહયોગ માટે એક દસ્તાવેજ આપ્યું છે. ઈન્ટરનેટ ઉપર દરેક વસ્તુ ઉપર પ્રતિબંધ તો નથી લગાવી શકતા પરંતુ તેના ચેતવણી નાખવામાં આવી શકે છે કે તેનો ઘરે તમારી ઈચ્છાથી ઉપયોગ ન કરો.

જો તમે એક ડોક્ટર હો તો તમારી પાસે પણ આવો કોઈ ઈન્ટરનેટ વાળો બગડેલ કેસ આવ્યો હોય તો આવશ્ય કોમેન્ટમાં લખશો. અને તમે ડોકટર ના હો તો પણ તેમ આ બાબતમાં શું કહેવા માંગો છો?

આ માહિતી કમલેશ બીબીસી સંવાદદાતા માંથી સંકલન કરી બનાવેલો છે.