એજેંસી પાસેથી મફતમાં લઇ શકો છો ગેસ સિલેન્ડરનું રેગ્યુલેટર, જરૂર જાણો આ નિયમો વિષે

0
3517

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમારા માંથી ઘણા લોકોના ઘરે ગેસ લાઈનનું કનેક્શન હશે. તેમજ ઘણા બધા લોકો એવા પણ હશે જે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હશે. જે લોકો ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે એવા લોકો માટે આજનો લેખ ખાસ છે.

આજે અમે તમને ગેસ સિલિન્ડરના ઉપયોગ સાથે જોડાયેલી થોડી જાણકારી જણાવવાના છીએ. અને એ જાણકારી ગેસ સિલિન્ડરના રેગ્યુલેટર સાથે જોડાયેલી છે. સ્વાભાવિક છે કે તમે ગેસ સિલિન્ડર વાપરો છો, તો એનું રેગ્યુલેટર ઘસારાને કારણે કે પછી અન્ય કોઈ કારણે ખરાબ થાય છે. ઘણા કેસમાં તે ચોરી થવાના બનાવ પણ બને છે.

તેમજ ઘણી વાર કોઈ રેગ્યુલેટરમાં રહેલી ખામીને કારણે પણ તે ખરાબ થઈ જાય છે. તો એવામાં લોકો મોટી રકમ ચૂકવીને નવું રેગ્યુલેટર ખરીદતા હોય છે. પણ જણાવી દઈએ કે તમારે એના માટે કોઈ પૈસા ચુકવવાની જરૂર નથી. તમે ફ્રી માં જ નવું રેગ્યુલેટર મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે.

ગેસ સિલિન્ડરનો ઉપયોગ તો મોટાભાગના દરેક વ્યક્તિ કરે છે, પણ ગેસ સિલિન્ડરના રેગ્યુલેટર સાથે જોડાયેલા અમુક નિયમ એવા છે જેના વિષે ઘણા ઓછાં લોકો જાણે છે. આવો જાણીએ એના વિષે.

તમારું રેગ્યુલેટર ચોરી થવા પર તમને એક ખાસ સુવિધા મળે છે, જેના અંતર્ગત તમે એજન્સી પાસે નવા રેગ્યુલેટરની માંગ કરી શકો છો. એના માટે તમારે પોલીસમાં એફઆઈઆર દાખલ કરાવવી પડશે અને એફઆઈઆરની કોપી જમા કરાવ્યા પછી એજન્સી તમને નવું રેગ્યુલેટર આપી દેશે.

એટલું જ નહિ, જો તમારા સિલિન્ડરનું રેગ્યુલેટર ખરાબ થઈ ગયું છે, તો પણ તમે એજન્સી પાસે રેગ્યુલેટરની માંગ કરી શકો છો. એના માટે તમારે પૈસાની ચુકવણી નહિ કરવી પડે. પણ તમને એના માટે સબ્સ્ક્રિપ્શન વાઉચરની જરૂર પડશે. ધ્યાન રહે કે જો તમારા સબ્સ્ક્રિપ્શન વાઉચરનો નંબર રેગ્યુલેટર સાથે મેચ થશે, ત્યારે જ તમને નવું રેગ્યુલેટર આપવામાં આવશે.

જો કે તમારા સિલિન્ડરનું રેગ્યુલેટર ડેમેજ થઈ ગયું છે, એટલે કે તમારી કોઈ ભૂલને કારણે ખરાબ થઈ ગયું છે, તો નવું રેગ્યુલેટર લેવા માટે તમારે એજન્સીને 150 રૂપિયા સુધી આપવા પડી શકે છે.

ગ્રાહકોને સારી સુવિધા પ્રદાન કરવાં માટે બજારમાં મલ્ટીફંક્શન રેગ્યુલેટર પણ મળે છે. આ રેગ્યુલેટરની મદદથી તમને ખબર પડી શકે છે કે તમારા સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.