આવતા મહિને રાશનની દુકાનોમાં લાભાર્થીઓને મળશે આટલા કિલો મફત ચણા.

0
388

રાશનની દુકાનોમાં લોકોને મળશે આટલા કિલો ચણા મફત, જાણો સંપૂર્ણ માહિતી. અંત્યોદય અન્ન યોજના અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ (Priority Household) રાશન કાર્ડ ધારકોને 1 ડિસેમ્બરથી રાશનની દુકાનોના માધ્યમથી 5 કિલોગ્રામ ચણા મફત આપવામાં આવશે. જિલ્લા આપૂર્તિ અધિકારી કાર્યાલયના એક અધિકારીએ કહ્યું કે, કેંદ્ર સરકારે અમુક મહિના પહેલા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Gareeb Kalyan Ann Yojna) ના બીજા ચરણ અંતર્ગત જુલાઈથી નવેમ્બર સુધી અંત્યોદય અન્ન યોજના અને પ્રાયોરિટી હાઉસહોલ્ડ કાર્ડ ધારકોને 1 કિલોગ્રામ ચણા આપવાની યોજનાનો જાહેરાત કરી હતી.

મફત ઘઉં/ચોખાવાળી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 30 નવેમ્બરે સમાપ્ત થઇ જશે : જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. કોરોના મહામારીના સમયમાં માર્ચ મહિનામાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગના રૂપમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી હતી.

ગરીબ પરિવારોને રાહત આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સરકારે 80 કરોડથી વધારે રાશનકાર્ડ ધારકોને એપ્રિલ, મે અને જુન મહિનામાં રાશનકાર્ડમાં રહેલા સભ્યોના આધાર પર પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ (ઘઉં અથવા ચોખા) અને પ્રતિ પરિવાર 1 કિલો દાળ મફત આપવાની જાહેરાત કરી હતી.

આ મફત 5 કિલો અનાજ, રાશન કાર્ડ પર મળતા અનાજના ક્વોટા સિવાયનું છે. ત્યારબાદ આ યોજના (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના) નો વિસ્તાર દિવાળી અને છઠ પૂજા સુધી કરવામાં આવ્યો, એટલે કે 30 નવેમ્બર 2020 સુધી આ યોજનાનો ફાયદો ઉઠાવી શકાશે. 30 નવેમ્બર સુધી દેશના લગભગ 80 કરોડ ગરીબ લોકોને 5 કિલો મફત અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેના અંતર્ગત અનાજના હાલના ક્વોટા સિવાય પ્રતિ વ્યક્તિ વધારાના 5 કિલો ઘઉં અથવા ચોખા અને પ્રતિ પરિવાર 1 કિલો ચણાની દાળ મફત મળી રહી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.