શનિનો પ્રકોપ : મિથુન અને તુલા રાશિવાળા રહે સાવધાન, શનિ દેવ કરી શકે છે પરેશાન, જાણો ઉપાય.

0
323

મિથુન અને તુલા રાશિવાળા પર છે શનિનો અઢી વર્ષનો પ્રકોપ, બચવા માટે કરો આ ઉપાય. શનિનો અઢી વર્ષનો પ્રકોપ (ઢૈય્યા) જયારે કોઈ રાશિ પર લાગે છે, તો જીવનમાં ઉથલ-પાથલની સ્થિતિ ઉભી થઈ જાય છે. અચાનક જીવનમાં ઉતાર ચડાવની પરિસ્થિતિ દેખાવા લાગે છે. અચાનક કોઈ રોગ ઘેરી લે છે, જમાવેલો કારોબાર નષ્ટ થવા લાગે છે, વ્યક્તિ વિવાદોમાં ફસાઈ જાય છે. સંબંધ ખરાબ થવા લાગે છે. સગા સંબંધી અંતર બનાવી લે છે, કંઈક આવા જ લક્ષણનો અનુભવ થાય છે, જયારે શનિનો અઢી વર્ષનો પ્રકોપ શરૂ થાય છે. શનિના પ્રકોપ દરમિયાન ધન, સ્વાસ્થ્ય અને દાંપત્ય જીવન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

મિથુન અને તુલા રાશિ પર છે શનિનો અઢી વર્ષનો પ્રકોપ : શનિનો અઢી વર્ષનો પ્રકોપ આ સમયે મિથુન અને તુલા રાશિ પર ચાલી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિ ચક્રની ત્રીજી અને તુલા રાશિ ચક્રની સાતમી રાશિ છે. મિથુન અને તુલા રાશિને વિવેકશીલ રાશિ માનવામાં આવે છે. મિથુન અને તુલા રાશિવાળા પરિશ્રમી અને દરેક કામને ઘણી સારી રીતે કરવામાં વિશ્વાસ રાખે છે.

શનિનો સ્વભાવ : જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયપ્રિય ગ્રહ માનવામાં આવ્યો છે. જોકે તેમની દૃષ્ટિ ક્રૂર માનવામાં આવી છે. એટલે કે જેના પર શનિની નજર પડી જાય તેનું નુકશાન થવાનું શરૂ થઈ જાય છે. પણ ઘણી બાબતોમાં એવું નથી થતું, ઉદાહરણ તરીકે જયારે શનિ દેવ જન્મ કુંડળીમાં શુભ સ્થાન પર હાજર હોય છે, ત્યારે અશુભ ફળ નથી આપતા.

મકર રાશિમાં છે શનિ દેવ : શનિ દેવ વર્તમાન સમયમાં મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. મકર રાશિ શનિ દેવની પોતાની રાશિ છે. જયારે કોઈ ગ્રહ પોતાની રાશિમાં હોય છે ત્યારે બળવાન હોય છે. આ સમયે શનિ શક્તિશાળી સ્થિતિમાં છે, તેમજ 20 નવેમ્બરે દેવ ગુરુ બૃહસ્પતિ પણ પોતાની રાશિ ધનુમાંથી નીકળીને મકર રાશિમાં આવી ચુક્યા છે.

મિથુન અને તુલા રાશિવાળા કરો શનિના ઉપાય : મિથુન અને તુલા રાશિવાળા સરળ ઉપાય અપનાવીએ પણ શનિ દેવની ક્રૂર દૃષ્ટિથી બચી શકે છે. તમે શનિદેવની પૂજા કરો, શનિ ચાલીસા વાંચો અને રોગીઓ તેમજ નિર્ધન લોકોની મદદ કરો. તેનાથી શનિના અઢી વર્ષના પ્રકોપની અસર ઓછી કરવામાં મદદ મળે છે. પંચાંગ અનુસાર ધનિષ્ઠા નક્ષત્ર હોય અને ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો હોય, ત્યારે આ ઉપાય કરવામાં આવે તો વધારે ફળ મળે છે, કારણ કે મંગળ ધનિષ્ઠા નક્ષત્રનો સ્વામી છે, અને શનિ રાશિ સ્વામી છે.

આ માહિતી એબીપીલાઇવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.