ગાયના છાણમાંથી કલર બનાવવાનું કામ શરૂ, કિંમત 110 રૂપિયા પ્રતિ લીટર, જાણો વધુ વિગત.

0
4940

દેશમાં ગાયના છાણમાંથી કલર બનાવવાનું કામ શરુ થઇ ગયું છે. સાંભળીને થોડું વિચિત્ર પણ લાગે છે. પરંતુ તે સત્ય છે. એમઆઈએમઈ મંત્રાલયની દેખરેખ હેઠળ કામ કરવા વાળા ખાદી ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી) ની જયપુર આવેલા યુનિટ કેએનએચપીઆઈએ આ સફળતા મેળવી છે. તે કલર બજારમાં વેચવામાં આવતા કલર જેવો છે અને તેનો ઘર માટે ઉપયોગ કરી શકાય છે. કેવીઆઈસી ટૂંક સમયમાં છાણ માંથી બનતા કલરની માર્કેટિંગની તૈયારી કરી શકે છે.

હાલમાં ઈંટરનલ કાર્યો માટે થઇ રહ્યો છે કલરનો ઉપયોગ

કેવીઆઈસીને સીએમડી વીકે સક્સેનાએ મણી ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે કેએનએચપીઆઈમાં છાણ માંથી કલર બનાવવાનું કામ શરુ કરી દીધું છે. તેમણે જણાવ્યું કે બજારમાં સામાન્ય રીતે કલરની કિંમત ૨૨૫ રૂપિયા પ્રતિ લીટર છે, જયારે છાણમાંથી બનતા કલરની ઈંટરનલ કિંમત ૧૧૦ રૂપિયા પ્રતિ લીટર છે. તેમણે જણાવ્યું કે હાલમાં કેવીઆઈસી છાણમાંથી બનતા કલરનો ઈંટરનલ ઉપયોગ કરી રહ્યા છે.

સક્સેનાએ મણી ભાસ્કરને જણાવ્યું કે હાલમાં કેવીઆઈસી તરફથી મધમાખી પાલન માટે આપવામાં આવતા બી-બોક્સને રંગવા માટે છાણ માંથી બનેલા કલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કલર ઘણા રંગોમાં ઉપલબ્ધ રહેશે. ટૂંક સમયમાં તેની સપ્લાઈ બજારમાં કરવામાં આવી શકે છે.

ગાયના છાણ માંથી ઘરનું લીપણ કરવાની પરંપરા ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ઘણી જૂની છે. પરંતુ છાણમાંથી બનતો કલર એકદમ ડીસ્ટેમ્પર કલર જેવો છે. આ કલરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે કેમિકલ માંથી બનતા કલરની જેમ નુકશાનકારક નથી.

૫ રૂપિયા પ્રતિ કિલોમાં થઇ રહી છે છાણની ખરીદી

સક્સેનાએ મની ભાસ્કરને જણાવ્યું કે છાણ માંથી કલર બનાવવાનાં કામ માટે વધુ છાણની જરૂર છે અને છાણની માંગ પૂરી કરવા માટે છાણ ખરીદવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. પાંચ રૂપિયે કિલોના હિસાબે અહિયાં છાણની ખરીદી કરવામાં આવી રહી છે. એક જાનવર એક દિવસમાં ૮-૧૦ કિલોગ્રામ છાણ આપે છે. તેવામાં ખેડૂતને પોતાના ઢોરમાંથી રોજનું ઓછામાં ઓછું ૫૦ રૂપિયા સુધીની વધારાની કમાણી થઇ શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.