ગૌ માતાની સેવાથી જ થાય છે ઘણા ફાયદા, જાણો કઈ રીતથી તમારા જીવનમાં આવશે ખુશીઓ.

0
140

ગૌ માતાની આ રીતે સેવા કરવાથી તમારા જીવનમાં આવશે ખુશીઓ, થાય છે ઘણા બધા ફાયદા

જેમ કે આપણે બધા જાણીએ છીએ, હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે, જે વ્યક્તિ ગાયની સેવા કરે છે, તેને તેના જીવનમાં શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે. ગાયની સેવા કરવાથી વ્યક્તિના જીવનમાંથી ઘણી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે, પુરાણોમાં પણ તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાય માતાની સેવા સર્વોચ્ચ છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ પણ ગાય માતાની પૂજા-અર્ચના અને તેની સેવા કરવી પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, વાસ્તુ મુજબ જો વ્યક્તિ ગાયની સેવા કરવામાં આવે છે, તો તેના જીવનમાં વાસ્તુ સાથે સંબંધિત બધી સમસ્યાઓ તેના જીવનમાંથી દૂર થઈ જાય છે અને જીવન આનંદમય બની જાય છે, પરંતુ તેમાં કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે, જેનું પાલન જો કરવામાં આવે તો તેનાથી માણસનું જીવન આનંદમય બની શકે છે.

વિવાહિત જીવનને સુખી બનાવવા અને સંતાન મેળવવા માટે

વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવ્યું છે કે જો વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની વાસ્તુ ખામી હોય તો તેના કારણે તેના લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થવા લાગે છે, એટલું જ નહીં, પણ નિ:સંતાનની સમસ્યા પણ ઉભી થવા લાગે છે, જો તમારી સાથે પણ કંઇક એવું થઈ રહ્યું છે, તો તેના માટે તમારા ઘરમાં ગાય લાવી શકો છો, ત્યાર પછી કોઈ શુભ કાર્ય કરતા પહેલા તમે ગાય માતાની પૂજા કરો, તેનાથી વાસ્તુ દોષો દૂર થાય છે અને લગ્ન જીવનની બધી મુશ્કેલીઓને દૂર થાય છે. આ રીતે સંતાન સુખ પણ મળે છે.

ઘરના વાસ્તુ દોષ સુધારવા માટે

ઘરમાં વાસ્તુ દોષ રહે છે, તો તેના કારણે પરિવારના સભ્યોએ ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે, જો તમે ઘરના વાસ્તુ દોષ દુર કરવા માગો છો, તો તેના માટે તમે ગાયને નિયમિતપણે રોટલી જરૂર ખવરાવો, જ્યારે તમે ઘરમાં ભોજન બનાવો છો. તો સૌ પ્રથમ એક સ્વચ્છ પ્લેટમાં પહેલી રોટલી અને તેની ઉપર શાક મૂકીને નમન કરો અને તેને અલગથી બહાર કાઢીને ગાયને ખવડાવો.

પૂજા પાઠમાં ગાયના દૂધનું પંચામૃત બનાવો

જો આપણે વાસ્તુ શાસ્ત્ર મુજબ જોઈએ તો તમામ વાસ્તુ દોષ દૂર કરવા માટે જયારે પણ તમારા ઘરમાં કોઈ પૂજા પાઠ અથવા કોઈ શુભ કાર્યનું આયોજન કરવામાં આવે છે, તો તમે તેમાં ગાયના દૂધનું પંચામૃત જરૂર બનાવો, તે ઉપરાંત જો તમે ગાયને ઘરમાં રાખી છે, તો તેના માટે ગૌશાળા બનાવો, પરંતુ તમારે એ વાતની કાળજી લેવી પડશે કે ગૌશાળાની દિવાલ ઘરની બાજુમાં હોવી જોઈએ, તેનાથી તમામ દોષોમાંથી છૂટકારો મળે છે.

શિક્ષણ અને ધંધા સાથે જોડાયેલા વાસ્તુ દોષ દુર કરવા માટે :-

આજકાલના સમયમાં એવા ઘણા લોકો છે, જે ગાયને ઉછેરવા માટે સક્ષમ નથી હોઈ શકતા, આવી સ્થિતિમાં, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આજકાલ જગ્યાની અછત ઘણી વધુ છે, આવી સ્થિતિમાં દરેક માટે ગાય ઉછેરવાનું સંભવ નથી હોઈ શકતું. તમે તમારા ઘરમાં ગાયનું પ્રતીક રાખી શકો છો, પરંતુ એ વાત ધ્યાનમાં રાખો કે તમે તેને તમારા ઘરની દક્ષિણપૂર્વ દિશામાં રાખો, આમ કરવાથી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું મન ભણવામાં લાગે છે. જો તમે વ્યવસાય સ્થળે ગાયનું પ્રતીક રાખો છો, તો તેનાથી વ્યવસાયના વાસ્તુ દોષ દુર થાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.