એ વાતમાં કોઈ શંકા નથી કે જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં હોય છે. એમની બનાવેલી આ દુનિયામાં ક્યારે, ક્યાં અને કેવી રીતે કોનું મૃત્યુ થશે, એ વાત માત્ર ભગવાન જ જાણે છે. આપણે એને બદલી શકતા નથી. પણ આપણા ધર્મ ગ્રંથોમાં એવા ઘણા કામ દર્શાવવામાં આવ્યા છે, જે કરવાથી આપણું આયુષ્ય ઓછું થઇ જાય છે. ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત સંક્ષિપ્ત ગરુડ પુરાણ અંકમાં પણ માણસનું આયુષ્ય ઓછું કરવા વાળા પાંચ કામો વિષે દર્શાવવામાં આવ્યું છે. આજે અમે તમને એના વિષે જણાવીશું છે.
૧. રાત્રે દહીં ખાવું :
જો દહીંના ફાયદાની વાત કરવામાં આવે, તો દહીં ખાવું શરીર માટે ઘણું ફાયદાકારક છે. પણ રાત્રે દહીં ખાવાથી ઘણા પ્રકારના રોગ થવાની શક્યતા વધી જાય છે. જેવા કે પેટના રોગ વગેરે. અને આયુર્વેદમાં પણ રાત્રે દહીં ખાવાની મનાઈ કરવામાં આવી છે.
કારણ કે આપણે રાત્રે ભોજન કર્યા પછી વધારે મહેનત કરવાની આવતી નથી. અને આપણે ભોજન કાર્યના થોડા સમય પછી ઊંઘી જઈએ છીએ. જેના કારણે ભોજન સારી રીતે પચી નથી શકતું. પેટમાં દહીંનું સારી રીતે ન પચવાથી ઘણી આડઅસર થાય છે. જેના કારણે શરીરમાં ઘણા પ્રકારના રોગ થઇ શકે છે. એટલા માટે રાતના સમયે દહીં ન ખાવું જોઈએ.
૨. સવારે મોડે સુધી ઊંઘવું :
આ યાદીમાં બીજું આવે છે સવારે મોડે સુધી ઊંઘવું. જી હાં, એના લીધે પણ માણસનું આયુષ્ય ઓછું થાય છે. આયુર્વેદની દૃષ્ટિએ જોવામાં આવે તો આખા દિવસની સરખામણીમાં સવારે બ્રહ્મ મુહુર્તમાં શુદ્ધ વાયુ વધુ હોય છે. બ્રહ્મ મુહુર્તના વાયુનું સેવન કરવાથી શરીરના અનેક રોગો પોતાની જાતે જ સારા થઇ જાય છે, અને શ્વસન તંત્ર પણ સ્વસ્થ રહે છે.
પણ જો તમે લોકો મોડે સુધી ઊંઘો છો તો બ્રહ્મ મુહુર્તની શુદ્ધ હવાનું સેવન તમે નથી કરી શકતા, અને ઘણા પ્રકારના રોગ તમને ઘેરી લે છે. એટલા માટે મોડે સુધી ઊંઘવાથી માણસનું આયુષ્ય ઓછું થઇ જાય છે.
૩. શમશાનના ધુમાડાથી :
જેવું કે તમે બધા જાણો જ છો કે શમશાનમાં શબોનો અગ્ની સંસ્કાર કરવામાં આવે છે. તમને એ પ્રશ્ન થતો હશે કે એના ધુમાડાથી આપણા આયુષ્યનું શું લેવા દેવા? તો જણાવી દઈએ કે શરીરને મૃત થતા જ તેની ઉપર અનેક પ્રકારના બેક્ટેરિયા અને વાયરસનો ચેપ લાગી જાય છે.
એવામાં જયારે આ શબોને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, ત્યારે થોડા બેક્ટેરિયા અને વાયરસતો શબ સાથે નાશ થઇ જ જાય છે, અને થોડા વાતાવરણમાં ધુમાડા સાથે ફેલાઈ જાય છે. જયારે કોઈ વ્યક્તિ તે ધુમાડાના સંપર્કમાં આવી જાય છે, તો બેક્ટેરિયા વાયરસ તેના શરીર સાથે ચોંટી જાય છે અને જુદા જુદા પ્રકારના રોગ ફેલાય છે. આ રોગોથી માણસનું આયુષ્ય ઓછું થઇ શકે છે.
૪. સવારે અને વધુ મૈથુન કરવું :
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સવારના સમયમાં મૈથુન કરવાથી તથા વધુ પ્રમાણમાં મૈથુન કરવાથી પણ માણસનું આયુષ્ય ઓછું થાય છે. તેમજ આપણા મહાપુરુષોએ સવારનો સમય યોગ, પ્રાણાયામ વગેરે માટે નક્કી કર્યો છે. એનાથી શરીર સ્વસ્થ અને તાજગી ભર્યુ રહે છે.
પણ જો કોઈ માણસ આ સમયમાં મૈથુન (સ્ત્રી સાથે શારીરિક સંબંધ) કરે છે, તો તેનાથી શરીર નબળું થાય છે. વધુ મૈથુનને કારણે શરીર સતત નબળું થતું જાય છે. એટલા માટે સવારના સમય અને વધુ મૈથુન ન કરવું જોઈએ. તેનાથી માણસનું આયુષ્ય ઓછું થાય છે.