ગરુડ પુરાણ અનુસાર સુખ મેળવવું હોય તો જરૂર કરો આ કામ, ભગવાન કરશે બધા દુઃખ દૂર

0
1576

મનુષ્યને ખુશહાલ જીવનની ઈચ્છા રહે છે, દરેક વ્યક્તિ એ જ વિચારે છે કે એના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન આવે. પરંતુ ન ઈચ્છવા છતાં પણ એમણે પોતાના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરે છે, પણ એને સફળતા નથી મળતી. એવી ઘણી બધી મુશ્કેલીઓ છે, જે વ્યક્તિના જીવનમાં ઉત્પન્ન થતી રહે છે, જેના કારણે મનુષ્ય ઘણો હતાશ રહે છે.

પણ તમને જણાવી દઈએ કે, ગરુડ પુરાણમાં ઘણી એવી વાતો જણાવવામાં આવી છે, જે કોઈ પણ વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા અપાવવા માટે કારગર સાબિત થાય છે. ગરુડ પુરાણમાં જીવનને સફળ અને ખુશહાલ બનાવવાની એવી અમુક જરુરી વાત જણાવવામાં આવી છે, કે જેનું અનુસરણ કરવામાં આવે તો તમે તમારા જીવનને ખુશહાલ બનાવી શકો છો.

એ તો તમે જાણો જ છો કે, ગરુડ પુરાણ હિંદુ ઘર્મનું એક મહત્વપૂર્ણ પુરાણ છે. આમાં સ્વર્ગ-નર્ક, પાપ-પુણ્ય સિવાય જ્ઞાન-વિજ્ઞાનની પણ વાતો કરવામાં આવી છે. ગરુડ પુરાણમાં જ્યાં એક તરફ મૃત્યુનું રહસ્ય છુપાયેલું છે, તો એમાં જ જીવનનું રહસ્ય પણ છુપાયેલું છે. આમા ઘણી એવી વાતો છે, જેનું પાલન કરવા પર માણસનું સંપૂર્ણ જીવન બદલાઈ જાય છે. તો આવો તમને એના વિષે જણાવીએ.

આનું પાલન કરવા પર બદલાઈ જાય છે વ્યક્તિનું સંપૂર્ણ જીવન :

ગરુડ પુરાણમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ભગવાન વિષ્ણુ આ શ્રુષ્ટિના બધા જીવના કષ્ટોને હરે છે અને એમને સુખ-શાંતિ પ્રદાન કરે છે. એટલે દરેક વ્યક્તિએ દરરોજ સવાર સવારમાં નિત્ય કર્મોથી નિવૃત થઈને સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ.

એ તો તમે જાણો જ છો કે, હિંદુ ઘર્મમાં ગાયને સૌથી પવિત્ર પ્રાણી માનવામાં આવે છે. અને ગાયને માતા માનવામાં આવે છે. એટલે ગાયની પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓનો અંત થઇ જાય છે.

ભારતની દરેક નદીઓમાંથી સૌથી સર્વશ્રેષ્ઠ નદી ગંગાને માનવામાં આવે છે. એટલે દરેક વ્યક્તિએ ગંગા નદીની પૂજા કરવી જોઈએ. ગંગા નદીને સફળતાની જનની પણ કહેવામાં આવે છે. જે પણ વ્યક્તિ ભૂલથી પણ આનું અપમાન કરે છે, તેને જીવનમાં ફક્ત સમસ્યાનો સામનો કરવો પડે છે.

ગરુડ પુરાણ અનુસાર, જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં તુલસીનો છોડ લગાવીને દરરોજ જળ ચઢાવે છે અને તેની પૂજા કરે છે, તો એને પોતાના જીવનમાં ખુબ સફળતા પ્રાપ્ત થાય છે. અને તુલસીને પ્રસાદના રૂપમાં સેવન કરવાથી બધા પ્રકારના વિકાર દૂર થઇ જાય છે. સવારે ભગવાન વિષ્ણુની પૂજા પછી તુલસીની પૂજા અવશ્ય કરવી જોઈએ.

તેમજ ગરુડ પુરાણમાં એ પણ જણાવ્યું છે કે, દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં જ્ઞાની વ્યકિઓનું સમ્માન કરવું જોઈએ. આમનું ભૂલથી પણ અપમાન કરવું જોઈએ નહિ. જે પણ જ્ઞાની વ્યક્તિનું સમ્માન કરે છે, તેના જીવનમાં સફળતા આવવાથી કોઈ નથી રોકી શકતું

હિંદુ ધર્મ ગ્રથો અને પુરાણોમાં એકાદશીના વ્રતની મહત્તાને જણાવવામાં આવી છે. આથી જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે, તેને તેનો લાભ જરૂર મળે છે. એકાદશીના દિવસે બધા દુરાચારથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે. અને સાત્વિક ઉપવાસ કરાય છે.