આ સરળ રીતથી તમે લસણને અંકુરિત થવાથી બચાવી શકો છો, જાણો કેવી રીતે?

0
220

ક્યારેય અંકુરિત નહિ થાય તમારા લસણ જો અપનાવશો આ રીત, જાણો ઉપયોગી કિચન ટીપ્સ.

ભારતીય રસોડામાં તૈયાર થતા શાકથી લઈને અન્ય ડીશોમાં લસણનો ઉપયોગ ન થાય એવું ઓછું જોવા મળે છે. લસણ એક તરફ કોઈ પણ ભોજનમાં સ્વાદનો તડકો લગાવવાનું કામ કરે છે, તો બીજી તરફ ઘણા લોકોના આરોગ્યને સુધારવા માટે પણ તે ઉપયોગી છે.

ઘણી મહિલાઓ એક સાથે ઘણા કિલો લસણ ખરીદીને ઘરમાં રાખી લે છે, જેથી વારંવાર બજારમાં જવાની જરૂર ન પડે. પણ આ લસણ ક્યારેક ક્યારેક અંકુરિત પણ થવા લાગે છે. તે ક્યારેક ખરાબ પણ થઇ જાય છે, આથી મહિલાઓ ભોજનમાં તેનો ઉપયોગ નથી કરી શકતી. ઘણી વખત અંકુરિત થયા પછી લસણ સુકાવા પણ લાગે છે. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને આ લેખમાં કેટલીક ઉત્તમ રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવીને તમે લસણને અંકુરિત થવાથી બચાવી શકો છો. આવો તેના વિષે જાણીએ.

ભેજ વાળી જગ્યાથી રાખો દુર : હંમેશા લોકો વિચારે છે કે, લસણને કોઈ ઠંડી જગ્યા ઉપર રાખવાથી તે ખરાબ નહિ થાય. પણ લસણ સાથે એવું નથી થતું. લસણને અંકુરિત થવાથી બચાવવા માટે તમે તેને ક્યારેય પણ ભેજ વાળી જગ્યા ઉપર ન રાખો. તમે લસણને એવી જગ્યાએ રાખો જ્યાં હવાની અવર જવર રહેતી હોય. ઘણી મહિલાઓ લસણને ફ્રીઝમાં પણ રાખી દે છે, જેના કારણે તે અંકુરિત થવા લાગે છે. લસણ અંકુરિત ન થાય તેના માટે તમે તેને ખુલ્લી જગ્યા ઉપર જ રાખો અને પેપરથી ઢાંકી પણ શકો છો.

એક સાથે મિક્સ ન કરો : એવી ઘણી બધી વસ્તુઓ છે, જેને એક સાથે મિક્સ કરીને રાખવામાં આવે તો તે બે થી ત્રણ દિવસ પછી ખરાબ થવા લાગે છે. ઘણી મહિલાઓ બટેટા, ડુંગળી અને લસણને એક સાથે મિક્સ કરીને રાખે છે. પણ એવું ન કરવું જોઈએ. બટેટા, ડુંગળી અને લસણ માંથી જો કોઈ પણ એક વસ્તુ અંકુરિત થાય છે, તો તેમાંથી નીકળતા ગેસ અન્ય વસ્તુને પ્રભાવિત કરે છે અને તેના લીધે બીજી વસ્તુ પણ અંકુરિત થવા લાગે છે. તેથી તમે લસણને કોઈ બીજા ખાદ્ય પદાર્થ સાથે મિક્સ કરીને ન રાખો.

કળીઓને અલગ અલગ કરી લો : લસણ અંકુરિત ન થાય અને લાંબો સમય સુધી ફ્રેશ પણ રહે તેના માટે તમે લસણની કળીઓને એક એક કરીને કાઢી લો. આખા લસણની સરખામણીમાં લસણની કળીઓ ઘણી ઓછી અંકુરિત થાય છે. કળીઓ કાઢીને તમે ફ્રીઝમાં પણ સરળતાથી રાખી શકો છો. જો તમને લાગે છે કે, ફ્રીજમાં રાખવાથી કળીઓ ખરાબ થઇ શકે છે, તો તમે કોઈ ખુલ્લી જગ્યા ઉપર પણ સ્ટોર કરી શકો છો.

પ્લાસ્ટિકની બેગ કે બોક્સમાં ન રાખો : હંમેશા જોવા મળે છે કે, કોઈ પણ વસ્તુને લાંબા સમય માટે સ્ટોર કરવા કે સુરક્ષિત રાખવા માટે પ્લાસ્ટિક બેગ કે બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. પણ લસણ સાથે એવું નથી. લસણને પ્લાસ્ટિક બોક્સ કે બેગમાં રાખવાથી પણ તે અંકુરિત થવા લાગે છે. એટલા માટે તે અંકુરિત ન થાય તેના માટે તેને કોઈ પેપર માંથી તૈયાર કરેલા કવરમાં રાખો. કવર ઉપરાંત તમે તેને કપડા માંથી બનેલી થેલીમાં પણ રાખી શકો છો. તેમાં લસણ અંકુરિત નહિ થાય.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.