ગરીબીને હરાવવા માટે આ ખાસ સર્વિસ આપે છે ઘર બેઠા, સુખચેન દેવીનું આ કાર્ય પ્રેરણાદાયી.

0
549

પુરુષોના વાળ અને દાઢી બનાવવા ઘરે ઘરે જઈને આપે છે સર્વિસ, જાણો સુખચેન દેવી વિષે.

મોટા બ્યુટી પાર્લરમાં કે સલૂનમાં મહિલા હેયર સ્ટાઈલિશને પુરુષોના વાળા કપાતા અને શેવ કરતા તમે ઘણી વખત જોઈ અને સાંભળી હશે, પરંતુ આ કામને જ્યારે ગામમાં કોઈ મહિલા ઘરે ઘરે જઈને કરે તો તેનું કામ ઘણું મુશ્કેલ થઈ જાય છે. સામાજિક સંબંધને નજર અંદાજ કરીને બિહારના સીતામઢીમાં એક ગરીબ મહિલા પોતાની ગરીબી દૂર કરવા માટે પુરુષોના વાળ અને દાઢી બનાવે છે. આનાથી થનાર તેની કમાણીથી ઘરનો ખર્ચો ચલાવવાની સાથે ધરડી માં અને પોતાના બાળકોની સંભાળ રાખે છે.

બાજપટ્ટી વિસ્તારની બરરી ફુલવરીયા પંચાયતના બસૌલ ગામના નિવાસી 35 વર્ષની સુખચેન દેવીના લગ્ન 16 વર્ષ પહેલાં પટદૌરા ગામમાં થાય હતા. સાસરામાં કોઈ જમીન નહીં હોવાથી અને પિતાના મૃત્યુ પછી બે પુત્ર અને એક પુત્રી સાથે માં ની જવાબદારી પણ તેના ઉપર આવી ગઈ. પતિ રમેશ ચંદીગઢમાં ઇલેક્ટ્રીશયનનું કામ કરે છે, જેનાથી પરિવારનું ભરણ પોષણ મુશ્કેલ હતું, આથી બે વર્ષ પહેલાં તેમણે પુરખોનું કામ કરવાનું વિચાર્યું.

સુખચેન દેવી માટે નાઈનું કામ સહેલું ના હતું. શરૂઆતમાં પહેલા લોકો વાળ અને દાઢીનું કામ કરાવતા ખચકતા હતા. પરંતુ તે પોતાના પિયર રહે છે. એટલા માટે તેને બેટી અને બહેન કહેવા વાળા તેની પાસે કામ કરવા લાગ્યા છે. હવે ગામના લોકો કે સુખચેન દેવી કોઈને પણ આ કામથી કોઈ ખચકાટ નથી. હવે તે સવારે કાંસકો, કતાર, અસ્તરો લઈને ગામમાં નીકળે છે. ફરી ફરીને લોકોની હજામત કરે છે. બોલવા ઉપર ઘરે પણ જાય છે. આનાથી દરરોજ આશરે 200 રૂપિયા કમાઈ લે છે. આનાથી ઘર ચાલવામાં ઘણી સહાયતા મળે છે.

નાઈ પરિવારમાં જન્મેલી સુખચેન દેવી આ કામ કોઈની પાસેથી શીખેલ નથી, માતાપિતાની એક માત્ર સંતાન હોવાને કારણે નાનપણથી તેમના પિતા જ્યાં પણ દાઢી-વાળ બનાવ જતા તો સાથે લઈને જતા. તેમને જોતા જોતા આ કામ શીખી લીધું, મોટી થઈ ત્યારે પિયરમાં જ બાળકોના વાળ કાપવાની શરૂઆત કરી, લગ્ન પછી આ કામ છૂટી ગયું, ત્રણ બાળકોને ભણવા અને ગરીબીમાં પરિવારની મદદ કરવા માટે આ કામ ફરીથી શરૂ કર્યું.

સુખચેન દેવીનું કહેવું છે કે પહેલા આડોસી પાડોશીના લોકોને ત્યાં લગ્ન પ્રસંગના અવસર ઉપર મહિલાઓના વાળ અને નખ કાપવાથી લઈને બીજા પણ કામ કરતી હતી. ટ્રેનિંગનો અવસર અને સાધન લાવવાની સગવડ થાય તો બ્યુટી પાર્લર ખોલી નાખીશ. તે કહે છે ત્રણે બાળકો સારી રીતે ભણી શકે આ જ એક પ્રયત્ન કરું છું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.