ગરીબ સવર્ણોને આરક્ષણ પછી મળશે હવે મળશે આ છૂટ, સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ થઈ આ માંગ.

0
428

આજના સમયમાં દેશમાં મોટા પ્રમાણમાં બેરોજગારી વધી રહી છે, આજે નોકરી માટે ઘણી હરીફાઈ ચાલી રહી છે, કોઈપણ જગ્યાએ ૧૦૦-૨૦૦ જગ્યા માટે જાહેરાત બહાર પડે છે, તો તેના માટે ઉમેદવારોની સંખ્યા લાખોમાં હોય છે, અને આ ભરતીમાં પણ અનામતની જોગવાઈ હોય છે, જે આર્થિક રીતે પછાત વર્ગો અને એસસી-એસટી જેવા વર્ગને તેનો લાભ મળતો હોય છે, આવા પ્રકારના લાભ વિષે આજે અમે તમને જણાવવાના છીએ,

ઓબીસી, એસસી-એસટીની જેમ પ્રતિયોગી પરીક્ષાઓના ટકામાં પણ છૂટની માંગણી

કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાતના આધારે દેશના સવર્ણો લાભાર્થીઓને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ આપવામાં આવી હતી. આમ તો તેને બીજા પછાત વર્ગ (ઓબીસી) અને એસસી-એસટી હેઠળ પ્રતિયોગીઓમાં ઉંમર મર્યાદામાં અને ટકામાં છૂટનો લાભ મળતો ન હતો. તેવામાં કેન્દ્ર સરકાર તરફથી સવર્ણ લાભાર્થીઓની ઉંમર મર્યાદામાં છૂટ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ઉંમર મર્યાદામાં છૂટ માટે લખ્યો પત્ર

હિન્દુસ્તાન સમાચાર પત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી થાવરચંદ્ર ગહલોત તરફથી બાબતમાં કેન્દ્રીય કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહને પત્ર લખવામાં આવ્યો છે અને આર્થિક રીતે ગરીબ (EWS) વર્ગના લાભાર્થીઓ માટે સરકારી ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટ આપવાની માંગણી કરવામાં આવી છે.

આવી રીતે મળે છે છૂટ

બીજા પછાત વર્ગને ઉંમરમાં વધુમાં વધુ ૩ વર્ષની છૂટ આપવામાં આવે છે. અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિના લાભાર્થીઓને ઉંમર મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવામાં આવે છે. જો યુપીએસસીની સિવિલ સેવા પરીક્ષાને ઉદાહરણ તરીકે લઈએ, તો તેમાં સામાન્ય વર્ગના લાભાર્થીઓ માટે વધુમાં વધુ ઉંમર મર્યાદા ૩૨ વર્ષ છે. આવી રીતે ઓબીસી માટે ઉંમર મર્યાદા ૩૫ વર્ષ અને એસસી-એસટી માટે વધુમાં વધુ ઉંમર મર્યાદા ૩૭ વર્ષ છે.

ટકામાં છૂટપણ મળી શકે છે

ઉંમર મર્યાદા સાથે જ ગરીબ સવર્ણ લાભાર્થીઓના પ્રતિયોગીઓમાં ટકામાં પણ છૂટ આપવામાં આવી શકે છે. કર્મિક મંત્રાલય ટૂંક સમયમાં આ મુદ્દા ઉપર પણ વિચાર કરી શકે છે. કેમ કે બીજા વર્ગમાં પણ આવી સુવિધા મળી રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.