આ સરળ ઘરેલુ ઉપાયથી તમારી કાળી ગરદન થઇ જશે એકદમ ગોરી

0
1655

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે ગળું એટલે ગરદન કાળી થઇ ગઈ હોય, તેને ફરી ગોરી કરવાના ઉપાય લઈને આવ્યા છીએ. તમે એ વાત તો જાણો જ છો કે, જો ગરદન કાળું હોય તો ચહેરાની સુંદરતા પણ ફીકી પડવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા લોકો રોજ નહાતી વખતે પોતાનું ગળાને રગડી રગડીને સાફ કરે છે, પરંતુ પરિણામ મળતું નથી અને ગળું લાલ થઇ જાય છે તે અલગ. તો એવામાં તમે નીચે જણાવેલા ઉપાયથી પોતાના કાળા ગળાને સાફ કરી શકો છો.

અને આ ઉપાય માટે વપરાતી સામગ્રી તમને સરળતાથી તમારા ઘરમાં જ મળી જશે. આવો જાણીએ કે આનો કેવી રીતે ઉપયોગ કરવો પડશે.

9. કેળા અને જેતૂનની તેલ :

કેળા અને જેતૂનમાં એન્ટીઓક્સીડન્ટ ગુણ વધારે માત્રમાં મળી આવે છે. એના મિશ્રણથી તૈયાર લેપનો નિયમિત ઉપયોગ કરવાથી કાળી ગરદનની રંગત ફરી નિખરવા લાગે છે.

8. બદામ, નારિયેળ અને જેતૂનનું તેલ :

આ ત્રણેય તેલોને બરાબર માત્રામાં ભેગું કરો, અને રોજ રાત્રે ઊંઘતા પહેલા આ મિશ્રણથી ગળા પર હલકા હાથે થોડી વાર સુધી મસાજ કરો. બીજા દિવસે ઉઠીને એને સારી રીતે ધોઈ લો, એનો કમાલ તમને દેખાવા લાગશે.

7. લીંબુ અને ગુલાબ જળ :

એક તાજા લીંબુનો રસ કાઢીને એને ગુલાબ જળ સાથે સારી મિક્સ કરી લો. માત્રા એટલે લેવી જેટલી ગરદન પર દરેક જગ્યાએ લાગી શકે. હવે એને કાળી ગરદન પર લગાવીને ઊંઘી જાવ. બીજા દિવસે સવારે ઉઠીને પાણીથી ધોઈ લો. આ પ્રયોગ રોજ કરો. આ તમારી સ્કિન માટે પરફેક્ટ ઘરેલુ ઉપાય છે. એનો ઉપયોગ જો રોજ કરશો તો કાળી ગરદન ગોરી થવાની શરુ થઇ જશે.

6. લીંબુ – હળદળ :

લીંબુના રસમાં થોડી હળદળ મિક્સ કરો. પછી એને ગરદન પર લગાવીને 10-15 મિનિટ સુધી છોડી દો. પછી ગરમ પાણીથી ગરદન ધોઈ લો. તમારી સ્કિનમાં ગ્લો આવશે. આ ઉપાય કર્યા પછી તરત તડકામાં જવું નહિ. જણાવી દઈએ કે હળદળ તમારી ત્વચા માટે સૌથી ઉત્તમ એન્ટિસેપ્ટિક છે. તે તમારી ત્વચાનો નિખાર પાછો લાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. પણ એની ગુણવત્તાનું ધ્યાન જરૂર રાખો.

5. બેસનનો પ્રયોગ કરો :

બેસનનો ત્વચાનો રંગ હલકો કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એનાથી તમે પોતાની ગરદન પણ સાફ કરી શકો છો. એનું પેક બનાવવા માટે તમે એક ચમચી બેસન, અડધી ચમચી સરસવનું તેલ અને એક ચપટી હળદળ લો. આ પેસ્ટને ગરદન પર 15 મિનિટ માટે લગાવો અને રગડીને હટાવી લો. આ પેકને દર અઠવાડિયે લગાવો. તમને બે ટ્રાયમાં જ ફરકે દેખાવા લાગશે.

4. બટાકાનો રસ :

જુના સમયથી જ ત્વચાનો રંગ ગોરો કરવા માટે બટાકાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમે કાચા બટાકાને ઘસીને સીધા ગળા પર લગાવી શકો છો. અથવા ધસેલા બટાકાનો રસ અને લીંબુનો રસ એક સાથે મિક્ષ કરીને ગળા પર લગાવો અને 20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

3. ખાવાનો સોડા :

ખાવાનો સોડા ગળા પર પડેલ કાળી ચામડીને સાફ કરવામાં ખુબ અસરકારક છે. તમારે 1 ચમચી પાણીની સાથે 2 ચમચી ખાવાનો સોડા મિક્ષ કરીને એને પોતાના ગળા પર લગાવવું પડશે. પછી આને સુકાવા દો અને સાધારણ પાણીથી ધોઈ લો. આ વિધિને અઠવાડિયામાં 2 વાર કરો અને પછી રિઝલ્ટ જુઓ.

2. એલોવેરા :

એલોવેરા ત્વચાને તરત સારું કરવા માટે સારું પરિણામ આપે છે. આને લગાવવા માટે એલોવેરાનો રસ લો અને તેને ગળા પર લગાવો, અને 20-30 મિનિટ સુધી લગાવીને છોડી દો. પછી તેને સાદા પાણીથી ધોઈ લો. આ વિધિને દરરોજ કરો અને પછી પરિણામ જુઓ.

1. મુલતાની માટીનો લેપ :

એક ચમચી મુલતાની માટી, એક ચમચી ચંદનનો પાવડર અને એક ચપટી હળદળ અને એક ચમચી દૂધ ભેગું કરીને પેસ્ટ બનાવી એને ગરદન પર લગાવો. એને 15 મિનિટ માટે રાખીને પછી સારી રીતે ધોઈ લો. એનાથી તમારી ગરદનની ત્વચા એકદમ કોમળ પણ બની રહેશે અને થોડા જ દિવસોમાં રંગત આવી જશે.

ગરદન માટે વ્યાયામ :

ગરદન ઘણી જ નાજુક હોય છે, એટલે ધ્યાન રહે કે વ્યાયામ ઘણી સાવધાની સાથે કરવામાં આવે. સાવધાની વગર વ્યાયામ કરવાથી ગરદન અકડાઈ શકે છે. કોઈ ખુરસી પર આરામપૂર્વક પીઠ ટેકવીને બેસો, ગરદન અને ખભા સીધા રાખો. માથાને જમણા ખભા તરફ ઝુકાવો, પછી ડાબા ખભા તરફ ઝુકાવો. આવું 10 થી 15 વાર કરો. પલંગ પર પીઠના બળ પર સૂઈને ગરદન પલંગની નીચે લટકવા દો. એનાથી ગરદન લાંબી થાય છે. ગરદનની વિશેષ દેખભાળ કરીને એને કસાયેલી બનાવી શકાય છે.