તમારે રસોઈની રાણી બનવું છે, તો ઘરે બનાવો તમારા ટેસ્ટનો ગુજરાતી ગરમ મસાલો, જાણો બનાવવાની રીત.

0
2662

મિત્રો, અમે તમારા માટે અલગ અલગ પકવાન, મીઠાઈ, સૂપ વગેરે બનાવવાની રેસિપી લઇને આવતા રહીએ છીએ. પણ આજે અમે તમારા માટે પકવાન કે અન્ય કોઈ વસ્તુ બનાવવાની રેસિપી નથી લાવ્યા. આજે અમે એ બધાથી ખાસ વસ્તુ બનાવવાની રીત લઈને આવ્યા છીએ, અને એ વસ્તુ છે ગરમ મસાલો. આજે અમે તમને ગરમ મસાલો કેવી રીતે બનાવવો તે શીખવાડવાના છીએ.

જણાવી દઈએ કે, ઘરે જાતે જ ગરમ મસાલો બનાવવો ખુબ જ સરળ છે. અને આ મસાલો દરરોજના દાળ અને શાકમાં તો ઉપયોગ કરી શકીયે છીએ, સાથે સાથે તમે એને પંજાબી કે સાઉથ ઇન્ડિયન રેસિપીમાં પણ ઉપયોગ કરી શકો છો. તો ચાલો એને કેવી રીતે બનાવવો તે જણાવી દઈએ.

જરૂરી સામગ્રી :

લવિંગ : 1 નાની ચમચી

તમાલ પત્ર : 10 થી 15 નંગ

જીરું : 3 મોટી ચમચી

સૂકી મેથી : 1 નાની ચમચી

સૂકા લાલ મરચા : 15 થી 20 નંગ

મરી : 1 નાની ચમચી

સૂકા ધાણા : 2 મોટી ચમચી

તજના ટુકડા : 3 થી 4

2 સ્ટાર વરિયાળી

1 જાવંત્રી.

બનાવવાની રીત :

ગરમ મસાલો બનાવવા માટે પહેલા એક નોન સ્ટિક કઢાઈ લો. પછી તેમાં સૌથી પહેલા જીરું સેકવાનું છે. જીરાને તમારે ધીમા ગેસ ઉપર સેકવાનું છે, અને તેને હલાવતા રહેવાનું છે. લગભગ 2 મિનિટમાં જીરું સેકાય જાય, એટલે તેમાં ધાણા એડ કરવાના છે, અને તેને પણ હલાવવાના છે. અને આ થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યારે ગેસ બંધ કરી દઈશું.

જયારે એનો થોડો કલર બદલાય ત્યારે બાકીની બધી વસ્તુ એમાં એડ કરી દઈશું. આને સરસ મિક્ષ કરી લો અને એને એમાંજ 10 થી 15 મિનીટ રહેવા દઈશું. આ એકદમ ઠંડુ થઇ જાય ત્યારે તમાલ પત્રના નાના ટુકડા કરી દેવાના. અને મીક્ષરના મીડીયમ સાઈઝના જારમાં એડ કરી તેને ગ્રાઈન્ડ કરી લેવાનું છે. ગ્રાઈન્ડ કર્યા પછી તેનો પાઉડર બની જાય ત્યારે એને ચાળી લેવાનો છે. હવે આપનો ગરમ મસાલો ઉપયોગ કરવા માટે તૈયાર છે.

આ રીતે તમે જાતે જ ગરમ મસાલો બનાવીને સ્ટોર કરી શકો છો. અને આ મસાલા વડે તમે પોતાની દરેક વાનગીને એક અલગ સ્વાદ આપી શકો છો. તમારો આ હોમ મેડ ગરમ મસાલો એકદમ શુદ્ધ હશે, કારણ કે આપણે એમાં કોઈ પણ જાતની ભેળસેળ નથી કરતા.

જુઓ વીડિઓ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.