આજે જ કરી લો ગણપતિના આ 2 અનોખા ઉપાય, ઘરે બેઠા બેઠા ખુલી જશે નસીબના તાળા.

0
2878

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. તમે ઘણા બધા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, આ દુનિયામાં બધા ખેલ કિસ્મતના જ છે. આજે આપણે બધા ભલે ગમે તેટલા આધુનિક વિચાર વાળા કેમ ન હોઈએ, પરંતુ એક વાત તો તમારે માનવી જ પડશે કે ઘણી વાર લોકોની સારી એવી મહેનત પણ એમની ખરાબ કિસ્મતની આગળ ફીકી પડી જાય છે.

અને ઘણા બધા લોકો એવા પણ હોય છે, જે વધારે મહેનત નથી કરતા પણ એમની સારી કિસ્મતને કારણે તેઓ જીવનમાં બધું સરળતાથી મેળવી લે છે. અને તમારા માંથી ઘણાએ એવા ઉદાહરણ પોતાની આંખે જ જોયા હશે. જો તમે પણ પોતાની ખરાબ કિસ્મતથી પરેશાન છો, અને તમારા કામ બનવાની જગ્યાએ વારંવાર બગડી રહ્યા છે, તો હવે ટેંશન લેવાની જરૂર નથી. આજે અમે તમને તમારી બંધ કિસ્મતના તાળા ખોલવાનો રામબાણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

એ વાતથી તમે લોકો સારી રીતે પરિચિત હશો કે, હિંદુ ધર્મમાં ગણેશજીને ભાગ્યવિધાતા પણ કહેવામાં આવે છે. ગણેશજી પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરવા અને કિસ્મત ચમકાવવામાં નિપુણ હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને થોડા ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, કે જો તમે આ ઉપાયને એકવાર પણ અજમાવો છો તો તમારું ભાગ્ય ચમકી ઉઠશે.

ગણપતિના ઉપાયથી ચમકશે કિસ્મત :

ઉપાય 1 :

મિત્રો નસીબ ચમકાવવાનો પહેલો ઉપાય આ મુજબ છે. સૌથી પહેલા તો બુધવારના દિવસે તમે ઘરની નજીકના પીપળાના ઝાડ પરથી એક પાંદડું લઈ આવો. અને એક વાતનું ખાસ ધ્યાન રહે કે, આ પાંદડું એકદમ લીલું હોય અને ક્યાંકથી પણ ફાટેલું-તૂટેલું ન હોય. હવે પાંદડું લઈ આવ્યા પછી તમે એને ઘર મંદિરમાં રહેલા ગણેશજીની સામે મુકો.

ત્યારબાદ આ પાંદડા પર ચોખા અને ઘઉંની એક એક નાની ઢગલી બનાવો. ચોખાની ઢગલી પર એક સૂકી સોપારી મુકો. અને ઘઉંની જે ઢગલી બનાવી છે એના પર એક ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ ઘી નો વધુ એક દીવો પ્રગટાવો અને એનાથી ગણેશજીની આરતી ઉતારો. અને આરતી કર્યા પછી પહેલી આરતી ગણેશજીને, બીજી પીપળાના પાનને અને ત્રીજી પોતાને આપો. હવે તમારી જે મુશ્કેલી હોય કે પછી કોઈ કામ થઈ રહ્યું ન હોય, તો એ ગણેશજીને જણાવો અને હાથ જોડી એમને પ્રાર્થના કરો.

ત્યારબાદ જયારે પાંદડા પર રાખેલો ઘી નો દીવો એની જાતે ઓલવાય જાય, ત્યારે એના પર રાખેલા ચોખા અને ઘઉંને પોતાના અન્ન ભંડારમાં ભેગા કરી દો. એનાથી તમારા ઘરમાં પૈસાની બરકત હંમેશા બની રહેશે. હવે જે પીપળાનું પાંદડું છે એને તમે પોતાની પાથરીની નીચે માથા પાસે મૂકી દો. આ રીતે તમે જયારે પણ ઊંઘશો તો એ પીપળાના પાંદડાની સકારાત્મક ઉર્જા તમારી અંદર સમાઈ જશે, અને તમારી કિસ્મતમાં સુધારો આવશે. પીપળાનું પાન સંપૂર્ણ રીતે સુકાય જાય કે તૂટી જાય તો તમે આ ઉપાય ફરીથી કરી શકો છો.

ઉપાય : 2

બીજો જે ઉપાય છે તે આ રીતે કરવાનો છે. તમારે બુધવારના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને પેટભરીને જમાડવાના છે અને લાલ વસ્ત્રનું દાન કરવાનું છે. તમારા દ્વારા થયેલું આ કામ પણ તમારી કિસ્મત ચમકાવી શકે છે. આ દિવસે કરવામાં આવતું ખોરાક અને વસ્ત્રનું દાન શુભ માનવામાં આવે છે. તમે જયારે પણ કોઈને વસ્ત્ર દાન કરો, તો એને પહેલા ગણેશજીની સામે મૂકી એની કંકુ અને ચોખાથી પૂજા જરૂર કરવી. કોઈ ગરીબને ખાવાનું ખવરાવતા પહેલા ગણેશજીને એનો ભોગ અવશ્ય ચડાવો. તમને જલ્દી જ એનો ફાયદો જોવા મળશે.

જો તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો પોતાના મિત્રો સાથે શેયર જરૂર કરો.