શા માટે પવિત્ર ગણાતું ગંગાજળ ક્યારેય ખરાબ નથી થતું? ટચ કરી જાણો તેનું વૈજ્ઞાનિક કારણ

0
1332

મિત્રો સનાતન ઘર્મમાં ગંગાજળનું ઘણું મહત્વ છે. અને તમે બધા જ એના મહત્વને જાણો છો. સનાતન ઘર્મમાં માનવા વાળા લોકો દ્વાર પુણ્ય પ્રાપ્તિ માટે સ્નાનથી લઈને દરેક શુભ કામમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક હિન્દુઓના ઘરમાં તમને ગંગાજળ અવશ્ય જોવા મળશે. કારણ કે એનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે.

પણ અમે તમને એક પ્રશ્ન પૂછીએ કે, શું તમે ક્યારેય એવું વિચાર્યુ છે કે, આટલા બધા વર્ષોથી આ જળ એટલું પવિત્ર કેવી રીતે છે? અને ગંગાજળ ક્યારેય ખરાબ નથી થતું? આપણે ઘરમાં જે ગંગાજળ રાખીએ છીએ તે પણ વર્ષો સુધી તેવું ને એવું જ રહે છે. અને જો એની જગ્યાએ સામાન્ય પાણી હોય તો, તે થોડા દિવસમાં જ ખરાબ થઇ જાય છે.

અને એ તો તમે જાણો જ છો કે ગંગા નદીમાં તો મૃત શરીરથી લઈને આજુબાજુના કચરો પણ હોય છે. એવામાં આજે પણ આ એટલું પવિત્ર કેવી રીતે છે? અને તે ઉત્તમ કેમ માનવામાં આવે છે? લોકોની વચ્ચે જિજ્ઞાસાનો વિષય છે કે, કેમ ગંગાજળ ક્યારેય ખરાબ નથી થતું? અને આજે અમે તમને આનું વાસ્તવિક કારણ જણાવવા જઈ રહ્યા છીએ.

હકીકતમાં સનાતન ઘર્મમાં પૂર્ણતય વૈજ્ઞાનિક તથ્યો પર આધાર છે, અને ગંગાજળનું પવિત્રતાનું કારણ વૈજ્ઞાનિક છે. જેના વિષે થોડા દિવસો પહેલા એક શોધ સામે આવી. આ શોધમાં ગંગાનું પાણી ક્યારેય પણ ખરાબ ન થવાનું કારણ એક વાયરસ બતાવ્યું છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ગંગાજળમાં એક વાયરસ જોવા મળ્યો છે જેના કારણે તે ક્યારેય ખરાબ નહિ થાય. અને એ જ કારણ છે કે તમે વર્ષો સુધી એને સાચવીને રાખો, તો ન તો એનો કલર બદલાશે, કે ન તેમાંથી કોઈ પ્રકારની ગંધ આવશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ શોધનો પણ એક ઇતિહાસ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વિષય શોધ 1890 શરુ થઇ ગઈ હતી. હકીકતમાં આ શોધની શરૂઆત વર્ષ 1890 માં એક બ્રિટિશ સાઈંટીસ્ટ અર્નેસ્ટ હૈકીને કરી હતી. અર્નેસ્ટ હૈકીન જે સમયે ગંગાજળની રિસર્ચ કરી રહ્યા હતા, તે સમયે ભારતમાં હૈઝા ફેલાયેલો હતો અને તે સમયે મૃત્યુ પામેલા વ્યક્તિના શબ ગંગા નદીમાં ફેંકી દેવામાં આવતા હતા.

એટલે હૈકિનને એ વાતનો ડર હતો કે, ગંગામાં નાહવાથી લોકોને હૈઝા ન થઇ જાય. પણ જયારે હૈકીને ગંગા પર રિસર્ચ કરી તો એનું પરિણામ જાણીને તે દંગ રહી ગયા. કારણકે તેની શોધમાં ગંગાજળ એકદમ શુદ્ધ નીકળ્યું. પણ તેમણે વિચાર્યું હતું કે તે દુષિત હશે. તેમને ભય હતો કે ત્યાના લોકો ગંગાનું પાણી પીવાથી કે એનાથી નાહવાથી બીમાર પડી જશે. એવામાં હૈકીનને પોતાની શોધમાં એ વાત સમજમાં આવી ગઈ કે ગંગાજળ એ કોઈ સામાન્ય જળ નથી.

મિત્રો વાત અહી પૂરી નથી થતી. ત્યારબાદ હૈકીન આ શોધને એક 20 વર્ષના ફ્રેંચ સાઈટિસ્ટે આગળ વધારી. અને એમને પોતાની એ શોધમાં મળ્યું કે ગંગાજળમાં મળવામાં આવેલ વાયરસ હાનિકારક બેકટેરિયાને ખત્મ કરે છે. એ કારણે ગંગામાં નિર્મળતા અને શુદ્ધતાને બનાવી રાખવા વાળા આ વાયરસને નવા વૈજ્ઞાનિકે “નીજા વાયરસ” નું નામ આપ્યું છે.

જો શોધની વાત સાચી છે તો ગંગાજળમાં મળેલ આ વાયરસથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ઈલાજ સંભવ થઇ શકે છે. અને હમણાં વૈજ્ઞાનિક આના પર શોધ પણ કરી રહ્યા છે. આ વાત ખરેખર સાચી છે કે ખોટી તે અમે વધુ નથી જાણતા. બાકી ગંગા નદીની સફાઈ માટે કરોડો અરબો રૂપિયા સ્વાહા થઇ ગયા છે પણ હજુ ગંગા નદી વધુ ને વધુ દુષિત થઇ રહી છે