ઇન્ડોનેશિયાના ધગધગતા જ્વાળામુખીની ટોચ ઉપર 700 વર્ષોથી બિરાજમાન છે ગણેશ, જાણો વધુ વિગત

0
755

મિત્રો, ગણપતિને વિધ્નહર્તા કહેવામાં આવે છે. અને તે બધા દેવોમાં પ્રથમ પૂજનીય છે. અને માત્ર ભારત જ નહિ પણ દુનિયાના અન્ય દેશોમાં પણ એમના ભક્તો રહેલા છે. અને આજે અમે તમારા માટે ગણપતિ સાથે જોડાયેલા એક ખાસ સમાચાર લઈને આવ્યા છીએ. આવો જાણીએ એના વિષે.

ઇન્ડોનેશિયામાં આવેલા જ્વાળામુખી માઉંટ બ્રોમોના શિખર પર આશરે ૭૦૦ વર્ષ પહેલા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી વિઘ્નહર્તા ગણેશ ત્યાં બિરાજમાન છે. ઇન્ડોનેશિયામાં ૧૪૧ જ્વાળામુખી છે, જેમાંથી ૧૩૦ સક્રિય છે. અને પૂર્વી જાવાનો માઉંટ બ્રોમો તેમાંથી એક છે, જે હજારો વર્ષોથી ધગધગી રહ્યો છે. ઇન્ડોનેશિયાથી ત્યાંની હિંદુ ધર્મ પરિષદના અધ્યક્ષ કેતુત ડોંડેરે ત્યાંની એક મહાન પરંપરા વિષે જણાવ્યું.

બ્રોમો પહાડ ઉપર ૨૩૨૯ મીટરની ઊંચાઈ ઉપર લાવા પથ્થરોમાં ગણપતિજી બન્યા છે. આસપાસના ૪૮ ગામોના ત્રણ લાખ હિંદુઓને વિશ્વાસ છે કે, ગણેશજી તેમના રક્ષક છે. પહાડના સૌથી નજીના ગામ કેમોરો લવાંગમાં હિંદુ પરિવારો રહે છે, જેને ટેંગરેસ કહેવામાં આવે છે. તે પોતાને ૧૨મી સદીના માજપાહિત શાસકના વંશજ કહે છે. તેમની માન્યતા છે કે, તેમના પૂર્વજોએ ગણેશની મૂર્તિની સ્થાપના કરી હતી. જે સ્થળ ઉપર જ્વાળામુખીનું ચડાણ શરુ થાય છે, ત્યાં કાળા પથ્થરોમાંથી બનેલું ૯ મી શતાબ્દીનું બ્રહ્માજીનું મંદિર છે.

ગણપતિની પૂજા ન થવાથી જ અનિષ્ટ થઇ શકે છે :

ખાસ કરીને જાવાની સ્થાનિક ભાષામાં બ્રહ્માને બ્રોમો કહે છે. આમ તો માઉંટ બ્રોમો ઉપર વર્ષ આખું ગણપતિની પૂજા થાય છે. પણ મુખ્ય આયોજન જુલાઈમાં ૧૫ દિવસ સુધી ચાલે છે. આશરે પાંચ સો વર્ષથી વધુ જૂની આ પરંપરા ‘યાન્દયા કાસડા’ કહેવાય છે જે ક્યારેય અટકતી નથી. ભલે જ્વાળામુખીમાં ભીષણ વિસ્ફોટ જ કેમ ન થઇ રહ્યા હોય, ગણપતિની પૂજા જરૂર થાય છે.

વર્ષ ૨૦૧૬ માં જ્વાળામુખીમાં વિસ્ફોટ થઇ રહ્યા હતા, ત્યારે પણ સરકારે માત્ર ૧૫ પુજારીઓને પૂજાની મંજુરી આપી હતી. પણ હજારોની સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. લોકોનું માનવું છે કે, ગણપતિની પૂજા ન થવાથી અનિષ્ટ થઇ શકે છે. ઇન્ડોનેશિયામાં ગણેશજીની એટલી માન્યતા છે કે, ત્યાંની ૨૦ હજારની નોટ ઉપર પણ ગણેશજીનો ફોટો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.