ગણેશજી પાસે ઘણી બધી શક્તિઓ હોય છે. આ શક્તિ તમારા દુઃખોને પલભરમાં દુર પણ કરી શકે છે. આમ તો ગણેશજીની કૃપા મેળવવી એટલી સરળ પણ નથી હોતી. જો તમારે તેમના આશીર્વાદ જોઈએ, તો એના માટે થોડા વિશેષ કામ કરવાના રહેશે. આજે અમે તમને ત્રણ એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનની લગભગ દરેક પ્રકારની સમસ્યાઓ દુર કરી દેશે. તે કર્યા પછી તમારા જીવનમાં ઘણા સારા ફેરફાર થશે. તો આવો જાણી લઈએ કે તમારે શું કરવાનું રહેશે.
પહેલો ઉપાય – ઈચ્છા પૂર્તિ માટે :
જો તમારા દિલમાં કોઈ ઈચ્છા છે જેને તમે પૂરી થતી જોવા માગો છો, તો આ ઉપાય તમારા માટે જ છે. આ ઉપાય હેઠળ તમે બુધવારના દિવસે ગણેશજી સામે ઘી નો દીવડો પ્રગટાવો. ત્યાર પછી ગણેશજીની આરતી કરો. હવે ગણેશજીના ચરણોમાં સુરજમુખીના ફૂલ અર્પણ કરો. આ ફૂલને ગણેશજી પાસે ૨૪ કલાક માટે રહેવા દો.
હવે આ ફૂલને પાણીની ડોલમાં ડુબાડીને તેનાથી તમારા શરીર ઉપર પાણીનો છંટકાવ કરો. તે દરમિયાન તમારે તમારી મનોકામના વિષે મનમાં ને મનમાં વિચારવાનું છે. ત્યાર પછી આ ફૂલને પીપળાના ઝાડ નીચે દાટી દો. એવું સતત 3 બુધવાર સુધી કરો. તમારી તમામ મનોકામના જલ્દી પૂરી થઇ જશે.
બીજો ઉપાય – મુશ્કેલીઓનો અંત કરવા માટે :
જો તમે કોઈ મુશ્કેલી કે દુઃખથી પીડિત છો અને તેનાથી છુટકારો મેળવવા માગો છો, તો આ ઉપાય તમારા માટે છે. આ ઉપાય કરવા માટે તમે એક પૂજાનો દોરો લો. આ દોરાને ત્રણ સરખા ભાગમાં કાપી લો. હવે તમામ ભાગને ગણેશજીના ચરણોમાં મુકો અને તેનું પૂજન કરો. ત્યાર પછી ગણેશજીને તમારી તકલીફો જણાવો અને દુઃખ દુર કરવાની વિનંતી કરો.
ત્યાર પછી પહેલો દોરો તમારા હાથ ઉપર બાંધી લો. જો તમે આ ઉપાય કોઈ બીજાની તકલીફ દુર કરવા માટે કરી રહ્યા છો, તો દોરો તેના હાથ ઉપર બાંધવામાં આવશે. બીજા દોરાને તમે કોઈ ગણેશ મંદિરમાં જઈને મૂકી દો કે ક્યાંક બાંધી દો. અને ત્રીજો દોરો તમારે કેળાના ઝાડ કે છોડ ઉપર બાંધવાનો છે. આ ઉપાયથી તમારા જીવનની તમામ તકલીફો દુર થઇ જશે.
પહેલો ઉપાય – નસીબ પ્રબળ બનાવવા માટે :
જો તમે તમારું નસીબ સારું અને પ્રબળ બનાવવા માગો છો, તો આ ઉપાય તમારા કામનો છે. સૌથી પહેલા તમે ઘરમાં મોદકનો પ્રસાદ બનાવો. ઘરે નથી બનાવી શકતા તો બજાર માંથી પણ લાવી શકો છો. હવે આ મોદકને ગણપતિ બપ્પા સામે ભોગના રૂપમાં મુકો. ત્યાર પછી ગણેશ પૂજન અને આરતી કરો. હવે સૌથી પહેલો મોદક પ્રસાદ કોઈ જાનવર જેવી કે ગાય, વાંદરો કે હાથીને ખવરાવો. ત્યાર પછી બીજો પ્રસાદ તે વ્યક્તિ ગ્રહણ કરે જેને પોતાનું ભાગ્ય પ્રબળ કરવું છે. આ મોદક ખાતા પહેલા ફળ ખાઈ શકો છો. આ ઉપાય તમારુ ફૂટેલુ નસીબ ચમકાવી દેશે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.