ગણેશ વિસર્જન વિધિ : બપ્પાને વિસર્જન કરતા પહેલા જરૂર કરો આ 7 કામ, વર્ષ આખું રહેશે કૃપા.

0
504

હાલના દિવસોમાં આખા દેશમાં ગણેશ ઉત્સવની ધૂમ છે. દરેક ગણપતિ બપ્પાને પ્રસન્ન કરવામાં લાગેલા છે. ગણેશ ચતુર્થી ૨ સપ્ટેમ્બરના દિવસ હતી. આ દિવસથી ભક્તોએ પોતાના ઘરે, ઓફિસે અને સોસાયટીમાં ગણેશજી બિરાજમાન કર્યા હતા. સામાન્ય રીતે ગણેશજીની દશ દિવસ સુધી પૂજા થાય છે અને પછી તેને સન્માનપૂર્વક વિદાય કરતા વિસર્જન કરી દેવામાં આવે છે. આમ તો દેશના જુદા જુદા ભાગમાં ગણેશજીને ત્રીજા, ચોથા દિવસે વિસર્જન કરી દેવાના નિયમ છે. દશમો દિવસ ૧૨ સપ્ટેમ્બરે આવી રહ્યો છે, તેવામાં જો તમે પણ ગણેશજીનું વિસર્જન કરવાના છો, તો તમારે થોડા નિયમ અને વિધિનું જ્ઞાન હોવું જરૂરી છે. જો તમે એક વિધિ પૂર્વક ગણેશજીનું વિસર્જન કરો છો, તો તમને આખું વર્ષ બપ્પાના આશીર્વાદ મળતા રહેશે.

ગણેશ વિસર્જન વિધિ

૧. સૌપ્રથમ લાકડાનું એક પાટલો લો. તેને તમે પાણીમાં ગંગાજળ ભેળવીને સારી રીતે સાફ કરી લો. આવી રીતે પાટલાની ગંદકી સાથે નેગેટીવ ઉર્જા પણ દુર થઇ જશે. હવે સૌભાગ્ય માટે ઘરની મહિલાઅ પાટલા ઉપર સ્વસ્તિકનું ચિન્હ બનાવે.

૨. આ પાટલા ઉપર ચોખા મુકો અને તેની ઉપર પીળા, ગુલાબ કે પછી લાલ રંગની કપડું પાથરી દો. ત્યાર પછી ગણેશજીને સાંચવીને પૂજાના સ્થાન ઉપરથી ઉપાડીને આ પાટલા ઉપર બિરાજમાન કરો.

૩. હવે આ પાટલા ઉપર ફળ, ફૂલ અને મોદક વગેરે મુકો.

૪. યાદ રાખો ગણેશજીને વિદાય કરતા પહેલા તમારે છેલ્લી વખત તેમની આરતી જરૂર કરવી જોઈએ. આરતી પછી ભોગ પણ ચડાવો અને વસ્ત્ર પહેરાવો.

૫. હવે એક રેશમી કપડાની અંદર મોદક, પૈસા, દુર્વા ઘાસ અને સોપારી બાંધીને એક પોટલી બનાવી લો. તેની પોટલીને તમે ગણપતિ ભગવાન સાથે જ બાંધી દી.

૬. હવે હાથ જોડી ગણેશજીને કોઈ પ્રાર્થના કરો અને સાથે જ ભૂલચૂક માફ કરવાની વિનંતી કરો, ત્યાર પછી ગણપતિ બપ્પા મોર્યાના સુત્રો પણ બોલો.

૭. છેલ્લે પુરા સન્માન અને શ્રદ્ધાની ભાવના સાથે ગણેશજીને પાણીમાં વિસર્જન કરો.

ગણેશ વિસર્જન મુહુર્ત

ગણેશ વિસર્જન માટે પહેલા તમારે શું કરવાનું છે? તે તો તમે જાણી લીધું છે. આમ તો ગણેશજીના વિસર્જનનો સમય પણ યોગ્ય હોવો જોઈએ. આપણે બધા પણ કોઈ શુભ કે ધાર્મિક કામ કરીએ છીએ, તો શુભ મુહુર્ત જરૂર જોઈએ છીએ. ગણપતિ વિસર્જનમાં પણ એમ કરવાનું હોય છે. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ગણેશ વિસર્જન માટે આ મુહુર્ત ઉત્તમ રહેશે, આમ તો તમે ૧૩ સપ્ટેમ્બરે પણ વિસર્જન કરી શકો છો. ખાસ કરીને આ વખતે ચતુર્દશી તિથી ૧૨ સપ્ટેમ્બરે સવારે ૫.૦૬થી શરુ થશે અને ૧૩ સપ્ટેમ્બરે સવારે ૭.૨૫ ઉપર સમાપ્ત થઇ જશે. એટલે તમે આ નીચે જણાવેલા સમય ઉપર ગણેશ વિસર્જન કરી શકો છો.

સવારે : સવારે ૦૬.૧૬થી સવારે ૦૭.૪૮ સુધી
બીજા મુહુર્ત : સવારે ૧૦.૫૧થી બપોરે ૩.૨૭ સુધી
બપોરના મુહુર્ત : સાંજે ૪.૫૯થી સાંજે ૬.૩૦ સુધી
સાંજના મુહુર્ત (અમૃતા, ચર) : સવારે ૬.૩૦ અપરાહનથી ૯.૨૭ સુધી
રાત્રી મુહુર્ત (લબ) : ૧૨.૨૩AM થી ૦૧.૫૨AM ૧૩ સપ્ટેમ્બર