ગણેશ ચતુર્થી પર કરો કોઈ એક ઉપાય, ગજાનંદ દરેક મનોકામના કરશે પુરી, જીવનમાં થશે ચમત્કાર.

0
873

ગણેશ ઉત્સવ આ વખતે ૨ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ મનાવવામાં આવશે, ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે જો ગણેશ ચતુર્થી ઉપર થોડા વિશેષ ઉપાય કરવામાં આવે તો તેનાથી ભગવાન ગણેશજી તેમના ભક્તો ઉપર ઘણા જલ્દી પ્રસન્ન થઇ જાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી કરે છે, ભગવાન ગણેશજીની કૃપા મેળવવા માટે ગણેશ ચતુર્થીના દિવસને ઘણો જ મહત્વનો માનવામાં આવે છે, થોડા સરળ એવા ઉપાયો કરીને તમે ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

જો તમે ઈચ્છો છો કે ગણેશ ચતુર્થી ઉપર તમે ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત કરો તો આજે અમે તમને થોડા સરળ ઉપાય જણાવવાના છીએ તે ઉપાય જો તમે કરો છો, તો તેનાથી ગજાનન તમારી તમામ મનોકામનાઓ પૂરી કરશે અને તમારા જીવનમાં ચમત્કારિક ફેરફાર જોવા મળશે.

આવો જાણીએ ગણેશ ચતુર્થી ઉપર ક્યા ઉપાય કરવાથી મનોકામનાઓ થઇ શકે છે પૂરી

તમે ગણેશ ચતુર્થીના ઉત્સવ ઉપર કોઈ પણ દિવસે ભગવાન ગણેશજીના અભિષેક કરો, તમે ભગવાન ગણેશજીના અભિષેક સ્વચ્છ જળથી કરો અને ગણપતી અથર્વશીર્ષના પાઠ કરો. તે ઉપરાંત તમે ગણેશ ચતુર્થી ઉપર તમારા ઘરમાં ગણેશ યંત્રની સ્થાપના કરો એવું કહેવામાં આવે છે કે ગણેશ યંત્રની સ્થાપના કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિનો પ્રવેશ થતો નથી.

તમે ગણેશ ચતુર્થીના દિવસોમાં કોઈ પણ ગણેશ મંદિરમાં જઈને તમારી મુશ્કેલીઓ દુર કરવાની પ્રાર્થના કરો અને હાથીને લીલું ઘાંસ ખવરાવો.

જો તમે તમારા જીવન માંથી ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓને દુર કરવા માગો છો, તો ગણેશ ચતુર્થી ઉપર તમે ઘી અને ગોળનો ભોગ ભગવાન ગણેશજીને ચડાવો, ત્યાર પછી તમે તેને કોઈ ગાયને ખવરાવી દો, તે ઉપરાંત જો તમે ભગવાન ગણેશજીને ૨૧ ગોળના લાડુઓ સાથે દુબ અર્પણ કરો છો, તો તેનાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થાય છે.

જો તમે ગણેશ ચતુર્થી ઉપર તલ માંથી બનેલા લાડુઓનો ભોગ ગણેશજીને ચડાવો છો અને તેનાથી તમારો ઉપવાસ ખોલો છો, તો તેનાથી ભગવાન ગણેશજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે અને તમારી જે પણ અધુરી ઇચ્છાઓ છે તે વહેલી તકે પૂરી થશે.

જો તમે ગણેશ ચતુર્થી ઉપર ભગવાન ગણેશજીની પૂજા કરો છો, તો તમે કોઈ પણ ગણેશ મંદિરમાં પૂજા કર્યા પછી ગરીબ લોકોને તમારી શક્તિ મુજબ દાન કરો, આ ઉપાય કરવાથી તમને પુણ્ય મળશે.

છોકરીના લગ્નમાં જો કોઈ પ્રકારની અડચણ ઉભી થઇ રહી છે. તો તે સ્થિતિમાં ગણેશ ચતુર્થી ઉપર લગ્નની કામના કરતા કરતા ભગવાન ગણેશજીને માલપુવાનો ભોગ ચડાવો, આ ઉપાય કરવાથી લગ્નના યોગ ઉભા થાય છે.

દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે કોઈને કોઈ વિશેષ દિવસ અને સમય જરૂર હોય છે, જેમાં જો થોડા ઉપાય કરવામાં આવે તો તેનો લાભ તરત પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત ગણેશ ચતુર્થી ઉપર કરવામાં આવતા થોડા ઉપાયો વિષે જાણકારી જણાવવામાં આવી છે, જો તમે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરીને તમારી મનોકામનાઓ પૂરી કરવા માગો છો, તો તમે ગણેશ ચતુર્થી ઉપર આ સરળ ઉપાયો જરૂર અપનાવો, તેનાથી ભગવાન ગણેશજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે અને તમારા જીવનમાં દુઃખો માંથી મુક્તિ મેળવી શકો છો.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.