ગણેશ ચતુર્થી 2019 : આ વખતે ગણેશ ચતુર્થી પર આ શુભ મુહૂર્તોમાં જ કરો મૂર્તિની સ્થાપના, જાણો વધુ વિગત.

0
1124

સંવંત ૨૦૭૬ની ભાદરવી સુદ ચોથની તિથીને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે ૨ સપ્ટેમ્બર એટલે સોમવારે ગણેશ ચતુર્થી છે. વિનાયક ચતુર્થી અથવા ગણેશ ચોથના નામથી પણ ઓળખાતી ગણેશ ચતુર્થીને ગણેશજીના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ગણેશ ચતુર્થી ઉપર ગણપતિની બુદ્ધી, સમૃદ્ધી અને સૌભાગ્યના દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. બધાના પ્રિય દેવતા ગણેશજી શુભ શરુઆત એટલે શ્રીગણેશના પણ પ્રતિરૂપ છે. ૧૦ દિવસો સુધી ચાલતો આ ઉત્સવ ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચૌદશ સુધી દરેક રાજ્યમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.

વર્ષ ૨૦૧૯માં ૨ સપ્ટેમ્બરથી ૧૨ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ઉત્સવમાં દરેક વ્યક્તિ ભગવાન ગણપતિની કૃપા મેળવવા ઉત્સુક રહેશે. મિત્રો, જો કોઈ પણ કાર્યને યોગ્ય મુહુર્ત ઉપર પુરા કરવામાં આવે છે, તો તે કાર્યની સફળતા અને સુખ શાંતિ નિશ્ચિત થઇ જાય છે.

ગણેશ ચતુર્થીના પાવન પર્વ ઉપર સોમવાર એટલે ૨ સપ્ટેમ્બરના રોજ સવારે સ્નાન કરી દ્વિસ્વભાવ લગ્ન કન્યામાં સવારે ૭.૧૦ વાગ્યાથી સવારે ૯.૨૬ સુધી, ચર લગ્ન તુલામાં ૯.૨૬ થી ૧૧.૪૪ સુધી કે પછી ધન દ્વિસ્વભાવ લગ્નમાં બપોરે ૨.૦૩ થી ૪.૦૭ વાગ્યા સુધી અથવા લગ્ન મકરમાં સાંજે ૪.૦૮ વાગ્યાથી ૫.૫૦ વાગ્યાની વચ્ચે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના ઘર, પાર્ક કે અન્ય જગ્યાએ કરશો તો અતિશુભ ફળ મળશે.

લગ્ન મુહુર્ત ઉપરાંત વિશેષ મુહુર્ત તરીકે જોઈએ તો એવું માનવામાં આવે છે કે, ગણેશજીનો જન્મ ભાદરવા મહિનામાં સુદ ચોથના રોજ બપોરના સમયે થયો હતો. આ વખતે અતિશુભ મુહુર્ત દિવસે બપોરના ૧૧.૦૫થી બપોરે ૧.૩૮ મિનીટ સુધી રહેશે.

તમે ગાયના છાણ, માટી, તાંબા, ચાંદી વગેરેની મૂર્તિ પોતાની શ્રદ્ધા મુજબ સ્થાપિત કરી શકો છો. મૂર્તિ સ્થાપન પછી ભગવાન ગણેશને દૂધ, દહીં, ઘી, ખાંડ, મધના પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવ્યા પછી તિલક કરો. અત્તર લગાવી કુંડલ અને માળા પહેરાવીને એમને આભુષણથી શણગારો. ધૂપ કે ઘી ની જ્યોત પ્રગટાવીને મંત્ર ઉચ્ચારણ પછી આરતી કરી એમને ભોગ ચડાવો, અને લોકોને પ્રસાદ વહેંચો. મોદક ભગવાન ગણેશને અતિપ્રિય છે.

એવું માનવામાં આવે છે કે, ગણેશજીને સાંજના સમયે નજર નીચે રાખીને અર્ધ્ય આપવું જોઈએ. મિત્રો, ગણેશ ચતુર્થી ઉપર ચંદ્ર દર્શન ન કરવા જોઈએ. એવું કરવું અશુભ માનવામાં આવે છે. પરિવારની પરંપરા મુજબ એક દિવસ, દોઢ દિવસ, પાંચમાં દિવસે, નવમાં દિવસે કે છેલ્લા દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવે છે. ૧૦મો દિવસ અનંત ચતુર્દર્શીનો ઉત્સવ ગણેશ વિસર્જનનો હોય છે. ગણપતિને ધામધૂમથી આવતા વર્ષે આવવાના નિમંત્રણ સાથે વિદાય આપવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.