મહાત્મા ગાંધી વિષે તો દેશના લોકોની સાથે સાથે વિદેશના લોકો પણ ઘણું બધું જાણે છે. ઘણા બધા લોકો એમને આદર્શ માનીને પોતાનું જીવન પસાર કરે છે, અને એમના જણાવેલા રસ્તા પર ચાલે છે. દેશ માટે એમણે આપેલા યોગદાનને કારણે એમને આપણા દેશના રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. અને આપણા દેશની ચલણી નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો છાપેલો હોય છે. એમનો ફોટો ભારતીય ચલણના ટ્રેડમાર્કના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.
ઘણા બધા લોકોના મનમાં કયારેક ને કયારેક એ પ્રશ્ન તો થયો જ હશે કે, આપણી ચણલી નોટ પર ફક્ત મહાત્મા ગાંધીનો ફોટો જ કેમ હોય છે? આપણા દેશના બીજા ક્રાંતિકારિયોનો ફોટો કેમ નથી હોતો? એન જો તમે પણ આવા પ્રશ્નના જવાબ શોધવામાં ગૂંચવાયેલા છો, તો આજે તમારી શોધ પુરી થઇ જશે. કારણ કે આજે અમે તમને એની પાછળનું કારણ જણાવવાના છીએ.
એ તો આપણે બધા જાણીએ છીએ કે, મહાત્મા ગાંધીનો ફોટો આપણા ચલણનો ટ્રેડમાર્ક છે. પણ સવાલ એ છે કે આ ફોટો કઈ રીતે આપણી ચલણી નોટો પર આવ્યો? તો જણાવી દઈએ કે, આ ફક્ત પોર્ટ્રેટ ફોટો નથી, આ ગાંધીજીની સંલગ્ન ફોટો છે. આ ફોટાથી જ ગાંધીજીનો ચહેરો પોર્ટ્રેટ રૂપમાં લેવામાં આવ્યો છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ ફોટો તે સમયે લેવામાં આવ્યો હતો જ્યારે ગાંધીજીએ તત્કાલીન બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરીના રૂપમાં કાર્યરત એવા ફ્રેડરિક પેથિક લોરેંસ સાથે કોલકત્તામાં આવેલ વાયસરોય હાઉસમાં મુલાકાત કરી હતી.
પહેલા આપણી ચલણી નોટો પર ગાંધીજીનો ફોટો છાપેલો ન હતો. પહેલા તો અશોક ચક્ર સ્તંભને આપણી ચલણી નોટો પર છાપવામાં આવ્યો હતો. પણ પાછળથી વર્ષ 1996 માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેને બદલવાનો નિર્ણય લીધો. અને એમના એ નિર્ણય પછી, ચલણી નોટો પર અશોક ચક્ર સ્તંભની જગ્યાએ મહાત્મા ગાંધીનો ફોટો છાપવામાં આવવા લાગ્યો, અને એ અશોક સ્તંભને નોટની ડાબી બાજુ અંકિત કરી દેવામાં આવ્યો.
અને અશોક સ્તંભથી પહેલાની વાત કરીએ તો આપણી ચલણી નોટો પર કિંગ જોર્જનો ફોટો છપાતો હતો. અને કિંગ જોર્જના ફોટોવાળી નોટ બંધ થયા પછી અશોક ચક્ર સ્તંભવાળી 10 રૂપિયાની નોટ ચલણમાં આવી હતી. સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, વર્ષ 1987 માં જ્યારે પહેલી વાર 500 ની નોટ આવી હતી, ત્યારે તેમાં ગાંધીજીના વોટરમાર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પણ 1996 પછી દરેક નોટોમાં ગાંધીજીનો ફોટો છાપવામાં આવે છે.
મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.