ગંભીરનો મોટો ખુલાસો : વર્લ્ડ કપ ફાઈનલમાં ધોનીના કારણે ના મારી શક્યો સદી

0
7222

ટીમ ઈંડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે પૂર્વ ભારતીય કેપ્ટ્ન મહેંદ્ર સિંહ ધોની પર મોટો ખુલાસો કર્યો છે. અને એમને 2011 વર્લ્ડ કપની ફાઈનલમાં પોતાની સદી બનાવવા પહેલા જ આઉટ થવા માટે જવાબદાર ગણાવ્યા છે. ભારતની 2011 વર્લ્ડ કપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવવા વાળા ઓપનર ગૌતમ ગંભીરે ખુલાસો કર્યો છે કે, એમણે મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં શ્રીલંકા સામે પોતાની સદી પુરી કરતા કેવી રીતે ચુકી ગયા.

જણાવી દઈએ કે 2011 વર્લ્ડ કપ ફાઈનલમાં ગૌતમ ગંભીરે 97 રનની પાળી રમી હતી, અને તે પોતાની સદીથી ફક્ત 3 રન દૂર રહી ગયા હતા. ગૌતમ ગંભીરે એ કારણ જણાવ્યું કે, કેવી રીતે વર્લ્ડ કપ 2011 ની ફાઈનલમાં પોતાની સદી પુરી કરી શક્યા નહિ.

ગૌતમ ગંભીરે ધોની પર આરોપ લગાવતા લલ્લટૉપને કહ્યું જે, જો હું તમને સત્ય જણાવું તો મને પણ ખરાબ લાગે છે. તે એટલા માટે કારણ કે તમે આખું જીવન મહેનત કરો છો, ફક્ત પોતાના માટે રન બનાવવા માટે નહિ. જયારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે મારું સપનું દેશ માટે વર્લ્ડ કપ જીતવાનું હતું, અને મને બે વખત અવસર મળ્યા જયારે મેં વર્લ્ડ કપ ફાઈનલ રમી, અને હું તે બંનેમાં ટોપ સ્કોરર હતો.

2011 વર્લ્ડ કપની ફાઈનલની એ રાતને યાદ કરતા ગૌતમ ગંભીરે કહ્યું કે, જો તમે કોઈ ખેલાડીને પૂછો છો કે, તમે આટલું સારું પ્રદર્શન કર્યું અને છતાં પણ ‘મેન ઓફ ધ મેચ’ નહિ બન્યા, તો આ ઘણું દુઃખદ હોય છે. મને આ પ્રશ્ન ઘણી વાર પૂછવામાં આવ્યો કે, જયારે તમે 97 રનો પર રમી રહ્યા હતા, તો શું વિચારી રહ્યા હતા?

ગૌતમ ગંભીરે કહ્યું, જ્યાં સુધી હું 97 રન પર પહોંચ્યો ન હતો ત્યાં સુધી હું પોતાની સદી વિષે વિચારી રહ્યો ન તો. પણ 97 ના સ્કોર પર આવ્યા પછી ધોનીએ મને કહ્યું કે, હું મારી સદીથી ફક્ત 3 રન દૂર છું, અને પહેલા મારી સદી પુરી કરી લઉં. એ પછી મારા મગજમાં સદીની વાત ચાલવા લાગી.

ગૌતમ ગંભીરે કહ્યું કે, એ પહેલા મારા મગજમાં ફક્ત શ્રીલંકાને હરાવવાની વાત ચાલી રહી હતી, પણ એ પછી મારુ ધ્યાન સદી પર જતું રહ્યું. જો હું તેના વિષે વિચારી રહ્યો ન હોત તો કદાચ પોતાની સદી પુરી કરી દેત. જણાવી દઈએ કે, 2011 વર્લ્ડ કપની ફાઈનલમાં ગૌતમ ગંભીર 97 રન કરી ટોપ સ્કોરર રહ્યા હતા. જો કે ધોનીને નોટઆઉટ રહીને 91 રન બનાવ્યા હતા એટલે એમને ‘મેન ઓફ ધ મેચ’ નું ટાઈટલ મળ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ગૌતમ ગંભીરે એક ઈન્ટરવ્યુમાં વર્ષ 2012 માં ઓસ્ટ્રેલિયામાં થયેલી સીબી સિરીઝ દરમ્યાન પૂર્વ કેપ્ટ્ન મહેન્દ્ર સિંહ ધોનીના નિર્ણયો વિષે ચર્ચા કરી હતી. ગંભીરે એ વિવાદિત કિસ્સો યાદ કરાવ્યો હતો, જયારે ધોનીએ 2012 માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટ્રાઈ સીબી સિરીઝમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ અને ગંભીરને એક સાથે નહિ રમાડવાનો નિર્ણય લીધો હતો.

ગંભીરે કહ્યું હતું કે, ‘ટ્રાઈ સિરીઝમાં ધોનીએ કહ્યું હતું કે તે અમને ત્રણેયને એક સાથે નહિ રમાડી શકે, કારણ કે તે 2015 ના વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યા છે. આ મોટો ઝટકો હતો, મને લાગે છે કે કોઈ પણ ક્રિકેટર માટે આ તગડો ઝટકો હોત.’ ગંભીરે કહ્યું હતું, ‘મેં ક્યારેય એવું નહિ વિચાર્યું હતું કે કોઈને 2012 માં એ કહી દેવામાં આવ્યું હોય કે, તે 2015 વર્લ્ડકપનો ભાગ નહિ હોય. મારા મનમાં હંમેશા એ જ વાત હતી કે, જો તમે સતત રન બનાવતા રહેશો તો ઉંમર ફક્ત એક નંબર છે.’

ગંભીરે કહ્યું, ‘ઓસ્ટ્રેલિયામાં જયારે અમને એક જીતની ઘણી જરૂર હતી, તો મને યાદ છે કે હોબાર્ટમાં, વીરુ અને સચિને ઓપનિંગ કરી હતી અને હું નંબર ત્રણ પર રમ્યો હતો અને વિરાટ ચોથા નંબર પર. ભારત તે મેચ જીતી ગયું હતું અને અમે 37 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું.’

ગંભીરે કહ્યું, ‘સિરીઝની શરૂઆતમાં અમે એક સાથે રમ્યા ન હતા, અમને રોટેટ કરવામાં આવ્યા હતા. જયારે જીતવું એકદમ જરૂરી હતું, ત્યારે એમએસે અમને ત્રણેયને રમાડ્યા.’ ગંભીરે કહ્યું, ‘જો તમે કોઈ નિર્ણય લીધો છે, તો એના પર ટકી રહો. તમે પહેલાથી જે વિચારી લીધું છે, એનાથી પાછળ ન હતો.’

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.