ગળાની કાળાશ દુર કરવાનો આ છે કારગર ઉપાય, કાળા ગળાને મિનિટોમાં ગોરું કરે છે આ ચમત્કારિક ઉપાય.

0
2164

સુંદર દેખાવા માટે ફક્ત ચહેરો સુંદર હોય એટલું જરૂરી નથી. એમાં બીજી પણ ઘણી બાબતોનો સમાવેશ થાય છે. અને એમાંથી એક છે ગળું. જો ચહેરો ગોરો હોય પણ ગળું કાળું હોય, તો ચહેરાની સુંદરતા પણ ફીકી પડવા લાગે છે. એટલા માટે ગળાનું સાફ હોવું પણ જરૂરી છે.

ગળાની કાળાશ દુર કરવાં માટે ઘણા લોકો રોજ નહાતી વખતે પોતાનું ગળું રગડી રગડીને સાફ કરે છે. પરંતુ એનાથી કોઈ ખાસ ફાયદો નથી થતો, અને ગળું લાલ થઇ જાય છે એ તો અલગ. એટલા માટે આજે અમે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ, જે તમારી આ સમસ્યાને દુર કરવામાં તમારી મદદ કરી શકે છે.

આજના આ લેખમાં અમે તમને ખુબ સરળ ઉપાય જણાવીશું, જેની મદદથી તમે પોતાના કાળા ગળાને સાફ કરી શકો છો. અને એની કોઈ આડઅસર પણ નહિ થાય. અને આ ઉપાયમાં વપરાતી સામગ્રી તમને સરળતાથી ઘર પર જ મળી જશે. તો આવો જાણીએ કે એનો કેવી રીતે ઉપયોગ કરવો પડશે.

1. ખાવાનો સોડા :

જણાવી દઈએ કે ખાવાનો સોડા ગળાની કાળાશને દુર કરવા માટે ખુબ અસરકારક છે. એના માટે તમારે 1 ચમચી પાણીમાં 2 ચમચી ખાવાનો સોડા મિક્ષ કરીને એને પોતાના ગળા પર લાગવવો પડશે. થોડા સમય સુધી એને સુકાવા દો, અને પછી સાધારણ પાણીથી ધોઈને સાફ કરી લો. આ વિધિને અઠવાડિયામાં 2 વાર કરો અને પછી રિઝલ્ટ જુઓ.

2. બટાકાનો રસ :

તમે કદાચ નહિ જાણતા હોવ પણ જુના સમયથી જ ત્વચાનો રંગ ગોરો કરવા માટે બટાકાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગળાની કાળાશ દુર કરવાં માટે તમે કાચા બટાકાને ઘસીને સીધા ગળા પર લગાવી શકો છો. અથવા ધસેલા બટાકાનો રસ અને લીંબુનો રસ એક સાથે મિક્ષ કરીને ગળા પર લગાવો અને 20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો.

3. એલોવેરા :

મિત્રો, એલોવેરા ત્વચાને તરત સારી કરવા માટે સારું પરિણામ આપે છે. આને લગાવવા માટે એલોવેરાનો રસ લો અને તેને ગળા પર લગાવો અને 20-30 મિનિટ સુધી લગાવીને છોડી દો. પછી તેને સાદા પાણીથી ધોઈ લો. આ વિધિને દરરોજ કરો અને પછી પરિણામ જુઓ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.