5 સરળ ઉપાયથી કરો ગળા અને છાતીમાં જામેલ કફનો ઈલાજ, અહી જાણો એ ખાસ ઉપાયો વિષે

0
11928

મિત્રો કફ એક એવી સમસ્યા છે જે નાના બાળકથી લઈને મોટા વૃદ્ધ સુધી દરેકને પરેશાન કરે છે. જ્યારે પણ કોઈને શરદી, ખાંસી, વાઈરલ તાવ, ઇન્ફેકશન કે ઠંડી લાગવા જેવી કોઈ પણ સમસ્યા થાય છે તો એના કારણે એમને હંમેશા ગળામાં કફ બનવાની ફરિયાદ હોય છે. કફના લક્ષણમાં સતત નાક વહેવું, છાતી અને ગળામાં કંઈક જામેલું અનુભવવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં ખરાશ રહેવી, છાતી જામી જવી વગેરેનો સમાવેશ થાય છે.

એ વાત ઘણી સામાન્ય છે કે ગળાના કફથી છુટકારો મેળવવા માટે અને કફ વાળી ઉધરસ દુર કરવા માટે લોકો એલોપેથી દવા અને સીરપ પીવાનું શરુ કરે છે. પણ એની જગ્યાએ તમે દેશી અને આયુર્વેદિક ઉપચાર અજમાવીને પણ સરળ રીતે કફને દુર કરી શકો છો. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે ગળા અને છાતીમાં જમા થયેલો કફ કેવી રીતે કાઢી શકાય.

જો થોડા દિવસ સુધી કફની સમસ્યા રહે તો તે વધુ ગંભીર નથી હોતી. પણ જયારે આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો શ્વાસ સંબંધિત રોગો થવાની સંભાવના વધી જાય છે. એક વાતનું ખાસ ધ્યાન રહે કે જો તમને કફમાં લોહીના કોઈ અંશ દેખાય, તો તરત જ ડોક્ટર પાસે જઈ તપાસ કરાવો. જેથી તમે કોઈ પણ ગંભીર બીમારીથી બચી શકો.

આવો કફ જામવાના કારણ જણાવી દઈએ.

1. ધુમ્રપાન વધારે કરવું.

2. શરીરમાં કોઈ વાયરલ ઇન્ફેકશન થવું.

3. સાઈનસનો રોગ થયો હોય તો.

4. સર્દી ઉધરસ અને ફ્લુને કારણે.

આ છે છાતી જામેલા કફના લક્ષણ :

1. જયારે પણ શ્વાસ લેઈએ ત્યારે અને ઉધરસ આવે ત્યારે ઘરઘરાહટનો અવાજ આવવો.

2. કફને કારણે ગળામાં ખરાશ રહે છે.

3. કફ વાળી ઉધરસ થવી.

4. છાતીમાં જકડાવી અને છાતીમાં દુ:ખાવો થવો.

5. સતત છીંકો આવવી તેમજ શ્વાસ લેવામાં તકલીફ થવી.

કફ દુર કરવામાં ઘરેલું ઉપાય અને આયુર્વેદિક ઉપચાર :

જો તમે કફથી છુટકારો મેળવવા માંગો છો, તો એનો માટે સૌથી સારો ઉપાય એ છે તેને શરીરની બહાર કાઢી નાખવો. કારણ કે કફ ગળી જવાથી તે પાછો શરીરમાં જતો રહે છે અને વહેતા નાકને સ્વસ્થ રાખવામાં તકલીફ વધી શકે છે. આવો જાણીએ કફ કાઢવાના ઘરેલું ઉપાય.

1. એના માટે બે કપ પાણી લઈએ એમાં 30 મરી ખાંડીને એને ઉકાળો. હવે જયારે આ પાણી એક ચતુર્થાંસ રહી જાય ત્યારે તેને ગાળીને તેમાં એક ચમચી મધ ઉમેરો. આ પાણીનું સવાર સાંજ સેવન કરો. તે હોમમેડ ઉકાળાથી કફ વાળી ઉધરસ અને કફ બન્નેથી છુટકારો મેળવી શકાય છે.

2. તેમજ બીજો ઉપાય એ છે કે લસણ ખાવાથી ગળામાં જમા થયેલો કફ બહાર નીકળી જાય છે. આ દેશી ઉપાયથી ટી.બી.ના રોગમાં પણ તેમને રાહત મળે છે.

3. એનો એક ઉપાય એ છે કે આદુ છીણીને તેના નાના-નાના ટુકડા મોઢામાં રાખીને ચૂસવા. આમ કરવાથી કફ સરળતાથી શરીરની બહાર નીકળી જશે.

4. જો નાના બાળકની છાતીમાં કફ જમા થયો છે, તો એને કાઢવા માટે ગાયનું ઘી બાળકની છાતી પર મસળો. તે ઉપાયથી જમા થયેલો કફ બહાર નીકળી જશે.

5. પાણી ગરમ કરને એમાં એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ ભેળવીને એ પાણી પી જાવ. આ ઉપાયથી તમારું ગળું સાફ થશે. કારણ કે લીંબુ કફને કાપવાનું કામ કરશે અને મધથી ગળાને આરામ મળશે.

6. મિત્રો જણાવી દઈએ કે કફ દુર કરવાંનો આયુર્વેદિક રામબાણ ઉપાય પણ છે. જો તમારા ગળામાં કફ, ઉધરસ, ચાંદા (છાલા), ખરાશ, બળતરા, દુ:ખાવો, ટોન્સિલ અને ગળાની કોઈ પણ જાતની તકલીફ છે તો એના માટે કાચી હળદરનો રસ મોઢું ખોલીને ગળામાં નાખો, અને થોડા સમય માટે ચુપ બેસો. જેવો તે રસ ગળાની નીચે ઉતરશે તકલીફ ઓછી થવા લાગશે.

મિત્રો નાના બાળકોને જયારે ટોન્સિલ્સનો દુ:ખાવો થાય છે, તો આ ઉપચાર જરૂર અપનાવજો. ગળાના રોગના ઉપચાર માટે તે અચૂક દવા છે. નાના બાળકોની કફનો ઉપચાર કરવા માટે થોડી ડુંગળીનો રસ લો અને તેમાં થોડી ખાંડ નાખીને બાળકને પીવડાવો.

આવો હવે કફ વાળી ઉધરસના ઉપચાર માટેના ઘરેલું ઉપાય જાણીએ :

જો તમને કફ વાળી ઉધરસ થાય ત્યારે વારંવાર ઉધરસ ખાતા છતાં પણ કફ બહાર નથી નીકળી શકતો, અને જયાં સુધી તમારી છાતી અને ગળાનો કફ બહાર નથી નીકળી શકતો ત્યાં સુધી ઉધરસ થતી રહે છે.

તો એના માટે બે કપ પાણીમાં જેઠીમધનું ચૂર્ણ 5 ગ્રામની માત્રામાં નાખીને ઉકાળો અને જયારે પાણી અડધો કપ રહી જાય ત્યારે ગાળી લો. આ રીતે બનાવેલા ઉકાળાને અડધો કપ સવાર અને સાંજે પીવો. 2 થી 3 દિવસ આ ઉપાય કરવાથી કફ પાતળો થઈને સરળતાથી બહાર નીકળી જશે અને ઉધરસ પણ સરખો થવા લાગશે.

તેમજ દાડમનો રસ ગરમ કરીને પીવાથી પણ ઉધરસ તરત મટી જાય છે. અને કફ વાળી ઉધરસના ઘરેલું ઉપચારમાં મરી દવાનું કામ કરે છે. મરી ચૂસવાથી ઉધરસમાં આરામ મળે છે. આવી સ્થિતિમાં પાણી વધારે પીઓ. શરીર માંથી કફ બહાર કાઢવા માટે આખા દિવસમાં દરેક કલાકે પીવો.

છાતી, ગળા અને નાકમાંથી કફ કાઢવા માટે બાફ જરૂર લો. કફને મટાડવાનો આ ઉપાય ઘણો સરળ અને ફાયદાકારક છે. બીજો એક ઉપાય એ છે કે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને તેના કોગળા કરો. દિવસમાં બે થી ત્રણ વાર ઉપાય કરવાથી નાક અને ગળામાં જમા થયેલો કફ બહાર નીકળે છે.

શરીરમાં કફ બનવાથી રોકવા માટે તમે ડેરી પ્રોડક્ટ્સનું સેવન ન કરો. જેમ કે ચીઝ, દૂધ, દહીં અને આઈસ્ક્રીમ. તેના સિવાય વધુ તળેલું ખાવાનું પણ ન ખાઓ. તથા ધુમ્રપાન ન કરો. કારણ કે ધુમાડો શરીરમાં કફને વધારે છે, અને શરીરને જલ્દી સારું કરવાની ક્ષમતાને ઓછી કરે છે. મસાલેદાર ખાવાનું નાકના કફને તોડે છે, અને તેને સરળતાથી વહેવા દે છે.

મિત્રો કફનો ઉપાય અને આયુર્વેદિક ઉપચારનો લેખ શેયર જરૂર કરો.