ગાડી સ્ટાર્ટ કરતાની સાથે જ એનું A.C. ઓન કરવું પડી શકે છે ઘણું ભારે, જાણો કઈ રીતે.

0
2768

મિત્રો તમારા માંથી ઘણા બધા લોકો કારનો ઉપયોગ કરતા હશે. અને સ્વાભાવિક વાત છે કે, કાર વાપરો તો એનું એસી તો શરુ કરતા જ હશો. પણ એનો ઉપયોગ કરતા સમયે તમારે થોડી વાતોનું ધ્યાન રાખવાની જરૂર છે. તો એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને ગાડીમાં રહેલી એસીની આડઅસર વિષે વિસ્તારથી જણાવવાના છીએ. એ જાણીને તમે ચોંકી ન જતા, કારણ કે આ સત્ય છે. જે કારનો ઉપયોગ તમે રોજ કરો છો જો તમે તેમાં A. C. વિષે જાણકારી નહિ રાખો તો તે તમારા શરીર માટે ઘાતક સાબિત થઈ શકે છે.

આ ખબર દરેક વ્યક્તિ જે ‘એસી કાર’ નો ઉપયોગ કરે છે તેમના માટે ઘણી જરૂરી અને મહત્વની છે. કેમ કે તે તેમના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, કારની માહિતીનું પુસ્તક કાર સ્ટાર્ટ કરીને એની ‘એસી’ ચલાવતા પહેલા દરેક કાચ ખોલવાનું કહે છે, જેથી ગરમ હવા બહાર નીકળી જાય. એવું કેમ?

હવે એ તો કોઈ નવાઈની વાત નથી કે, આજે કેન્સરને કારણે પહેલાની અપેક્ષામાં ઘણા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ઘણું આશ્ચર્ય થાય છે કે, કેન્સરની ઉત્પતી ક્યા પદાર્થોથી થઈ રહી છે તે વિષે સ્પષ્ટતા નથી. એક એવું ઉદાહરણ છે જે કેન્સરની ઉત્પતીના કારણોને ઘણા અંશે સ્પષ્ટ કરે છે.

મોટાભાગે દરેક લોકો સૌ પ્રથમ ‘સવારના સમયે’ અને ‘છેલ્લી વખત રાત્રે’ પોતાની કારનો ઉપયોગ કરે છે. તો મહેરબાની કરીને કારમાં બેસતા જ ‘એસી’ ને ન ચલાવો. કારમાં પ્રવેશ કરતા જ, સૌથી પહેલા કાચને ખોલો અને થોડી મીનીટો પછી જ ‘એસી’ ચાલુ કરો.

જણાવી દઈએ કે, અનુસંધાનોથી એ જાણવા મળ્યું છે કે, કારનું ડેશ બોર્ડ, સીટ, એસીની ડકટસ વગેરે જેવી ગાડીની તમામ વસ્તુઓ જે પ્લાસ્ટિકની બનેલી હોય છે, તે બૈન્જીન નામનું ઝેરી તત્વ છોડે છે જે કેન્સરનું કારણ બને છે.

બૈન્જીન, કેન્સર કારક હોવાની સાથે-સાથે હાડકાઓ ઉપર ઝેરીલી અસર, એનીમિયા અને આરોગ્ય રક્ષક સફેદ રક્ત કણો (તે રોગકારક વિષાણુંનો નાશ કરે છે) માં ઘટાડો લાવે છે. વધુ સમયના સંપર્કથી લુકેમિયા અને થોડા બીજા પ્રકારના કેન્સર વધવાનો પૂરો ભય છે. તેને કારણે ગર્ભવતી મહિલાઓમાં ગર્ભપાત થઈ શકે છે.

અને બંધ જગ્યાઓ પર બૈન્જીનનું જરૂરી સ્તર ૫૦ મીલીગ્રામ પ્રતિ ચોરસ ફૂટ હોય છે. એટલે જો એક કારને એક બંધ જગ્યાએ પાર્ક કરવામાં આવી હોય, અને એના કાચ બંધ હોય તો તેમાં ૪૦૦-૮૦૦ મીલીગ્રામ બૈન્જીનનું સ્તર હશે. જરૂરી પ્રમાણથી ૮ ગણું વધુ. અને જો તેને બહાર ખુલ્લામાં પાર્ક કરવામાં આવી હોય જ્યાં તાપમાન ૩૦ અંશ સેન્ટીગ્રેડથી વધુ હોય, તો બૈન્જીનનું સ્તર ૨૦૦૦-૪૦૦૦ મીલીગ્રામ હશે, એટલે કે જરૂરી સ્તરથી ઓછામાં ઓછું ૪૦ ગણું વધુ.

એટલે કે જો વ્યક્તિ કાચ બંધ કરેલી કારમાં બેસી જાય છે, તો તે ખરેખર વધુ પ્રમાણમાં રહેલા ઝેરીલા બૈન્જીનને શ્વાસ દ્વારા પોતાના શરીરમાં લે છે. અને બૈન્જીન એક ઝેરીલો તત્વ છે, જે કીડની અને લીવર ઉપર ખરાબ અસર કરે છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે, આપણું શરીર આ ઝેરીલા તત્વોને બહાર કરવામાં તદ્દન અસમર્થ છે.

એટલે કે કારમાં બેસતા પહેલા થોડા સમય માટે તેના દરવાજા અને બારીઓ ખોલી દો. જેથી બેસતા પહેલા જ અંદરની હવા નીકળી જાય (એટલે કે નુકશાનકારક ઝેરીલા ગેસીય તત્વ બહાર નીકળી જાય).

સુચના :કોઈ વ્યક્તિ, મહત્વના સત્ય જેનાથી તેમને લાભ જોવા મળે એના વિષે જાણતા હોય, તો તેમની પણ નૈતિક ફરજ છે કે તે પણ આ અમુલ્ય જાણકારી બીજાને પણ જણાવે.