જયારે પણ ગાયને રોટલી ખવડાવો ત્યારે આ વાતોનું રાખવું ધ્યાન, નહીં તો ઘરમાં થશે હાલત ખરાબ.

0
2184

ભારતીય સમાજમાં ગાયને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. અને હિંદુ ધર્મના લોકો ગાયને માતા ગણે છે, અને એની પૂજા પણ કરે છે. અને આપણે ત્યાં ગાયને રોટલી ખવરાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. અને લોકો રોજ ગાયને રોટલી ખવડાવે છે.

પરંતુ શું તમે જાણો છો કે, ગાયને કઈ અને કેવા પ્રકારની રોટલી ખવરાવવાથી બચવું જોઈએ? અને જો નથી જાણતા તો અમારા આ લેખને છેલ્લે સુધી વાંચજો. જણાવી દઈએ કે, જો તમે પણ ઘરેલુ મુશ્કેલીઓથી પરેશાન છો અને એનાથી છુટકારો મેળવવા માંગો છો, તો ગાયને રોટલી ખવરાવતા સમયે અમુક વાતોનુંધ્યાન રાખવું જોઈએ. તામાર માટે એ જાણવું જરૂરી છે, કે ગાયને કેવી રોટલી ખવરાવવી જોઈએ અને કેવી નહીં?

આપણે ત્યાં કોઈ પણ શુભ કામમાં સૌથી પહેલા ગાય માટે રોટલી અને ખાવાનું કાઢવામાં આવે છે. પણ તમારી એક નાની અમથી ભૂલ પણ તમારા બધા પુણ્યના ફળને નષ્ટ કરી શકે છે. જાણકારી માટે જણાવી દઈએ કે, પુરાણો અનુસાર ધરતી પર રહેલી ગાય જ એક એવું પશુ છે, જેમાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે. માટે ગાયનું સમાજમાં ઘણું મહત્વ છે. જણાવી દઈએ કે ગાયના દૂધ સિવાય છાણ અને ગૌમૂત્રમાં એવા જંતુનાશક ગુણ હોય છે, જેનાથી તમામ બીમારીઓનો નાશ થાય છે.

આજે અમે તમને ગાયને રોટલી ખવરાવવાથી થતા ફાયદાની સાથે સાથે એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે, ગાયને રોટલી ખવરાવતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? હા, ગાયને રોટલી ખવરાવતા પહેલા આપણે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. અને એ વાતની ચર્ચા આપણે આગળ કરીશું.

ગાયને રોટલી ખવરાવવાના ફાયદા :

એ વાત તો તમે જાણો છો કે, ગાયને પ્રાચીન સમયથી લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. પણ ઘણાએ એ ખબર નહિ હોય કે, જો તમે ગાયને રોટલી ખવરાવો છો, તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત રહેશે નહીં.

હિન્દૂ ધર્મ અનુસાર, ગાયની સેવા નિઃસ્વાર્થ ભાવથી કરવી જોઈએ. અને જે ઘરમાં ગાયની સેવા કે પૂજા કરવામાં આવે છે, તે ઘરમાં ખુશાલી થવાની સાથે ત્યાં કોઈ વસ્તુની અછત રહેતી નથી. આ જ કારણ છે કે, પ્રાચીનકાળથી આ પરંપરા નિભાવવામાં આવી રહી છે.

આ પરંપરાનું પાલન આજે પણ થાય છે, પરંતુ સમયની અછત હોવાને કારણે લોકોથી એમાં ભૂલ થાય છે, જેના કારણે તેને પરેશાનીઓ ઘેરી લે છે.

ગાયને રોટલી ખવરાવતા સમયે આ વાતોનું રાખો ધ્યાન :

મિત્રો ઘણી વાર એવું બને છે કે, આપણે ગાય માટે તાજી રોટલી બનાવીને મૂકીએ છીએ, પણ એ સમયે જ એને ખવરાવી નથી શકતા. અને આપણે એ રોટલીને ગાયને પછીથી ખવરાવીએ છીએ. અને ત્યાં સુધીમાં તો એ રોટલીઓ વાસી થઈ જાય છે. અને કયારેય પણ ગાયને વાસી રોટલી ખવરાવવી જોઈએ નહીં. જણાવી દઈએ કે જો તમે આવું કરો છો તો એ આદત છોડી દો, કારણ કે આવું કરવાથી ઘરમાં દુર્દશા આવે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ગાયને વાસી રોટલી ખવરાવવાથી એનું અપમાન થાય છે. શાસ્ત્રો અનુસાર, જે ઘરમાં ગાયનું અપમાન કરવામાં આવે ત્યાં ક્યારેય ઉન્નતિ નથી થતી, જેના કારણે ત્યાં દુર્દશાની રહે છે.