તમે એ વાત અનુભવી હશે કે, આજના જમાનામાં મોટેભાગે દરેક વ્યક્તિ તણાવમાં રહે છે. તેમજ તે વાત પણ સાચી છે કે, આ તનાવ ભરેલા જીવનથી લોકો એટલા પરેશાન થઇ ગયા છે કે, ક્યારે ક્યારે તો એવું લાગે છે કે તે પોતાની જાતને ભૂલી ગયા છે. તેઓ બસ રોજીંદા કામમાં જ ખોવાઈ ગયા છે. અને તેની પાછળનું એક કારણ એ પણ છે કે, વ્યક્તિ પોતાના કામમાં એટલો વધુ વ્યસ્ત થઇ ગયો છે કે, તે ખુલીને હસવાનું પણ ભૂલી ગયો છે.
જણાવી દઈએ કે ડોકટરોનું પણ એવું માનવું છે કે, હસવું આરોગ્ય માટે ઘણું જ જરૂરી છે. હસવાથી તમારી શારીરિક અને માનસિક સ્થિતિ પણ સારી રહે છે. એટલા માટે અમે ઘણા બધા પસંદ કરેલા જોક્સ તમારા માટે લઈને આવ્યા છીએ, જે તમારા તણાવને થોડા અંશે ઓછું કરી શકે અને તમારા ચહેરા ઉપર હાસ્ય લાવી શકે. અમારો ઉદેશ્ય તમારા ચહેરા ઉપર હાસ્ય લાવવાનો છે.
૧) એક પત્નીથી ઘણો વધારે દુ:ખી પતી એક પંડિત પાસે ગયો.
પતિ : પંડિતજી, મારા એક પ્રશ્નનો જવાબ આપો.
પંડિત : શું છે તારો પ્રશ્ન?
પતિ : આ જન્મો જન્મનો સાથ વાળી વાત સાચી છે શું?
પંડિત : સો ટકા સાચી.
પતિ : એટલે મને આવતા જન્મમાં પણ આ જ પત્ની મળશે?
પંડિત : ચોક્કસ.
પતિ : પછી તો આત્મહત્યા કરવાથી પણ કોઈ ફાયદો નથી.
૨) પતિ : કાલે મારા સપનામાં એક સુંદર મજાની છોકરી આવી હતી.
પત્ની : એકલી આવી હશે નઈ?
પતિ : હા, તને કેવી રીતે ખબર પડી?
પત્ની : કારણ કે તેનો પતિ મારા સપનામાં આવ્યો હતો.
૩) પતિ ગુસ્સામાં બડબડતો પોતાના રૂમમાં ગયો.
પત્ની : જાનું, શું થયું? આટલા ગુસ્સામાં કેમ છો?
પતિ : મારો આપણા એપાર્ટમેન્ટના મેનેજર સાથે ઝગડો થઇ ગયો.
પત્ની : કેમ?
પતિ : તે નાલાયક તેમાં મિત્રોને કહી રહ્યો હતો કે, આ એપાર્ટમેન્ટમાં રહેવા વાળી બધી મહિલાઓ સાથે તેનું સેટિંગ છે. માત્ર એકને છોડીને.
પત્ની : હમમમ… એક ને છોડીને.. તે જરૂર થર્ડ ફ્લોર ઉપર રહેવા વાળી મિસિસ ગુપ્તા હશે.
આ આખી બિલ્ડીંગમાં તે જ સૌથી વધુ નાક ચડેલી છે.
૪) એક નવપરણિત પતિ પત્ની વાસણની દુકાનમાં ઝગડી રહ્યા હતા.
પત્ની : આ વાળો સ્ટીલનો ગ્લાસ લો.
પતિ : નહિ થોડો મોટો ગ્લાસ લઈશું.
દુકાનદાર : સાહેબ, મહિલા દિવસ ભલે જ જતો રહ્યો છે, પરંતુ તે જે કહી રહી છે તે જ ગ્લાસ લઇ લો ને.
પતિ : અરે ટોપા તને વેચવાની પડી છે, પરંતુ આ નાના ગ્લાસમાં મારો હાથ જતો નથી, હું તેને ઉટકીશ કેવી રીતે? તું આવીશ વાસણ ઉટકવા? તો બે ડઝન લઈ લઉં.
૫) પતિ : તું મારી ફિલ્મમાં કામ કરીશ?
પત્ની : હા કરીશ, શું કરવાનું રહેશે?
પતિ : કાંઈ નહિ બસ નદીમાં જઈને ઉભું રહી જવું.
પત્ની : ફિલ્મનું નામ શું છે?
પતિ : ગઈ ભેંસ પાણીમાં. પત્ની લાલઘુમ થઇ ગઈ, પછી બોલી
પત્ની : તું મારી ફિલ્મમાં કામ કરીશ?
પતિ (થોડું વિચારીને) : સારું, શું કરવાનું છે?
પત્ની : બસ ઘરે આવવાનું છે પછી પાછા નદી કિનારે આવવાનું છે. એવું બે ત્રણ વખત કરવાનું છે.
પતિ : ઠીક છે. પણ ફિલ્મનું નામ શું રાખ્યું છે?
પત્ની : ધોબીનો કુતરો ન ઘરનો ન ઘાટનો.
૬) પત્ની એકલી ઉદાસ બેઠી હતી.
પતિ : શું થયું? આવી રીતે મોઢું ચડાવીને કેમ બેઠી છો?
પત્ની : આપણી દીકરી બગડી ગઈ છે.
આજે તેના સેન્ડલ મને નોકરના રૂમ માંથી મળ્યા.
પતિ : પરંતુ તું એના રૂમમાં કેમ ગઈ હતી?
પત્ની : અરે હું તો મારું બ્લાઉઝ ત્યાં ભૂલી ગઈ હતી એ લેવા ગઈ હતી.
પતિ કોમમાં….
૭) જંગલનો રાજા સિંહ શિકારી દ્વારા બનાવેલા ઊંડા ખાડામાં ફસાઈ ગયો.
એ જોઇને ઝાડ ઉપર બેઠેલો વાંદરો બોલ્યો : કેમ લ્યા? મોટો બહાદુર બનીને ફરતો હતો ને,
પોતાને જંગલનો રાજા કહેતો હતો ને.
બેટા હવે તો તારું ચામડું ઉતારવામાં આવશે અને વેચી દેવામાં આવશે.
એટલામાં જ ઝાડની ડાળી તૂટી ગઈ અને વાંદરો પણ તે જ ખાડામાં આવીને પડ્યો.
વાંદરો બોલ્યો : હે જંગલના મહારાજા, માં કસમ માફી માંગવા આવ્યો છું.
૮) નિકાહ દરમિયાન મોલવીએ જોરથી કહ્યું : આ લગ્નને લઈને કોઈને કંઈ વાંધો?
એટલે એક અવાજ આવ્યો : હા મને છે?
મોલવીએ અવાજ કરવા વાળાને ઝાટકીને કહ્યું : અરે યાર તું ચુપ બેસ ને.
તું તો વરરાજો છે. તારે તો આજીવન વાંધો રહેવાનો.